મેરી માટી, મેરા દેશ અભિયાન-૨૦૨૩ હિન્દ ન્યુઝ, ભાવનગર આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત આ વર્ષ સ્વતંત્રતા પર્વના અવસરે માતૃભૂમિના વીરો અને માટીને વંદનની થીમ પર કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા “મેરી માટી, મેરા દેશ” કાર્યક્રમ ૯ ઓગસ્ટથી ૧૫મી ઓગસ્ટ દરનિયાન યોજાશે. આ કાર્યક્રમ અન્વયે ભાવનગર જિલ્લાના ઘણાં ગામોમાં શીલા ફલકમ સ્થળ પસંદ કરીને શીલા ફલકમ બનાવવાની કામગીરીનો પ્રારંભ કરી દેવામાં આવ્યો છે. શિલાફલકમ એટલે કે પથ્થરની તકતીને જે-તે ગાનમા અમૃત સરોવર, તળાવ, નદી કે અન્ય જાહેર સ્થળ નજીક મૂકવામાં આવશે. આ શિલાફલકમમાં તે ગામ કે વિસ્તારના શહીદોના નામનો ઉલ્લેખ કરવામાં આવશે.
Read MoreDay: August 5, 2023
શિહોર તાલુકાનો સ્વાગત ફરીયાદ નિવારણ કાર્યક્રમ તા.૨૩ ઓગષ્ટનાં રોજ યોજાશે
હિન્દ ન્યુઝ, ભાવનગર શિહોર તાલુકાનો સ્વાગત ફરીયાદ નિવારણ કાર્યક્રમ તા.૨૩/૦૮/૨૦૩ને બુધવારનાં રોજ સવારનાં ૧૧:૦૦ કલાકે મામલતદાર કચેરી, શિહોર ખાતે કલેકટર, ભાવનગરનાં અધ્યક્ષ સ્થાને યોજાનાર છે. આ કાર્યક્રમમાં તાલુકા કક્ષાએ નિર્ણય લઇ શકાય તેવા પ્રશ્નોની લેખીત રજુઆત અરજદારશ્રીએ તા.૧૧/૦૮/૨૦૨૩ સુધીમાં મામલતદાર કચેરી, શિહોર ખાતે મોકલી આપવાની રહેશે. તાલુકા સ્વાગત કાર્યક્રમમાં અરજી કરતાં પહેલા કોઇ પણ અરજદારે ગ્રામ્ય કક્ષાએ પ્રશ્ન હોય તો ગ્રામ પંચાયત, તલાટી-કમ-મંત્રી, ગ્રામ સેવકને પ્રથમ અરજી કરેલી હોવી જોઇએ અને તેનો નિકાલ થયો ન હોય તો જ અરજી કરી શકાશે. તાલુકા કક્ષાએ પ્રશ્ન હોય તો તાલુકાના…
Read Moreસમગ્ર ભાવનગર જિલ્લામાં તહેવારોને અનુલક્ષીને તિક્ષ્ણ હથિયારો સાથે રાખવા પર પ્રતિબંઘ ફરમાવતા અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ
હિન્દ ન્યુઝ, ભાવનગર આગામી ઓગષ્ટ/૨૦૨૩ નાં માસ દરમિયાન તા.૦૭/૦૮/૨૦૨૩ નાં રોજ રવિન્દ્રનાથ ટાગોર પુણ્યતિથિ, તા.૦૮/૦૮/૨૦૨૩ નાં રોજ કાલાષ્ટમી, તા.૧૪/૦૮/૨૦૨૩ નાં રોજ શિવરાત્રી, તા.૧૫/૦૮/૨૦૨૩ નાં રોજ સ્વાતંત્ર દિન, તા.૨૦/૦૮/૨૦૨૩ નાં રોજ વિનાયક ચોથ, તા.૨૧/૦૮/૨૦૨૩ નાં રોજ નાગ પાંચમ તથા તા.૩૦/૦૮/૨૦૨૩ નાં રોજ રક્ષાબંધન વગેરે તહેવારો/ ઉત્સવો ઉજવનારા હોય, આ દિવસોમા કાયદો અને વ્યવસ્થા જાળવવા તથા આ તહેવારો દરમ્યાન સુલેહ શાંતિ જળવાય રહે તેમજ રાજ્યની વર્તમાન પરિસ્થિતિને અનુલક્ષીને અગમચેતીનાં પગલા લેવા અનિવાર્ય જણાતા સમગ્ર ભાવનગર જિલ્લામાં લોકો જાહેરમાં તિક્ષ્ણ હથીયાર જેવા કે છરી, કુંહાડી, ઘારીયા, તલવાર, ગુપ્તી, કુંડેલીવાળી લાકડીઓ, લોખંડના પાઇપ, ભાલા…
Read More“નારી વંદન ઉત્સવ” સપ્તાહ અંતર્ગત ભાવનગર ખાતે આજરોજ મહિલા નેતૃત્વ દિવસની ઉજવણી કરાઇ
હિન્દ ન્યુઝ, ભાવનગર ભાવનગર જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી દ્રારા “નારી વંદન ઉત્સવ” સપ્તાહ નિમિતે બહુમાળી ભવનનાં મિટિંગ હોલ ખાતે મહિલા નેતૃત્વ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં શ્રેષ્ઠ કામગીરી કરનાર ૨૫ જેટલી આંગણવાડી કાર્યક્રર અને ૨૫ જેટલી આશાવર્કર બહેનોને સન્માનિત કરવામાં આવ્યા હતા અને તેમની ખંત પૂર્વકની કામગીરીઓને બિરદાવવામાં આવી હતી. જેમાં મહિલા બાળ અધિકારી કિરણબેન મોરીયાણી, જિલ્લા ખેતીવાડી અધિકારી અશોકભાઈ પટેલ, આઈ.સી.ડી.એસ.શાખા કચેરી અધિક્ષક દિપ્તીબેન વ્યાસ, આઈ.સી.ડી.એસ.ના મુખ્યસેવિકા, ૧૮૧ માંથી કાઉન્સેલર, સખી વન સ્ટોપ સેન્ટરના કાઉન્સેલર, મહિલા સહાયતા કેન્દ્રના કાઉન્સેલર કનીજબેન કુરેશી, રીનાબેન વાધેલા…
Read Moreભાવનગર જિલ્લાના પ્રભારી મંત્રી ભાનુબેન બાબરીયાની અધ્યક્ષતામાં “મારી માટી- મારો દેશ” અભિયાન અંતર્ગત સર્વગ્રાહી સમીક્ષા બેઠક યોજાઈ
“મારી માટી- મારો દેશ” હિન્દ ન્યુઝ, ભાવનગર સમગ્ર દેશમાં આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણી અંતર્ગત “મારી માટી- મારો દેશ” કાર્યક્રમનું આયોજન આગામી તા.૦૯ થી ૩૦ ઓગસ્ટ-૨૦૨૩ સુધી કરવામાં આવ્યું છે. જે અન્વયે રાજ્યના સામાજિક ન્યાય અને આધિકારીતા, મહિલા અને બાળ કલ્યાણ વિભાગના મંત્રી ભાનુબેન બાબરીયાની અધ્યક્ષતામાં ભાવનગર જિલ્લા કલેક્ટર કચેરી ખાતે સર્વગ્રાહી સમીક્ષા બેઠક યોજાઈ હતી. બેઠકમાં મંત્રી ભાનુબેન બાબરીયાએ કાર્યક્રમ અંતર્ગત વિવિધ તૈયારીઓની સમીક્ષા કરી હતી અને વહીવટી તંત્રને જરૂરી માર્ગદર્શન અને રચનાત્મક સૂચનો આપ્યા હતા. આ બેઠકમાં મંત્રીશ્રીએ અનુરોધ કરતા જણાવ્યું હતું કે, “મારી માટી-મારો…
Read Moreઆણંદ જિલ્લા પંચાયત પ્રમુખ હંસાબેન પરમારના અધ્યક્ષસ્થાને યોજાઈ
હિન્દ ન્યુઝ, આણંદ આણંદ ખાતે શનિવારે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના “ગ્રીન ગુજરાત, ક્લીન ગુજરાત”ના સૂત્રને સાર્થક બનાવતા ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ હેઠળ સમગ્ર રાજ્યમાં ૭૪ મા વનમહોત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે. વર્ષ ૧૯૫૦ માં કનૈયાલાલ મુનશી દ્વારા જેની શરૂઆત થઈ હતી તે વન મહોત્સવનો ૭૪માં વર્ષમાં પ્રવેશ થઈ રહ્યો છે. ગજરાતના તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ વન મહોત્સવની ઉજવણીના અનોખા લોકોત્સવને રાજયના ઐતિહાસિક, સાંસ્કૃતિક અને ધાર્મિક દ્રષ્ટિએ અગત્યતા ધરાવતા જુદા જુદા સ્થળોએ ઉજવવાની શરૂઆત કરીને વન મહોત્સવની ઉજવણીની અગત્યતા સમજાવી છે. ૭૪મા વનમહોત્સવની ઉજવણી અંતર્ગત આણંદ જિલ્લાના…
Read Moreઆણંદ ટાઉનહોલ ખાતે મહિલા સ્વાવલંબન દિવસની ઉજવણી કરાઈ
હિન્દ ન્યુઝ, આણંદ આણંદ ખાતે શુક્રવારે મહિલા સશક્તિકરણ વિના વિકાસની પરિભાષા અધુરી છે. વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી અને ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલ દ્વારા મહિલાઓના સશક્તિકરણ માટે મહિલાઓને સ્વાવલંબી બનાવવા ઉપર વિશેષ ભાર આપવામાં આવ્યો છે. મહિલાઓ માટે સમાન પગારધોરણનો કાયદો, સ્ટેન્ડ અપ ઇન્ડિયા કાર્યક્રમ હેઠળ મહિલા ઉદ્યોગ સાહસિકોને લોન, નેશનલ રૂરલ લાઇવલીહૂડ મિશન હેઠળ સખી મંડળો માટે લોન સહાય, મહિલા આર્થિક વિકાસ નિગમની સ્થાપના, મિશન મંગલમ યોજનાનું અમલીકરણ, મહિલા રોજગાર મેળાઓનું આયોજન, ગરીબ કલ્યાણ મેળા જેવા મહિલાઓના હિતને ધ્યાને લઈ અમલી બનાવાયેલી યોજનાઓના પરિણામે ગુજરાતની મહિલાઓ રોજગારી-સ્વરોજગારી મેળવી આર્થિક રીતે પગભર…
Read Moreઆણંદમાં હત્યા કરાયેલ ગૌ-વંશ કોથળામાં રાખી રાજપથ પર ફેકાતાં ઉગ્ર આક્રોશ
હિન્દ ન્યુઝ, આણંદ અસામાજિક તત્વોએ શહેરની શાંતિ ડહોળવાનો ગણતરીના દિવસોમાં જ સતત બીજી વખત પ્રયાસ કર્યો આણંદ શહેરમાં શાંતિ ડહોળવાના કરતુત કરનાર અસામાજિક તત્વોને ઝડપવા પોલીસ વામણી પુરવાર થઈ રહી છે આણંદના જાહેર માર્ગ ઉપર મૃત ગૌ વંશની વાછરડું મળી આવતા નગરજનોમાં વ્યાપક રોષ વ્યાપ્યો છે. આ અગાઉ એક માસ પૂર્વે પણ નગરમાં ત્રણ જગ્યાએ પશુની હત્યા બાદ કપાયેલ મસ્તક સહિત શરીરના ટુકડા મળી આવ્યા હતા. કેટલાક ચોકકસ અસામાજીક તત્વો નગરની શાંતિને ડહોળવાનો ઇરાદાપૂર્વક પ્રયાસ થઈ રહ્યા હોવાના આક્ષેપો વધી રહ્યા છે. જીલ્લા પોલીસ આ બાબતે ઝીણવટભરી તપાસ કરે તો…
Read More