સોમનાથ મંદિર ખાતે 77 મા સ્વતંત્રતા પર્વની ઉજવણી કરવામાં આવી

હિન્દ ન્યુઝ, સોમનાથ

શ્રી સોમનાથ મંદિર કરોડો શ્રધ્ધાળુઓની આસ્થાનું કેન્દ્ર છે, આઝાદી ની ચળવળ સાથે જ આ મંદિર નિર્માણ કાર્ય પ્રારંભ થયેલ,ત્યારે આજરોજ 77 મા સ્વતંત્રતા પર્વ ની ઉજવણી સોમનાથ માં કરવામાં આવેલ, પ્રાતઃ શૃંગાર ત્રિરંગા પુષ્પોની થીમ પ્રમાણે કરવામાં આવેલ, ધ્વજવંદન જનરલ મેનેજર વિજયસિંહ ચાવડા ના વરદ હસ્તે કરવામા આવ્યું હતું, જેમાં સોમનાથ સુરક્ષામા ફરજ બજાવતા સુરક્ષા સ્ટાફ, ટ્રસ્ટના કર્મચારીઓ, તીર્થ પુરોહિતો,સોમનાથ સંસ્કૃત પાઠશાળા ના વિદ્યાર્થીઓ, યાત્રીકો ઉપસ્થિત રહ્યા હતા. ધ્વજ વંદન સાથે ભારત માતાની વંદના, જેમના સંકલ્પ થકી સોમનાથ મંદિરનુ નિર્માણ થયુ તેવા સરદાર વલ્લભભાઇ પટેલ ની પ્રતિમાને પુષ્પાંજલી અર્પણ કરવામાં આવી હતી.

જનરલ મેનેજર દ્વારા સ્વતંત્રતા નો સંદેશ આપતા કહેલ કે “ દેશના યશસ્વી વડાપ્રધાન તેમજ શ્રી સોમનાથ ટ્રસ્ટના માન. ચેરમેન નરેન્દ્રભાઇ મોદી સાહેબ દ્વારા જે પ્રકલ્પો શરૂ કરવામાં આવ્યા છે તેનાથી આપણે અનુભવ કરી રહ્યા છીએ કે આપણો દેશ મેક ઇન ઇન્ડિયા, સ્વ્ચ્છતા અભિયાન, જેવી સર્જનાત્મક વિચારધારાથી વિકાસના પથ પર અગ્રેસર થયુ છે. એક ભારત શ્રેષ્ઠ ભારત ના સ્વપનો સાકર થઇ રહ્યા છે. આપણો દેશ ઉતરોતર પ્રગતિ કરે એ શ્રી સોમનાથ મહાદેવને પ્રાર્થના કરીએ”

      આ તકે સોમનાથ સુરક્ષા ઇન્ચાર્જ ડી.વાય.એસ.પી એચ.આર.ગૌસ્વામી સહિત પોલિસ સ્ટાફ, એસ.આર.પી જવાનો તેમજ શ્રી સોમનાથ ટ્રસ્ટ પરિવાર સાથે તેમજ મોટી સંખ્યામા શ્રદ્ધાળુઓ ધ્વજવંદના ના કાર્યક્રમ મા પધારેલા સૌને શ્રી સોમનાથ ટ્રસ્ટ તરફથી ચીક્કી પ્રસાદ વિતરણ કરવામાં આવેલ.  

Related posts

Leave a Comment