ભાવનગર ખાતે આયોજિત મલ્ટીમીડિયા પ્રદર્શન એટલે માહિતી, માર્ગદર્શન અને જાગૃતતા સંદેશનો ત્રિવેણી સંગમ

હિન્દ ન્યુઝ, ભાવનગર        કેન્દ્રીય સંચાર બ્યુરો જુનાગઢ અને મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટીના સંયુક્ત ઉપક્રમે ભાવનગરના અટલ ઓડિટોરિયમ ખાતે આયોજિત મલ્ટીમીડિયા પ્રદર્શન ભાવનગરના યુવા વર્ગને આકર્ષી રહ્યું છે. બહોળી સંખ્યામાં ભાવનગરના નગરજનો સહિત યુવાવર્ગ આ પ્રદર્શનની મુલાકાત લઈ સરકારની વિભિન્ન યોજનાઓ સહિત અભિયાનો અંગે જાણકારી પ્રાપ્ત કરી રહ્યા છે. પ્રદર્શનમાં સામેલ ફિટ ઇન્ડિયા ક્વિઝ, વર્ચ્યુઅલ રિયાલિટી, સેલ્ફી કોર્નર, ફોટો પોઇન્ટ સૌના આકર્ષણનું કેન્દ્ર બની રહ્યા છે.  પ્રદર્શન અને તેના મુલાકાતીઓ વિશે જાણકારી આપતા કેન્દ્રીય સંચાર બ્યુરો જુનાગઢના અધિકારી દેવેન્દ્ર ત્રિવેદીએ જણાવ્યું હતું કે 22 ઓગસ્ટ થી શરૂ થયેલ…

Read More

ખેડૂતો આંબા અને જામફળ પાકમાં સહાય માટેની ઓનલાઇન અરજીઓ આઈ-ખેડૂત પોર્ટલ મારફતે કરી શકશે

હિન્દ ન્યુઝ, ભાવનગર       વર્ષ ૨૦૨૩-૨૪ માટે ભાવનગર જિલ્લાના બાગાયતદારો માટે બાગાયત ખાતાની નવી સહાય યોજના “ફળપાક ઉત્પાદકતા વધારવાના કાર્યક્રમ અંતર્ગત ચાલુ વર્ષે ખેડૂતો આંબા અને જામફળ પાકમાં ઘનિષ્ઠ ખેતી પદ્ધતિ અપનાવે તેમજ કેળમાં ટીસ્યુકલ્ચર ટેકનોલોજી આપનાવે તેવા ઉદેશ સાથે ખેડૂતોને આંબા પાકમાં કલમ દીઠ રૂ, ૧૦૦ અથવા થયેલ ખર્ચ પૈકી જે ઓછુ હોય તે ધ્યાને લઇ રૂ,૪૦,૦૦૦ પ્રતિ હેકટરની સહાય મળવાપાત્ર થશે જેમાં પ્રતિ હેક્ટર ઓછામાં ઓછી ૪૦૦ કલમ લગાવવાની રહેશે તેમજ જામફળના પાકમાં કલમરોપા દીઠ રૂ. ૮૦ અથવા થયેલ ખર્ચ પૈકી જે ઓછુ હોય તે ધ્યાને…

Read More

ડેપ્યુટી ડી.ડી.ઓ. નિવૃત થયા બાદ પ્રાકૃતિક ખેતી કરી પર્યાવરણ સંરક્ષણ સાથે મેળવે છે લાખોની આવક

હિન્દ ન્યુઝ, ભાવનગર      સામાન્ય રીતે સરકારી નોકરી કરતાં કર્મચારીઓ એવું વિચારતા હોઈ છે કે નિવૃતિ બાદ પેન્શન સાથે આરામથી જીવન ગાળવું પરંતુ ભાવનગરના શિહોર તાલુકાના રઘુભા ગોહિલ કે જેઓ ડેપ્યુટી ડી.ડી.ઓ. વર્ગ-૧ ની પોસ્ટમાં વર્ષ ૨૦૧૮ માં નિવૃત થયા બાદ તેઓએ પ્રાકૃતિક કૃષિ કરવા અંગેનો નિર્ણય કર્યો અને આજે પ્રાકૃતિક ખેતી થકી વર્ષે વિઘા દીઠ લાખ રૂપિયાની આસપાસ આવક મેળવતા થયા છે. વાત છે….. શિહોર તાલુકાના કનાડ ગામમાં પ્રાકૃતિક ફાર્મ બનાવીને પ્રાકૃતિક ખેતી કરતાં રઘુભા સબળસિંહ ગોહિલની કે જેમને સરકારી સેવામાંથી નિવૃત થયા બાદ વારસાગત જમીનમાં પ્રાકૃતિક ખેતી…

Read More

શિહોરના કનાડ ગામે ખેડૂતો સાથે પ્રાકૃતિક ખેતી અંગે જિલ્લા કલેકટર આર.કે. મહેતા એ પરિસંવાદ યોજ્યો

હિન્દ ન્યુઝ, ભાવનગર      શિહોરના કનાડ ગામે ખેડૂતો સાથે પ્રાકૃતિક ખેતી અંગે જિલ્લા કલેકટર આર.કે. મહેતા એ પ્રાકૃતિક ખેતી કરતાં ખેડૂતના ફાર્મની મુલાકાત લઈને પરિસંવાદ યોજ્યો હતો. જિલ્લા કલેકટર આર.કે. મહેતા એ કનાડ ગામે રહેતા રઘુભા ગોહિલના ફાર્મની મુલાકાત લીધી હતી અને પ્રાકૃતિક ખેતી અંગે તેમની સફળતા માટેની અથાગ મહેનતને બિરદાવી હતી. આ તકે ઉપસ્થિત આસપાસના ગામના ખેડૂતોને પ્રાકૃતિક ખેતી અંગે સમજ આપી હતી અને જરૂરી માર્ગદર્શન પૂરું પડ્યું હતું. આ ઉપરાંત ઉપસ્થિત ખેડૂતોને ફાર્મની મુલાકાત લઈને પ્રાકૃતિક ખેતી કરવા અંગે પ્રોત્સાહિત કર્યા હતા. આ તકે શિહોર મામલતદાર જોગસિંહ…

Read More

જિલ્લા કલેકટર આર. કે. મહેતાની અધ્યક્ષતામાં શિહોર તાલુકા સ્વાગત કાર્યક્રમ યોજાયો 

હિન્દ ન્યુઝ, ભાવનગર       લોકપ્રશ્નોના ઝડપી નિરાકરણ એટલે સ્વાગત કાર્યક્રમ. સ્વાગત કાર્યક્રમને રાજ્ય સરકાર દ્વારા ‘સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ’નું આયોજન દર મહીને સતત કરવામાં આવી રહ્યું આવ્યું છે.  જે અંતર્ગત આજરોજ જિલ્લા કલેકટર આર. કે. મહેતાના અધ્યક્ષસ્થાને શિહોર તાલુકા સ્વાગત કાર્યક્રમ મામલતદાર કચેરી, શિહોર ખાતે યોજાયો હતો.   આ સ્વાગત કાર્યક્રમમાં કુલ ૧૧ અરજીઓ આવી હતી. જે પૈકી ઉપસ્થિત ફરિયાદીઓને જિલ્લા કલેકટર આર. કે. મહેતાએ સાંભળીને અરજીઓનો સ્થળ પર નિકાલ કરવામાં આવ્યો હતો. બાકીની અરજીઓનો ચોકકસ સમયમર્યાદામાં નિકાલ કરવામાં માટે કલેકટરશ્રીએ સબંધિત અધિકારીઓને સૂચના આપી હતી.   આ પ્રસંગે પ્રાંત અધિકારી…

Read More