સોમનાથ મંદિર ખાતે 77 મા સ્વતંત્રતા પર્વની ઉજવણી કરવામાં આવી

હિન્દ ન્યુઝ, સોમનાથ શ્રી સોમનાથ મંદિર કરોડો શ્રધ્ધાળુઓની આસ્થાનું કેન્દ્ર છે, આઝાદી ની ચળવળ સાથે જ આ મંદિર નિર્માણ કાર્ય પ્રારંભ થયેલ,ત્યારે આજરોજ 77 મા સ્વતંત્રતા પર્વ ની ઉજવણી સોમનાથ માં કરવામાં આવેલ, પ્રાતઃ શૃંગાર ત્રિરંગા પુષ્પોની થીમ પ્રમાણે કરવામાં આવેલ, ધ્વજવંદન જનરલ મેનેજર વિજયસિંહ ચાવડા ના વરદ હસ્તે કરવામા આવ્યું હતું, જેમાં સોમનાથ સુરક્ષામા ફરજ બજાવતા સુરક્ષા સ્ટાફ, ટ્રસ્ટના કર્મચારીઓ, તીર્થ પુરોહિતો,સોમનાથ સંસ્કૃત પાઠશાળા ના વિદ્યાર્થીઓ, યાત્રીકો ઉપસ્થિત રહ્યા હતા. ધ્વજ વંદન સાથે ભારત માતાની વંદના, જેમના સંકલ્પ થકી સોમનાથ મંદિરનુ નિર્માણ થયુ તેવા સરદાર વલ્લભભાઇ પટેલ ની પ્રતિમાને…

Read More

હર ઘર તિરંગા” અંતર્ગત આણંદ ખાતે પોલીસ વિભાગ દ્વારા ભવ્ય તિરંગા યાત્રા યોજાઈ

હિન્દ ન્યુઝ, આણંદ આણંદ ખાતે સોમવારે આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત સમગ્ર દેશની સાથે આણંદ જિલ્લામાં પણ ‘‘હર ઘર તિરંગા’’ કાર્યક્રમની હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી રહી છે. હર ઘર ત્રિરંગા કાર્યક્રમના માધ્યમથી લોકોમાં દેશદાઝની ભાવના જાગે તે માટે આણંદ ખાતે ભવ્ય તિરંગા યાત્રા યોજાઈ હતી. ૧૧૧ મીટર લંબાઈના તિરંગા સાથેની આ ભવ્ય તિરંગા યાત્રાને સાંસદ મિતેષભાઇ પટેલ, ધારાસભ્ય યોગેશભાઈ પટેલ, જિલ્લા કલેકટર મિલિંદ બાપના, જિલ્લા પોલીસ અધિક્ષક પ્રવીણ કુમાર, નિવાસી અધિક કલેકટર આર.એસ. દેસાઈ, પ્રાંત અધિકારી વિમલ બારોટ તેમજ અગ્રણી રાજેશભાઈ પટેલ સહિતના મહાનુભાવોએ લીલી ઝંડી આપીને પ્રસ્થાન કરાવ્યું હતું.…

Read More

મહીસાગર જિલ્લા પોલીસ દ્વારા જિલ્લા મથક લુણાવાડા ખાતેથી ભવ્ય તિરંગા પદયાત્રાનું આયોજન

હિન્દ ન્યુઝ, મહીસાગર       આઝાદીના અમૃતકાળમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના આહવાનથી “હર ઘર તિરંગા”નું રાષ્ટ્રવ્યાપી અભિયાન ચાલી રહ્યું છે તે અંતર્ગત ૭૭મા સ્વતંત્રતા પર્વના ઉપલક્ષ્યમાં મહીસાગર જિલ્લા પોલીસ દ્વારા જિલ્લા મથક લુણાવાડા ખાતેથી ભવ્ય તિરંગા પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું. અખંડ ભારતની એકતાના યશગાન ગાતી આ “તિરંગા પદયાત્રા”માં શિક્ષણમંત્રી કુબેરભાઈ ડીંડોર,સાંસદ રતનસિંહ રાઠોડ, જિલ્લા પંચાયત પ્રમુખ રમીલાબેન ડામોર,બાલાસિનોર ધારાસભ્ય માનસિંહ ચૌહાણ, અગ્રણી કો દશરથભાઈ બારીયા, કલેકટર ભાવિન પંડયા, ડીડીઓ ચંદ્રકાંત પટેલ, એસપી જયદીપસિંહ જાડેજા સહિત અધિકારીઓ પદાધિકારીઓ, નિવૃત્ત જવાનો, સિનિયર સીટીઝન, તબીબો, સ્વયંસેવી સંગઠનો, વિવિધ સમાજના આગેવાનો, એનસીસી, એસપીસી, શાળાના…

Read More