આયુષ હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર અને રાણા સમાજ દ્વારા સુરતમાં સાત દિવસીય યોગ શિબિર યોજાઈ

હિન્દ ન્યુઝ, સુરત

          સુરત રાણા સમાજ, રાણા સમાજ મહિલા ફોરમ, યુવા રાણા સમાજ-સુરતના સંયુક્ત ઉપક્રમે આયુષ હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર દ્વારા સિકોત્રા માતાની વાડી, કોટસફીલ રોડ ખાતે ૮ દિવસીય યોગ શિબિર યોજાઈ હતી. યોગ સાથે આયુર્વેદના પ્રચાર-પ્રસાર વિશે ડો.હેમાલીબેન રાણાએ ઉપયોગી માર્ગદર્શન આપ્યું હતું. માનસિક અને શારીરિક સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃતિ વધે તેમજ વધુને વધુ લોકો યોગાભ્યાસ કરે એવા આ શિબિર દરમિયાન પ્રયાસો કરવામાં આવ્યાં હતા. આ પ્રસંગે ધારાસભ્ય અરવિંદભાઈ રાણા, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના અગ્રણી સુરેશભાઈ માસ્તર, જિલ્લા આયુર્વેદ અધિકારી મિલનભાઈ દસોંદી, સુરત રાણા સમાજના પ્રમુખ નવીનભાઈ જરીવાલા, અખિલ ભારત રાણા સમાજના મહામંત્રી નવીનભાઈ ચપડિયા, રાણા સમાજ- મહિલા ફોરમના પ્રમુખ ચંપાકલીબેન જરીવાલા, યુવા રાણા સમાજ-સુરતના પ્રમુખ અનયભાઈ જરીવાલા, મહામંત્રી વિજયભાઈ જરીવાલા (એડવોકેટ), અન્ન સહાય કન્વીનર ગણેશભાઈ રાણા, ધ્રુવભાઈ દાળવાળા તથા મોટી સંખ્યામાં મહિલાઓએ લીધો હતો.

Related posts

Leave a Comment