હિન્દ ન્યુઝ, રાજકોટ
રાજકોટ મહાનગરપાલિકા દ્વારા મુખ્યમંત્રી આવાસ યોજના અંતર્ગત અલગ અલગ સ્થળો પર આવાસો બનાવવામાં આવેલ છે. જે અન્વયે લાલબહાદુર શાસ્ત્રી ટાઉનશીપ – પોપટપરા, મારૂતિના સર્વિસ સ્ટેશન પાછળ, વીર સાવરકર ટાઉનશીપ – પોપટપરા, પેટ્રોલ પંપ પાસે, ભગીની નિવેદીતા ટાઉનશીપ – પોપટપરા, રોણકી ગામના પાટીપા પાસે, શહિદ ઉધમસિંહ ટાઉનશીપ – કુવાડવા રોડ, ડી માર્ટ પાસે મૂળ લાભાર્થીના સ્થાને અન્ય વ્યક્તિઓ રહેતા હોવાનું માલુમ પડેલ હોય નોટીસ આપવામાં આવેલ. જે અન્વયે તા.૨૪/૦૮/૨૦૨૩ અને તા.૨૫/૦૮/૨૦૨૩ ના રોજ કુલ ૦૫ (પાંચ) આવાસો આવાસ યોજના વિભાગ દ્વારા સીલ કરવામાં આવેલ છે.



