હિન્દ ન્યુઝ, સોમનાથ
સોમનાથ મહાદેવના સાનિધ્યે ચાલી રહેલ શિવ મહાપુરાણ કથામાં વક્તા પ્રજ્ઞાચક્ષુ ડો.કૃણાલભાઈ જોષી ના વ્યાસાસને ચાલી રહી છે, કથા પ્રસંગમાં આજે શિવ વિવાહનું આયોજન કરવામાં આવેલ. સોમનાથ સંસ્કૃત પાઠશાળાના ઋષીકુમારો અને ભક્તો દ્વારા ઢોલનગારા અને મંત્રોચ્ચાર સાથે મહાદેવની જાન અહલ્યાબાઇ મંદિર ખાતે થી નિકળેલ હતી, શ્રાવણ માસે ભગવાન શિવ નગરચર્યા નિકળેલા હોય એવો ભાવનાત્મક માહોલ પ્રભાસના માર્ગમાં સર્જાયો હતો. શિવવિવાહની પૂજા વિધિ જનરલ મેનેજર વિજયસિંહ ચાવડા દ્વારા યજમાન પદે કરવામાં આવેલ, જેમાં ઉપસ્થીત ભક્તોએ કથાશ્રવણનો લાભ લીધો હતો.


