શ્રાવણ શુક્લ દશમી પર સોમનાથ મહાદેવને ગંગા અવતરણ દર્શન શ્રૃંગાર કરવામાં આવ્યો

હિન્દ ન્યુઝ, સોમનાથ  શ્રાવણ માસના દસમા દિવસે સોમનાથ મહાદેવને શ્રી ગંગા દર્શન શણગાર કરવામાં આવ્યો હતો. માતા ગંગા શિવજીની જટામાં સમાઈને ભાગીરથી બન્યા હતા. તે વૃતાંતને દર્શનમાં સુંદર રીતે આલેખવામાં આવ્યો હતો. રાજા સગરના વંશજ ભગીરથ તેમના 60 હજાર પૂર્વજોને મોક્ષ મળે તે માટે માતા ગંગાને સ્વર્ગમાંથી પૃથ્વી પર લાવવા માંગતા હતા. તેમણે કઠોર તપસ્યા કરીને બ્રહ્માજીને પ્રસન્ન કરીને ગંગાને ધરતી પર લઈ જવાનું વરદાન મેળવ્યું. પરંતુ સમસ્યા એ હતી કે પૃથ્વી ગંગાની ગતિ અને વેગ સહન કરી શકે તેમ ન હતી. પછી બ્રહ્માજીના સૂચન પર, ભગીરથે કઠોર તપ કરીને…

Read More

મૂળ લાભાર્થીના સ્થાને અન્ય વ્યક્તિ રહેતા હોવાનું માલુમ પડ્યે પાંચ આવાસ સીલ

હિન્દ ન્યુઝ, રાજકોટ     રાજકોટ મહાનગરપાલિકા દ્વારા મુખ્યમંત્રી આવાસ યોજના અંતર્ગત અલગ અલગ સ્થળો પર આવાસો બનાવવામાં આવેલ છે. જે અન્વયે લાલબહાદુર શાસ્ત્રી ટાઉનશીપ – પોપટપરા, મારૂતિના સર્વિસ સ્ટેશન પાછળ, વીર સાવરકર ટાઉનશીપ – પોપટપરા, પેટ્રોલ પંપ પાસે, ભગીની નિવેદીતા ટાઉનશીપ – પોપટપરા, રોણકી ગામના પાટીપા પાસે, શહિદ ઉધમસિંહ ટાઉનશીપ – કુવાડવા રોડ, ડી માર્ટ પાસે મૂળ લાભાર્થીના સ્થાને અન્ય વ્યક્તિઓ રહેતા હોવાનું માલુમ પડેલ હોય નોટીસ આપવામાં આવેલ. જે અન્વયે તા.૨૪/૦૮/૨૦૨૩ અને તા.૨૫/૦૮/૨૦૨૩ ના રોજ કુલ ૦૫ (પાંચ) આવાસો આવાસ યોજના વિભાગ દ્વારા સીલ કરવામાં આવેલ છે.

Read More

સોમનાથ મહાદેવની નીશ્રામાં ચાલી રહેલી શિવ મહાપુરાણ કથામાં આજે શિવ વિવાહ પ્રસંગ ની ઉજવણી

હિન્દ ન્યુઝ, સોમનાથ       સોમનાથ મહાદેવના સાનિધ્યે ચાલી રહેલ શિવ મહાપુરાણ કથામાં વક્તા પ્રજ્ઞાચક્ષુ ડો.કૃણાલભાઈ જોષી ના વ્યાસાસને ચાલી રહી છે, કથા પ્રસંગમાં આજે શિવ વિવાહનું આયોજન કરવામાં આવેલ. સોમનાથ સંસ્કૃત પાઠશાળાના ઋષીકુમારો અને ભક્તો દ્વારા ઢોલનગારા અને મંત્રોચ્ચાર સાથે મહાદેવની જાન અહલ્યાબાઇ મંદિર ખાતે થી નિકળેલ હતી, શ્રાવણ માસે ભગવાન શિવ નગરચર્યા નિકળેલા હોય એવો ભાવનાત્મક માહોલ પ્રભાસના માર્ગમાં સર્જાયો હતો. શિવવિવાહની પૂજા વિધિ જનરલ મેનેજર વિજયસિંહ ચાવડા દ્વારા યજમાન પદે કરવામાં આવેલ, જેમાં ઉપસ્થીત ભક્તોએ કથાશ્રવણનો લાભ લીધો હતો.

Read More

Indian Smart Cities Award Competition (ISAC2022)માં રાજકોટ મહાનગરપાલિકાને વોટર કેટેગરી (વોટર બોડી રીસ્ટોરેશન, રેઇન વોટર હાર્વેસ્ટિંગ તેમજ ટેકનોલોજી થી સજ્જ આધુનિકરણ)માં સમગ્ર ભારતમાં ત્રીજો ક્રમ પ્રાપ્ત થયો

હિન્દ ન્યુઝ, રાજકોટ      ભારત સરકારના શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ દ્વારા ઇન્ડિયન સ્માર્ટ સિટી એવોર્ડ કોમ્પીટીશન 2022 અંતર્ગત રાજકોટ મહાનગરપાલિકાને વોટર કેટેગરી (વોટર બોડી રીસ્ટોરેશન, રેઇન વોટર હાર્વેસ્ટિંગ તેમજ ટેકનોલોજી થી સજ્જ આધુનિકરણ)માં સમગ્ર ભારતમાં ત્રીજો ક્રમ પ્રાપ્ત થયો છે. આ એવોર્ડ સ્માર્ટ સિટી એરિયામાં ડેવલપ કરવામાં આવેલ “અટલ સરોવર” પ્રોજેક્ટ માટે મળેલ છે. આગામી માસ તારીખ 27-28 સપ્ટેમ્બર 2023ના રોજ ઈન્દોર ખાતે યોજાનાર સમારોહમાં ભારતના માનનીય રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રોપદી મુરમુના વરદ હસ્તે એવોર્ડ સુપરત થનાર છે, તેમ માન. મેયર ડૉ. પ્રદિપ ડવ, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન…

Read More

વીરનગર ગામની નાલંદા શૈક્ષણિક સંકુલની અંદર કાયદાકીય કાનૂની સેમીનારનું આયોજન કરવામાં આવેલ

હિન્દ ન્યુઝ, જસદણ      જસદણ તાલુકાના વીરનગર ગામની નાલંદા શૈક્ષણિક સંકુલની અંદર કાયદાકિય – કાનુની સેમિનારનું આયોજન કરવામાં આવેલ. જેમાં જસદણ ન્યાયાલયના તાલુકા લીગલ સેવા સમિતિના અધ્યક્ષ – પ્રિન્સિપાલશ્રી સિનિયર સિવિલ જજ અને એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ કે.એન.દવે, સિવિલ જજ એન્ડ ચીફ જ્યુડી.મેજિસ્ટ્રેટ ફર્સ્ટ ક્લાસ વી. એ. ઠકકર, રજીસ્ટ્રાર એમ.બી. પંડ્યા તેમજ સેક્રેટરી જે.એન.સોયા ના માર્ગદર્શન નીચે જસદણ ન્યાયાલયના લીગલ વિભાગના પેનલ એડવોકેટ અને રાજકોટ જિલ્લા ટ્રાફિક એજ્યુકેશન ટ્રસ્ટના લીગલ એડવાઈઝર પ્રકાશ પ્રજાપતી દ્વારા વિદ્યાર્થીઓને કાનૂની માહિતી અને માર્ગદર્શન તેમજ ટ્રાફિકના કાયદાઓ વિશે માહિતી આપેલ. આ ઉપરાંત ટ્રાફિક બ્રિગેડિયર…

Read More

શિવરાજપુર ગામે સ્લેબ ટ્રેડ નુ લોકાર્પણ કરવામાં આવ્યું

હિન્દ ન્યુઝ, જસદણ      જસદણ તાલુકાના ગાયત્રી સોસાયટી મંદિર વાળા રોડ ઉપર સ્લેબ ટ્રેડ નું લોકાર્પણ ઉદ્ઘાટન કરવામાં આવેલ. આ પ્રસંગે ગુજરાત સરકારના કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળીયા, ગુજરાત પ્રદેશ ભાજપના ઉપાધ્યક્ષ ભરતભાઈ બોઘરા, જિલ્લા પંચાયતના અધ્યક્ષ ભુપતભાઈ બોદર, જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ પ્રતિનિધિ નાથાભાઈ વાસાણી, રાજકોટ જિલ્લા ભારતીય જનતા પાર્ટીના મહામંત્રી હરેશભાઈ, રાજકોટ જિલ્લા મહિલા મોરચાના અધ્યક્ષ સોનલબેન વસાણી, જસદણ તાલુકા તેમજ શહેરના પ્રમુખ ભાવેશભાઈ વેકરીયા, અનિલભાઈ મકાણી, નગરપાલિકાના પૂર્વ ચેરમેન પંકજભાઈ ચાંવ સહિત અનેક મહાનુભાવો ઉપસ્થિત રહેલ. શિવરાજપુર ગામ વતી રાજુભાઈ ચાવડા તેમજ યુવા ટીમ દ્વારા તમામ આગેવાનોના સન્માન…

Read More