ભારતીય દંડ સંહિતાની વિવિધ કલમો હેઠળ શિક્ષાપાત્ર ગુન્હો કરનાર શખ્સોને અદાલત સમક્ષ હાજર થવા જાહેરનામુ બહાર પડાયું

હિન્દ ન્યુઝ, જામનગર      સાહિલભાઇ શોકતભાઇ મલ્લેક, રહે:- ટીંટોડીવાડી, મહમદી એપાર્ટમેન્ટ, ખોજા ગેટ પાસે,જામનગર કે જેઓએ ઔષધ અને સૌંદર્ય પ્રસાધન ધારા હેઠળ શિક્ષાપાત્ર ગુન્હો કર્યો છે તથા ઈકબાલભાઇ હુશેનભાઇ ખફી રહે- મસીતીયા કન્યાશાળા સ્કુલની બાજુમાં, તા.જી.જામનગર કે જેઓએ ભારતીય દંડ સંહિતાની વિવિધ કલમો હેઠળ શિક્ષાપાત્ર ગુન્હો કર્યો છે તેમજ તે પરથી કાઢવામાં આવેલાં ધરપકડ વોરંટ પર થઈ આવેલ શેરા અનુસાર સદહરૂ સખશો મળી આવતા નથી તથા ફરાર થઈ ગયા છે અથવા વોરંટની બજવણી ન થાય તે માટે સંતાતા કરે છે. આથી આ જાહેરનામાં અન્વયે ફરમાવવામાં આવે છે કે સાહિલભાઇ…

Read More

જુની સીરીઝમા બાકી રહેલા વિવિધ પ્રકારના વાહનો માટે ગોલ્ડન તથા સિલ્વર નંબરના ઇ-ઓકસનની પ્રક્રિયા હાથ ધરાશે

હિન્દ ન્યુઝ, જામનગર       જામનગર જિલ્લાની મોટરીંગ પબ્લીકના વાહન માલિકોને જણાવવામાં આવે છે કે, ટુ વ્હીલર, થ્રી વ્હીલર(ઓટો રિક્ષા), ફોર-વ્હીલર, હેવી ગુડ્ઝ વાહન તથા અન્ય ટ્રાન્સપોર્ટ વાહનો માટેની તમામ જુની સીરીઝમા બાકી રહેલા ગોલ્ડન, સિલ્વર નંબરના ઇ-ઓકસનમાં ભાગ લેવા માટે ઓનલાઇન અરજીનો સમયગાળો ૦૧-૦૨-૨૦૨૪ થી ૦૫-૦૨-૨૦૨૪ તથા ઇ-ઓકશનનો બિડિંગ કરવાનો સમયગાળો ૦૫-૦૨-૨૦૨૪ થી ૦૭-૦૨-૨૦૨૪ અને ઇ-ઓકશનનું પરિણામ તા.૦૭-૦૨-૨૦૨૪ના બપોરે ૦૪.૦૦ કલાક પછી રહેશે. આ પ્રકિયામાં ભાગ લેવા વાહન માલિકોએ સૌ પ્રથમ www.parivahan.gov.in વેબસાઇટ પર જઇને રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે. ત્યારબાદ યુઝર આઇડી અને પાસવર્ડ મેળવવાના રહેશે. યુઝર આઇડી અને પાસવર્ડ…

Read More

જામનગર જિલ્લા કલેકટર કચેરી ખાતે શહીદ દિન નિમિત્તે શહીદોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી

હિન્દ ન્યુઝ, જામનગર      ભારતીય સ્વાતંત્ર્ય સંગ્રામમાં જે નામી- અનામી શહીદવીરોએ પોતાના પ્રાણના બલિદાન આપ્યા છે, તેવા શહીદ વીરોની સ્મૃતિમાં દર વર્ષે તારીખ 30 જાન્યુઆરીના રોજ શહીદ દિન નિમિત્તે સવારે 11:00 કલાકે 2 મિનિટનું મૌન પાળવામાં આવે છે. ત્યારે જામનગર કલેકટર કચેરી ખાતે જિલ્લા કલેકટર કચેરીના અધિકારીઓ અને કર્મચારીગણ દ્વારા દેશ માટે પ્રાણની આહુતિ અર્પણ કરનારા શહીદ વીરો પ્રત્યે ઋણ અદા કરવા માટે બે મિનિટનું મૌન પાળવામાં આવ્યું હતું.  

Read More

જામજોધપુર ખાતે પશુ સારવાર અને નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું

હિન્દ ન્યુઝ, જામજોધપુર       રાજ્ય સરકારના માર્ગદર્શન તળે જામનગર જિલ્લા પંચાયતના પશુપાલન વિભાગ અને ગૌ સેવા મંડળ દ્વારા જામજોધપુર ખાતે પશુ સારવાર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. સ્વ.રામકુંવરબેન ગોપાલભાઈ કતીરા પરિવારના સહયોગથી આયોજિત આ કાર્યક્રમમાં જામજોધપુર ગૌશાળા ખાતે વિનામૂલ્યે પશુરોગ નિદાન સારવાર અને શસ્ત્ર ક્રિયા કેમ્પ યોજવામાં આવ્યો હતો. આ કેમ્પમાં મેડીસીન વિભાગમાં 28, સર્જરી વિભાગમાં 16, ગાયનેક વિભાગમાં 33, ડીવીંગમાં 400 તથા 112 લાભાર્થી પશુપાલકોના કેસ મળીને કુલ 842 જેટલા પશુઓની સારવાર કરવામાં આવી હતી. કાર્યક્રમની શરુઆત મહેમાનોના હસ્તે દીપ પ્રાગટ્ય કરીને કરવામાં આવી હતી. આ સમગ્ર…

Read More

જામનગરમાં ખેલ મહાકુંભ 2.0 અન્વયે ઝોનકક્ષા અને શહેરકક્ષાની ચેસ સ્પર્ધાનું આયોજન કરાયું

હિન્દ ન્યુઝ, જામનગર       ખેલ મહાકુંભ 2.0 કાર્યક્રમ અંતર્ગત જિલ્લા રમત વિકાસ અધિકારીની કચેરી- જામનગર દ્વારા વિવિધ સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં, ઝોન કક્ષાની ચેસ સ્પર્ધામાં 4 વિવિધ ઝોનમાંથી 600 જેટલા સ્પર્ધકોએ ભાગ લીધો હતો. જે અન્વયે, એસ.બી.શર્મા વર્લ્ડ સ્કૂલ ખાતે જામનગર શહેર કક્ષાની ચેસ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વિવિધ 6 વયજુથમાં સમાવિષ્ટ 48 જેટલા ખેલાડીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. આ સમગ્ર સ્પર્ધાનું સંચાલન સ્પોર્ટ્સ કો-ઓર્ડિનેટર હાર્દિકભાઈ જોષીએ કર્યં હતું.    

Read More

બોટાદ નગરપાલિકાના સ્વચ્છતા સેનાનીઓએ બોટાદની મધ્યમાંથી પસાર થતી નદી ચોખ્ખી-ચણાક કરી

હિન્દ ન્યુઝ, બોટાદ બોટાદ જિલ્લા કલેક્ટર ડો. જીન્સી રોય અને જિલ્લા વિકાસ અધિકારી અક્ષય બુદાનિયાના માર્ગદર્શન અન્વયે બોટાદ પ્રાંત અધિકારી ચરણસિંહ ગોહિલના નેતૃત્વમાં સમગ્ર બોટાદમાં સ્વચ્છતા અભિયાને જોર પકડ્યું છે. ત્યારે બોટાદ નગરપાલિકાના સ્વચ્છતા સેનાનીઓએ બોટાદની મધ્યમાંથી પસાર થતી નદી ચોખ્ખી-ચણાક કરી દીધી છે.  સ્વચ્છતા સૈનિકોની રાત-દિવસની મહેનત હવે સ્પષ્ટ જોવા મળી રહી છે. ત્યારે આપણે સૌ જાગૃત નાગરિક બનીએ. વહીવટી તંત્રની દિવસોની મહેનતને પ્રોત્સાહન આપીએ અને કચરો કચરા પેટીમાં જ નાખવાનો આગ્રહ રાખીએ. નદીમાં નાખેલા કચરાથી આસપાસના સમગ્ર વિસ્તારમાં પ્રદૂષણ ફેલાય છે અને તેનો ભોગ આપણે તો બનીએ જ…

Read More

જિલ્લા કલેક્ટર પ્રવીણ ચૌધરીના હસ્તે બાકરોલ ખાતે રૂ. ૧ કરોડના ખર્ચે નિર્મિત સ્માર્ટ લાયબ્રેરી તથા ઇ-લાયબ્રેરીનું લોકાર્પણ

હિન્દ ન્યુઝ, આણંદ  રાજ્ય સરકારના રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ હસ્તકના ગ્રંથાલય ખાતા દ્વારા આણંદ જિલ્લાના બાકરોલ ખાતે સરકારી જિલ્લા પુસ્તકાલયમાં રૂપિયા ૧ કરોડના ખર્ચે તમામ જરૂરી સુવિધાઓ સાથેની સ્માર્ટ લાયબ્રેરી તથા ઇ-લાયબ્રેરીનું નિર્માણ કરવામાં આવ્યું છે. જેનું જિલ્લા કલેકટર પ્રવીણ ચૌધરીના હસ્તે મંગળવારે લોકાર્પણ કરવામાં આવ્યું હતું.   આ પ્રસંગે કલેકટરએ જણાવ્યું હતું કે જિલ્લાના સરકારી ગ્રંથાલય ખાતે અંદાજીત ૨૦૦ થી વધુ વિદ્યાર્થીઓ વાંચવા-ભણવા અર્થે આવે છે. રાજ્ય સરકાર દ્વારા સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થીઓ માટે પુસ્તકાલયોને અદ્યતન કરવાનો પ્રોજેક્ટ હાથ ધરવામાં આવ્યો છે તે અંતર્ગત આણંદના સરકારી પુસ્તકાલયમાં…

Read More

વલ્લભ વિદ્યાનગર સ્થિત કેન્દ્રિય વિદ્યાલયના વિદ્યાર્થીઓએ “પરીક્ષા પે ચર્ચા-૨૦૨૪” કાર્યક્રમનું જીવંત પ્રસારણ નિહાળ્યું

હિન્દ ન્યુઝ, આણંદ  વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ “પરીક્ષા પે ચર્ચા-૨૦૨૪” કાર્યક્રમ અંતર્ગત દેશભરના વિદ્યાર્થીઓ અને શિક્ષકો સાથે વર્ચ્યુઅલ સંવાદ સાધ્યો હતો. કાર્યક્રમમાં ઉપસ્થિત સૌ વિદ્યાર્થીઓ અને શિક્ષકોને વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ યોગ્ય માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.  જે અન્વયે સોમવારે આણંદ જિલ્લાના વલ્લભ વિદ્યાનગર સ્થિત કેન્દ્રીય વિદ્યાલયના વિદ્યાર્થીઓ અને શિક્ષકોએ પણ “પરીક્ષા પે ચર્ચા-૨૦૨૪” ના કાર્યક્રમના જીવંત પ્રસારણને વિદ્યાલય ખાતે એકસાથે નિહાળ્યું હતું. આ જીવંત પ્રસારણ માટે વિદ્યાલય દ્વારા યોગ્ય વ્યવસ્થા કરવામાં આવી હતી. કુલ ૩૩૨ વિદ્યાર્થીઓ અને ૧૯ શિક્ષકોએ આ જીવંત પ્રસારણ નિહાળ્યું હતું.   આ કાર્યક્રમ તમામ વિદ્યાર્થીઓ અને શિક્ષકો માટે અત્યંત…

Read More

ઉમરેઠના ખાનકૂવા ખાતે એનએસએસ (NSS) કેમ્પ યોજાયો

હિન્દ ન્યુઝ, આણંદ  આણંદ જિલ્લાની શ્રી ઓડ એજ્યુકેશન સોસાયટી,ઓડ સંચાલિત ડી.એમ.પટેલ આર્ટસ એન્ડ એસ.એસ.પટેલ કોમર્સ કોલેજ દ્વારા ઉમરેઠ તાલુકાના ખાનકૂવા ગામ ખાતે પ્રો. સંજયભાઈ પટેલ અને પ્રો.ભરતભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ રાષ્ટ્રીય સેવા યોજના (NSS)ની વાર્ષિક શિબિર સોમવારે યોજાઇ હતી. આ શિબિરમાં કોલેજના વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓએ ભાગ લીધો હતો. એનએસએસ શિબિર અંતર્ગત ગામમાં સ્વચ્છતા અભિયાન, પશુ ચિકિત્સા કેમ્પ, નેત્ર ચિકિત્સા કેમ્પ, મેડિકલ કેમ્પ, અંધશ્રદ્ધા નિવારણ, બેટી બચાવો-બેટી પઢાવો અભિયાન, પ્રાકૃતિક ખેતી અભિયાન સહિત રાત્રિ સાંસ્કૃતિક-મનોરંજન કાર્યક્રમ જેવી વિવિધ પ્રવૃત્તિઓ કરવામાં આવી હતી. જે અન્વયે આરોગ્ય કેન્દ્ર,ભરોડાથી વિક્રમભાઈ અને ટીમ, મતદાતા જાગૃતિ…

Read More

આણંદ ખાતે જિલ્લા વિકાસ સંકલન અને દેખરેખ સમિતિ (દિશા) ની બેઠક મળી

હિન્દ ન્યુઝ, આણંદ આણંદમાં સોમવારે સાંસદ મિતેષભાઇ પટેલના અધ્યક્ષસ્થાને આણંદ સરકીટ હાઉસ ખાતે જિલ્લા વિકાસ સંકલન અને દેખરેખ સમિતિ (દિશા) ની બેઠક મળી હતી.  આ બેઠકમાં સાંસદ મિતેષભાઇ પટેલે પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજના, પ્રધાનમંત્રી આવાસ યોજના, પ્રધાનમંત્રી કૃષિ સિંચાઇ યોજના, જનની સુરક્ષા યોજના, નિશ્ચય પોષણ સહાય યોજના, પ્રધાનમંત્રી માતૃવંદના યોજના, કસ્તુરબા પોષણ સહાય યોજના, બેટી બચાવો – બેટી પઢાઓ, મધ્યાહન ભોજન યોજના, પ્રધાનમંત્રી ઉજજવલા યોજના, સોઇલ હેલ્થ કાર્ડ, પ્રધાનમંત્રી આદર્શ ગ્રામ યોજના, પ્રધાનમંત્રી રોજગાર સર્જન કાર્યક્રમ, સુકન્યા સમૃધ્ધિ યોજના, સાંસદ આદર્શ ગ્રામ યોજના, મનેરેગા, મિશન મંગલમ, દિન દયાલ અંત્યોદય યોજના,…

Read More