ભાવનગરનું દિવ્યાંગ દંપત્તિ બીજી વખત આંતરરાષ્ટ્રીય પેરા ટેબલ ટેનિસ સ્પર્ધામાં ભાગ લેશે

હિન્દ ન્યુઝ, ભાવનગર       ભાવનગરનું દિવ્યાંગ દંપત્તિ બીજી વખત આંતરરાષ્ટ્રીય પેરા ટેબલ ટેનિસ સ્પર્ધામાં ભાગ લેશે. આ આંતરરાષ્ટ્રીય પેરા ટેબલ ટેનિસ સ્પર્ધા થાઈલેન્ડ ખાતે રમવાની છે ત્યારે ૨૨ ઓગસ્ટના તેઓ રમવા માટે રવાના થશે.  ઇન્ટરનેશનલ પેરા ટેબલ ટેનિસ ચેમ્પિયનશિપ ૨૦૨૩ થાઈલેન્ડ રમવા માટે અલ્પેશ સુતરીયા અને શ્રીમતિ સંગીતાબેન સુતરીયાની પસંદગી થયેલ છે જેઓ ૨૨ ઓગસ્ટના રોજ થાઈલેન્ડ પટાયા ટેબલ ટેનિસ રમવા માટે જઈ રહ્યા છે તેઓ આ વર્ષની બીજી ઇન્ટરનેશનલ ટુર્નામેન્ટ માટે સિલેક્ટ થયેલ છે તેઓ અગાઉ ફેબ્રુઆરી ૨૦૨૩ માં ઇજિપ્તના ગીજા ખાતે સિલ્વર મેડલ મેળવી અને દેશનું નામ…

Read More

ભાવનગર, ગારીયાધાર, ઉમરાળા, મહુવા, શિહોર અને પાલિતાણાનો તાલુકા કક્ષાનો “મારી માટી મારો દેશ” કાર્યક્રમ યોજાયો

“મારી માટી મારો દેશ”  હિન્દ ન્યુઝ, ભાવનગર        ‘આઝાદી કા અમૃત મહોત્સવ’ ની ઉજવણી અંતર્ગત ભાવનગર જિલ્લાના તાલુકાઓમાં તા. ૯ મી ઓગષ્ટથી ”મારી માટી- મારો દેશ, માટીને નમન, વીરોને વંદન” કાર્યક્રમો યોજાઇ રહ્યાં છે. આ અભિયાનની ઉજવણી સંદર્ભે વિવિધ પ્રવૃતિઓ થઈ રહી છે.   જે અંતર્ગત ‘મારી માટી, મારો દેશ’ અનુસંધાને ભાવનગર જિલ્લામાં તાલુકા કક્ષાના આયોજન કરવામાં આવ્યું હતું. ભાવનગર તાલુકાનો કાર્યક્રમ ભાવનગર તાલુકા પંચાયત ખાતે યોજવામાં આવ્યો હતો. જેમાં પ્રાંત અધિકારી, તાલુકા પ્રમુખ સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમ દરમ્યાન વૃક્ષારોપણ, બાળકોને પ્રોત્સાહન તેમજ તલાટી કમ મંત્રી દ્વારા…

Read More

ભાવનગર જિલ્લાનાં વિવિધ ક્ષેત્રે શ્રેષ્ઠ પ્રદાન કરનારાં અધિકારીઓ, કર્મચારીઓ, શ્રેષ્ઠીઓ અને સંસ્થાઓનું મંત્રી પ્રફુલભાઇ પાનશેરીયા દ્વારા સન્માન કરાયું

હિન્દ ન્યુઝ, ભાવનગર  ૭૭માં સ્વાતંત્ર પર્વની જિલ્લાકક્ષાની ઉજવણીની અંતર્ગત ભાવનગરનાં ગારીયાધારમાં યોજાયેલા કાર્યક્રમ દરમિયાન વિવિધ ક્ષેત્રોએ સરાહનીય કામગીરી કરનારાં ભાવનગર જિલ્લાનાં અધિકારીઓ, કર્મચારીઓ, શ્રેષ્ઠીઓ અને સંસ્થાઓનું મંત્રી પ્રફુલભાઇ પાનશેરીયા દ્વારા સન્માન કરાયું હતુ. જેમાં મોડેલ સ્કુલ માનવડ તા.પાલિતાણાને જિલ્લાની શ્રેષ્ઠ શાળા ૨૦૨૨-૨૩ તરીકેનો એવોર્ડ, મયુરસિંહ ગોહિલ (૧૦૮ પાઈલોટ), વનરાજ બારૈયા (૧૦૮ EMT), મેહુલ રાઠોડ (૧૦૮ કેપ્ટન), નિતેશ ધામેલીયા (આરોગ્ય સંજીવની ઇમરજન્સી કેર પેરામેડિક), અશોકકુમાર તાવિયાડ (આરોગ્ય સંજીવની લેબ ટેક્નિશિયન), મયુરસિંહ ગોહિલ (એનિમલ ઇમરજન્સી સેવા), રાજપાલસિંહ ચુડાસમા (આરોગ્ય સંજીવની એમ્બ્યુલન્સ), ડો.જે.પી.દેસાઇ (પશુ ચિકિત્સક), જી.ડી.ચૌહાણ (વનપાલ), કું. પાયલબેન બારૈયા (વનરક્ષક), કે.યુ.ખાંભલ (વનપાલ),…

Read More

જસદણ ઘેલા સોમનાથ ખાતે શ્રાવણી મેળાનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું

હિન્દ ન્યુઝ, જસદણ      સૌરાષ્ટ્રના સુપ્રસિદ્ધ ઘેલા સોમનાથ મહાદેવ મંદિર ખાતે શ્રાવણ મહિનાના પ્રથમ દિવસે દર વખતની જેમ આ વર્ષે પણ લોકમેળાનું ઉદ્ઘાટન કરવામાં આવેલ. જેમાં ગુજરાત સરકારના કેબિનેટ મંત્રી મુળુભાઈ બેરા, જસદણ ધારાસભ્ય તેમજ ગુજરાત સરકારના કેબિનેટ મંત્રી કુવરજીભાઈ બાવળીયા તેમજ પ્રદેશ ભાજપના ઉપાધ્યક્ષ ભરતભાઈ બોઘરા, રાજકોટ જિલ્લા વહીવટી અધિકારી કલેકટર, ડીડીઓ તેમજ એસ.પી. સહિત રાજકીય મહાનુભવો પદ અધિકારીઓ ખાસ ઉપસ્થિત રહેલ તે પ્રસંગે ઘેલા સોમનાથ મંદિર ટ્રસ્ટ દ્વારા મંદિરના પ્રસાદી રૂપે ઘેલા સોમનાથ મંદિરના પ્રિન્ટ વાળા ઘમસા ઓઢાડી સન્માન કરવામાં આવેલ.   રિપોર્ટર : વિજય ચાંવ, જસદણ

Read More