ભૂતપૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીની પુણ્યતિથિ નિમિતે ખેડા જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી

હિન્દ ન્યૂઝ, નડિયાદ 

      આજ રોજ ભૂતપૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીજી ની પુણ્યતિથિ નિમિત્તે નડિયાદ શહેર કોંગ્રેસ તરફથી ફુલહાર રૂપે શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી અને નડિયાદ શહેરના વિવિધસંતરામ મંદિર પાસે તથા અન્ય સ્થળો પર ૩૦૦૦ થી પણ વધારે માસ્ક વહેંચવામાં આવ્યા. જેમાં નડિયાદ શહેર કોંગ્રેસ પ્રમુખ હાર્દિક ભટ્ટ, ખેડા જિલ્લા કોંગ્રેસ સમિતિ માંથી ઉપપ્રમુખ જીતેન્દ્રભાઈ પટેલ આઝાદ, નડિયાદ શહેર મ્યુનિસિપલ કાઉન્સિલર ગોકુલ શાહ, નડિયાદ શહેર ઉપપ્રમુખ ધર્મેશ દેસાઈ, વૈભવસિંહ છાસટીયા, નડિયાદ શહેર મહામંત્રી એસ.કે બારોટ, વિજય ચૌહાણ, મંત્રી જીતુભાઈ રાજ, શૈલેષભાઈ પટેલ, રજનીભાઇ દવે, સંગઠન મંત્રી અંતરીક્ષ મહેતા, મ્રુદુલ ભ્રમભટ્ટ, પ્રકાશભાઈ રાવ, જિલ્લાના લીગલ સેલના ચેરમેન જયેશભાઈ તલાટી અને અબ્દુલ રસિક શેખ તથા અબ્દુલ વારસી નડિયાદ શહેર કોંગ્રેસ લીગલ સેલ ના વાઇસ પ્રેસિડેન્ટ ગિરીશભાઈ સોલંકી અને એડવોકેટ કલ્પેશભાઈ પ્રજાપતિ હાજર રહ્યા હતા.

રિપોર્ટર : પ્રતિક ભટ્ટ, નડિયાદ

Related posts

Leave a Comment