શિવરાજપુર ગામે સ્લેબ ટ્રેડ નુ લોકાર્પણ કરવામાં આવ્યું

હિન્દ ન્યુઝ, જસદણ

     જસદણ તાલુકાના ગાયત્રી સોસાયટી મંદિર વાળા રોડ ઉપર સ્લેબ ટ્રેડ નું લોકાર્પણ ઉદ્ઘાટન કરવામાં આવેલ. આ પ્રસંગે ગુજરાત સરકારના કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળીયા, ગુજરાત પ્રદેશ ભાજપના ઉપાધ્યક્ષ ભરતભાઈ બોઘરા, જિલ્લા પંચાયતના અધ્યક્ષ ભુપતભાઈ બોદર, જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ પ્રતિનિધિ નાથાભાઈ વાસાણી, રાજકોટ જિલ્લા ભારતીય જનતા પાર્ટીના મહામંત્રી હરેશભાઈ, રાજકોટ જિલ્લા મહિલા મોરચાના અધ્યક્ષ સોનલબેન વસાણી, જસદણ તાલુકા તેમજ શહેરના પ્રમુખ ભાવેશભાઈ વેકરીયા, અનિલભાઈ મકાણી, નગરપાલિકાના પૂર્વ ચેરમેન પંકજભાઈ ચાંવ સહિત અનેક મહાનુભાવો ઉપસ્થિત રહેલ. શિવરાજપુર ગામ વતી રાજુભાઈ ચાવડા તેમજ યુવા ટીમ દ્વારા તમામ આગેવાનોના સન્માન કરવામાં આવેલ.

રિપોર્ટર : વિજય ચાંવ, જસદણ

Related posts

Leave a Comment