હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ આઝાદી કા અમૃત મહોત્સવ અભિયાન અંતર્ગત તા. ૧૩ થી ૧૫ ઓગસ્ટ, ૨૦૨૩ દરમિયાન હર ઘર તિરંગા કાર્યક્રમ યોજાઈ રહ્યો છે. જે અંતર્ગત આજ રોજ ગીર સોમનાથ જિલ્લાનાં વેરાવળ ખાતે હર ઘર તિરંગા રેલી યોજાઇ હતી. જેમાં પોલીસ, વિવિધ વિભાગના અધિકારીઓ, કર્મચારીઓ, છાત્રો સહિતના બહોળી સંખ્યામાં જોડાયા હતા. આ રેલી વેરાવળ ટાવર ચોક ખાતેથી સરકારી બોયઝ સ્કુલ સુધી યોજાઈ હતી. જેમા મહાનુભાવો, પોલીસ, છાત્રો, શહેરીજનો ક્રમ અનુસાર સામેલ થયા હતા.અને તેમા મારી માટી, મારો દેશ, હર ઘર તિરંગા, અભિયાનનો સંદેશ આપી લોકોજાગૃતિનો સુંદર પ્રયાસ…
Read More