ભાવનગર જિલ્લાનાં વિવિધ ક્ષેત્રે શ્રેષ્ઠ પ્રદાન કરનારાં અધિકારીઓ, કર્મચારીઓ, શ્રેષ્ઠીઓ અને સંસ્થાઓનું મંત્રી પ્રફુલભાઇ પાનશેરીયા દ્વારા સન્માન કરાયું

હિન્દ ન્યુઝ, ભાવનગર 

૭૭માં સ્વાતંત્ર પર્વની જિલ્લાકક્ષાની ઉજવણીની અંતર્ગત ભાવનગરનાં ગારીયાધારમાં યોજાયેલા કાર્યક્રમ દરમિયાન વિવિધ ક્ષેત્રોએ સરાહનીય કામગીરી કરનારાં ભાવનગર જિલ્લાનાં અધિકારીઓ, કર્મચારીઓ, શ્રેષ્ઠીઓ અને સંસ્થાઓનું મંત્રી પ્રફુલભાઇ પાનશેરીયા દ્વારા સન્માન કરાયું હતુ.

જેમાં મોડેલ સ્કુલ માનવડ તા.પાલિતાણાને જિલ્લાની શ્રેષ્ઠ શાળા ૨૦૨૨-૨૩ તરીકેનો એવોર્ડ, મયુરસિંહ ગોહિલ (૧૦૮ પાઈલોટ), વનરાજ બારૈયા (૧૦૮ EMT), મેહુલ રાઠોડ (૧૦૮ કેપ્ટન), નિતેશ ધામેલીયા (આરોગ્ય સંજીવની ઇમરજન્સી કેર પેરામેડિક), અશોકકુમાર તાવિયાડ (આરોગ્ય સંજીવની લેબ ટેક્નિશિયન), મયુરસિંહ ગોહિલ (એનિમલ ઇમરજન્સી સેવા), રાજપાલસિંહ ચુડાસમા (આરોગ્ય સંજીવની એમ્બ્યુલન્સ), ડો.જે.પી.દેસાઇ (પશુ ચિકિત્સક), જી.ડી.ચૌહાણ (વનપાલ), કું. પાયલબેન બારૈયા (વનરક્ષક), કે.યુ.ખાંભલ (વનપાલ), શ્રી કે.ડી.પનાળીયા (વનરક્ષક), જીગ્નેશભાઇ પટેલ (યોગ કો-ઓર્ડિનેટર), હેતલ પટેલ (યોગ કોચ), જયશ્રી માલવીયા (યોગ ટ્રેનર), આયુષ્યમાન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના અંતર્ગત સુપ્ર્રિટેન્ડન્ટ-એસ.ડી.એચ.મહુવા, સર.ટી.હોસ્પિટલ-ભાવનગર અને એચ.સી.જી. હોસ્પિટલ-ભાવનગર ને શ્રેષ્ઠ કામગીરી બદલ, ઘોઘા તાલુકા પી.એચ.સીનાં ડો.સુફિયાન લાખાણી, PC&PNDT ના અમલીકરણ અંગેની કામગીરીમાં મીતાબેન રાઠોડ, શિક્ષક વિરલભાઇ વ્યાસ અને ભાવનગર તાલુકા પંચાયત વિસ્તરણ અધિકારી કે.એચ.ભટ્ટનું સન્માન કરવામાં આવ્યું હતું.

Related posts

Leave a Comment