હિન્દ ન્યુઝ, આણંદ
111 – ઉમરેઠ વિધાનસભા પેટા ચૂંટણીનું મતદાન આગામી તારીખ 23મી એપ્રિલ, ગુરૂવારના રોજ સવારના 7-00 કલાકથી સાંજના 18-00 કલાક સુધી યોજનાર છે.
આ ચૂંટણીમાં કોઈપણ વ્યક્તિને ચૂંટણી લક્ષી ફરિયાદ કે રજૂઆત કરવી હોય તો જિલ્લા કક્ષાએ ટોલ ફ્રી નંબર 1950 ઉપર અથવા 111 ઉમરેઠ વિધાનસભા પેટા ચૂંટણી માટે ઓડ ખાતે કંટ્રોલરૂમ નંબર 02692 298071 શરૂ કરવામાં આવ્યો છે, તેની ઉપર સંપર્ક કરવા માટે જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર પ્રવીણ ચૌધરી દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.
