વીરનગર ગામની નાલંદા શૈક્ષણિક સંકુલની અંદર કાયદાકીય કાનૂની સેમીનારનું આયોજન કરવામાં આવેલ

હિન્દ ન્યુઝ, જસદણ

     જસદણ તાલુકાના વીરનગર ગામની નાલંદા શૈક્ષણિક સંકુલની અંદર કાયદાકિય – કાનુની સેમિનારનું આયોજન કરવામાં આવેલ. જેમાં જસદણ ન્યાયાલયના તાલુકા લીગલ સેવા સમિતિના અધ્યક્ષ – પ્રિન્સિપાલશ્રી સિનિયર સિવિલ જજ અને એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ કે.એન.દવે, સિવિલ જજ એન્ડ ચીફ જ્યુડી.મેજિસ્ટ્રેટ ફર્સ્ટ ક્લાસ વી. એ. ઠકકર, રજીસ્ટ્રાર એમ.બી. પંડ્યા તેમજ સેક્રેટરી જે.એન.સોયા ના માર્ગદર્શન નીચે જસદણ ન્યાયાલયના લીગલ વિભાગના પેનલ એડવોકેટ અને રાજકોટ જિલ્લા ટ્રાફિક એજ્યુકેશન ટ્રસ્ટના લીગલ એડવાઈઝર પ્રકાશ પ્રજાપતી દ્વારા વિદ્યાર્થીઓને કાનૂની માહિતી અને માર્ગદર્શન તેમજ ટ્રાફિકના કાયદાઓ વિશે માહિતી આપેલ.

આ ઉપરાંત ટ્રાફિક બ્રિગેડિયર જવાન એમ.વી.મેર અને ડી.એન.મેર દ્વારા વાહન ચલાવતી વખતે કેટલી બાબતની કાળજી રાખવી જોઈએ તેની માહિતી અને માર્ગદર્શન આપવામાં આવેલ. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે જસદણ પોલીસ સ્ટેશનના એ.એસ.આઇ રમેશભાઈ બોદર, રાજકોટ જિલ્લા ટ્રાફિક એજ્યુકેશન ટ્રસ્ટના ઉપપ્રમુખ જયેશભાઈ ઉપાધ્યાય અને નાલંદા સ્કૂલના પ્રિન્સિપાલ તેમજ તમામ કર્મચારીગણ તેમજ સંસ્થાના સંચાલક ભાવેશભાઈ વેકરીયા નાઓએ ભારે જહેમત ઉઠાવેલ. આ તકે સેમિનારમાં સહયોગ આપવા બદલ તમામ વિદ્યાર્થીગણ, વાલીગણ, સંસ્થાના કર્મચારીગણ અને અધિકારી – પદાધિકારીનો જસદણના એડવોકેટ પ્રકાશ પ્રજાપતીએ આભાર વ્યક્ત કરેલ.

રિપોર્ટર : વિજય ચાંવ, જસદણ

Related posts

Leave a Comment