હિન્દ ન્યુઝ, આણંદ
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ “પરીક્ષા પે ચર્ચા-૨૦૨૪” કાર્યક્રમ અંતર્ગત દેશભરના વિદ્યાર્થીઓ અને શિક્ષકો સાથે વર્ચ્યુઅલ સંવાદ સાધ્યો હતો. કાર્યક્રમમાં ઉપસ્થિત સૌ વિદ્યાર્થીઓ અને શિક્ષકોને વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ યોગ્ય માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.
જે અન્વયે સોમવારે આણંદ જિલ્લાના વલ્લભ વિદ્યાનગર સ્થિત કેન્દ્રીય વિદ્યાલયના વિદ્યાર્થીઓ અને શિક્ષકોએ પણ “પરીક્ષા પે ચર્ચા-૨૦૨૪” ના કાર્યક્રમના જીવંત પ્રસારણને વિદ્યાલય ખાતે એકસાથે નિહાળ્યું હતું. આ જીવંત પ્રસારણ માટે વિદ્યાલય દ્વારા યોગ્ય વ્યવસ્થા કરવામાં આવી હતી. કુલ ૩૩૨ વિદ્યાર્થીઓ અને ૧૯ શિક્ષકોએ આ જીવંત પ્રસારણ નિહાળ્યું હતું.
આ કાર્યક્રમ તમામ વિદ્યાર્થીઓ અને શિક્ષકો માટે અત્યંત પ્રેરણાદાયક અને જ્ઞાનવર્ધક રહ્યું તથા કાર્યક્રમમાં વડાપ્રધાન દ્વારા બતાવવામાં આવેલ અમૂલ્ય સૂચનો અને શિખને પોતાના જીવન તેમજ વ્યવહારમાં અપનાવવા વિદ્યાલયના આચાર્ય રાજેશ ત્રીવેદી દ્વારા તમામ વિદ્યાર્થીઓને અનુરોધ કરવામાં આવ્યો હતો.
આણંદ જિલ્લા બ્યુરોચીફ : ભાવેશ સોની