ગુજરાત સ્ટેટ જુનિયર જુડો ચેમ્પિયનશીપમાં ભાવનગરના ખેલાડીઓને સિલ્વર મેડલ

હિન્દ ન્યુઝ, ભાવનગર      ગુજરાત સ્ટેટ જુનિયર જુડો ચેમ્પિયનશીપમાં ભાવનગરના બે ખેલાડીઓ દ્વિતીય ક્રમ મેળવતા સિલ્વર મેડલ પ્રાપ્ત કર્યું હતું. બંને ખેલાડીઓ બે વર્ષથી સીદસર સ્પોર્ટસ કોમ્પ્લેક્ષ ખાતે પ્રૅક્ટિસ કરે છે ત્યારે જુનિયર વર્ગની સ્ટેટ જુડો ચેમ્પિયનશીપમાં ઝળક્યા છે.    ગુજરાત સ્ટેટ જુનિયર જુડો ચેમ્પિયનશીપ-૨૦૨૩-૨૪ સ્પર્ધાનું આયોજન તા.૦૪/૦૮/૨૦૨૩ અને તા.૦૫/૦૮/૨૦૨૩ ના રોજ સંસ્કાર ધામ સાણંદ, અમદાવાદ ખાતે હાથ ધરવામાં આવેલ હતું. જેમાં જુડો રમતના ૨ (બે) ખેલાડીઓ (૧) વિશ્વા પંડ્યા (+ ૭૮ કિ.ગ્રા) સિલ્વર મેડલ અને (૨) દિવ્યરાજ ગોહિલ (+ ૧૦૦ કિ.ગ્રા) સિલ્વર મેડલ મેળવેલ છે.  જેઓ સ્પોર્ટસ ઓથોરીટી…

Read More

નારી વંદન ઉત્સવ સપ્તાહ નિમિતે શિહોર ખાતે મહિલા કલ્યાણકારી યોજનાઓ અંગે જાગૃતિ શિબિર યોજાઇ

હિન્દ ન્યુઝ, ભાવનગર     જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી દ્વારા “નારી વંદન ઉત્સવ” સપ્તાહ નિમિતે કન્યા વિધાલય વળાવડ શિહોર ખાતે મહિલા કલ્યાણ દિવસની ઉજવણી અન્વયે મહિલા કલ્યાણકારી યોજનાઓ અંગે જાગૃતિ શિબિર યોજવામાં આવી હતી. જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી ભાવનગર દ્વારા કન્યા વિધાલય વળાવડ, શિહોર ખાતે મહિલા કલ્યાણ દિવસની ઉજવણી કરવામાં આવેલ હતી. જેમાં મહિલા કલ્યાણકારી યોજનાઓ અંગે માહિતી આપવામાં આવેલ જેમાં જિલ્લા સેવા સેતુ સતા મંડળ તરફથી લીગલ એડવોકેટ પ્રીતિબેન વી મહેતા, દ્વારા મહિલાઓને કાયદાકીય અંગે સમજ આપવામાં આવેલ તેમજ કન્યા વિધાલયના આયાર્ય અમીનભાઈ ચૌહાણ દ્વારા પ્રાસંગિક…

Read More

મહિસાગર જિલ્લામાં “મહિલા અને બાળ આરોગ્ય દિવસ”ની ઉજવણી કરાઇ

હિન્દ ન્યુઝ, મહિસાગર         પી. એન. પંડ્યા કોલેજ થી કલેક્ટર કચેરીએ કમ્પાઉન્ડ સુધી “ફીટ ઇન્ડિયા થીમ પર બાઈસિકલ રેલીનું આયોજન કરવામાં આવ્યું. મહીસાગર જિલ્લામાં નારી વંદન સપ્તાહ ની ઉજવણી અંતર્ગત મહિલા અને બાળ આરોગ્ય દિવસની ઉજવણીના ભાગરૂપે પી. એન. પંડ્યા કોલેજ થી કલેક્ટર કચેરીએ કમ્પાઉન્ડ સુધી “ફીટ ઇન્ડિયા થીમ પર બાઈસિકલ રેલીનું આયોજન કરવામાં આવેલ હતું.  આ રેલીમાં બેટી બચાવો બેટી પઢાવો થીમ આધારિત પોસ્ટર સાથે મોટી સંખ્યામાં દીકરીઓ અને મહિલા પોલીસ કર્મચારીઓ જોડાયેલ હતા. રેલીના સમાપન સ્થળે તમામ વિધાર્થીનીઓને રેલીમાં જોડાવવા બદલ પ્રમાણપત્ર આપી સંન્માનિત કરવામાં આવેલ…

Read More

નારી વંદન ઉત્સવ સપ્તાહ નિમિતે શિહોર ખાતે મહિલા કલ્યાણકારી યોજનાઓ અંગે જાગૃતિ શિબિર યોજાઇ

હિન્દ ન્યુઝ, ભાવનગર        જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી દ્રારા “નારી વંદન ઉત્સવ” સપ્તાહ નિમિતે કન્યા વિધાલય વળાવડ શિહોર ખાતે મહિલા કલ્યાણ દિવસની ઉજવણી અન્વયે મહિલા કલ્યાણકારી યોજનાઓ અંગે જાગૃતિ શિબિર યોજવામાં આવી હતી. જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી ભાવનગર દ્રારા કન્યા વિધાલય વળાવડ, શિહોર ખાતે મહિલા કલ્યાણ દિવસની ઉજવણી કરવામાં આવેલ હતી. જેમાં મહિલા કલ્યાણકારી યોજનાઓ અંગે માહિતી આપવામાં આવેલ જેમાં જિલ્લા સેવા સેતુ સતા મંડળ તરફથી લીગલ એડવોકેટ પ્રીતિબેન વી મહેતા, દ્રારા મહિલાઓને કાયદાકીય અંગે સમજ આપવામાં આવેલ તેમજ કન્યા વિધાલયના આચાર્ય અમીનભાઈ ચૌહાણ…

Read More

આર.ટી.ઓ. કચેરી દ્વારા પાલીતાણા તાલુકા ખાતે વાહન ફિટનેશ કેમ્પનું આયોજન

હિન્દ ન્યુઝ, ભાવનગર        ભાવનગર જીલ્લાની ટુ વ્હીલર, ફોર વ્હીલર તેમજ ટ્રાન્સપોર્ટ વાહન માલીકોને જણાવવાનું કે, આગામી તા.૧૯/૦૮/૨૦૨૩ ના રોજ જુના વાહનોના ફીટનેશ (પાસીંગ) તેમજ રીન્યુઅલ રજીસ્ટ્રેશન અંગેની કામગીરીનો કેમ્પ પાલીતાણા મહુવા રોડ,હેલીપેડ ગ્રાઉન્ડ સરકારી આરામ ગૃહની બાજુમાં મુ.પાલીતાણામાં આયોજન સમય સવારે ૧૦:૦૦ થી બપોરે ૨:૦૦ વાગ્યા સુધી રાખવામા આવેલ હોય આ કેમ્પનો વધુમાં વધુ મોટરીંગ પબ્લિકને ભાગ લેવા પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારી, ભાવનગર દ્વારા જણાવાયું છે.

Read More

ઘોઘા તાલુકા/ગ્રામ કક્ષાનો સ્વાગત ફરીયાદ નિવારણ કાર્યક્રમ યોજાશે

હિન્દ ન્યુઝ, ઘોઘા  ઘોઘા તાલુકા/ગ્રામ કક્ષાનો માહે ઓગષ્ટ- ૨૦૨૩ નો તાલુકા/ગ્રામ ફરીયાદ નિવારણ કાર્યક્રમ આગામી તા.૨૩/૦૮/૨૦૨૩ નાં રોજ સવારનાં ૧૧:૦૦ કલાકે મામલતદાર કચેરી, ઘોઘા ખાતે નિયામકશ્રી, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી, ભાવનગરનાં અધ્યક્ષ પદે યોજાનાર છે. આ ફરીયાદ નિવારણ કાર્યક્રમમાં તાલુકા/ગ્રામ કક્ષાના પ્રશ્નો માટેની અરજીઓ બે નકલોમાં તા.૧૮/૦૮/૨૦૨૩ સુધીમાં રજાનાં દિવસો સિવાય ગ્રામ્ય કક્ષાનાં પ્રશ્નો સંબંધિત તલાટી કમ મંત્રી ને તથા તાલુકા કક્ષાનાં પ્રશ્નો મામલતદાર કચેરી, ઘોઘા ખાતે સ્વીકારવામાં આવશે. ઉપરોક્ત ફરીયાદ નિવારણ કાર્યક્રમમાં સર્વિસ મેટર તથા કોર્ટ મેટરની સિવાયની બાબતો તેમજ અરજદાર જાતે રૂબરૂ પોતાનાં પ્રશ્નની જ આધાર-પુરાવાઓ સાથેની અને…

Read More

આર્થિક ઉત્કર્ષ’ની યોજનાઓના માધ્યમથી ૧૪ જિલ્લાના અંદાજે ૧.૪૧ લાખથી વધુ આદિવાસી ભાઈ-બહેનોને સરકાર દ્વારા લાભાન્વિત કરાયા

હિન્દ ન્યુઝ, ભાવનગર          ‘આર્થિક ઉત્કર્ષ’ની વિવિધ યોજનાઓના માધ્યમથી ગત વર્ષ ૨૦૨૨-૨૩માં અંદાજે ૧.૪૧ લાખથી વધુ આદિવાસી ભાઈ-બહેનો અને વિદ્યાર્થીઓને વિવિધ યોજનાકીય લાભો આપી વધુને વધુ આર્થિક પગભર બનાવવાની દિશામાં ગુજરાત સરકારે આગવી પહેલ કરી છે. ભારતમાં કુલ આદિજાતિ વસ્તીની ૮.૧ ટકા વસ્તી ગુજરાતમાં છે. રાજ્યના ૧૪ આદિજાતિ જિલ્લાઓમાં ૮૯ લાખથી વધુ આદિજાતિ વસ્તીના સર્વાંગીણ વિકાસ માટે ગુજરાત સરકારે અલગથી વિશેષ પ્રયાસો હાથ ધર્યા છે. ચાલુ વર્ષના ગુજરાત બજેટના કુલ પાંચ સ્તંભમાં આદિજાતિ વિકાસનો પ્રથમ સ્તંભમાં જ ઉલ્લેખ કરીને આદિજાતિ વિભાગ માટે કુલ રૂ. ૩,૪૧૦ કરોડની ફાળવણી…

Read More

ભાવનગર જિલ્લાનાં બાગાયતદારો માટે બાગાયત ખાતાની નવી સહાય યોજનાઓ માટે અરજી કરી શકાશે   

હિન્દ ન્યુઝ, ભાવનગર        વર્ષ ૨૦૨૩-૨૪ માટે ભાવનગર જિલ્લાના બાગાયતદારો માટે બાગાયત ખાતાની નવી સહાય યોજના બાગાયતી પાકોમાં કાપણી પછી થતો બગાડ અટકાવવા ખેતર પર માળખાકીય સુવિધા ઉભી કરવા માટેની યોજનામાં લાભ લેવા માંગતા ખેડૂતો માટે તા.૩૧/૦૮/૨૦૨૩ સુધી આઈ ખેડૂત પોર્ટલ ખુલ્લું મુકવામાં આવેલ છે. બાગાયતી પાકોમાં કાપણી પછી બગાડ અટકાવવા ખેતર પરના ગ્રેડીંગ ,શોર્ટિંગ, પકીંગ એકમ ઉભું કરવા સહાય ધટકમાં બાંધકામ (ઓછામાં ઓછુ ૫૦ ચો.મી. કે તેથી વધુ) માટે થતા રૂ. ૩.00 લાખ પ્રતિ એકમ ખર્ચને ધ્યાને લઇ મહતમ ખર્ચના ૫૦ ટકા અથવા રૂ. ૧.૫૦ લાખ/એકમ બે…

Read More

સિહોર ટાણા રોડ પર આવેલ ફાયરીંગ બટ વિસ્તારમાં જવા પર પ્રતિબંધ ફરમાવતું જાહેરનામું બહાર પાડતા અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ

હિન્દ ન્યુઝ, સિહોર       ભાવનગર જિલ્લાનાં શિહોર ગામની સર્વે નં.૨૮૨ની સિહોર – ટાણા રોડની દક્ષિણ બાજુએ આવેલ જમીન કે જેનો ઉપયોગ હાલ ફાયરિંગ બટ માટે થાય છે. આ ફાયરિંગ બટ ખાતે પ્રથમ તા.૦૨/૦૮/૨૨૩ થી તા.૦૯/૦૮/૨૦૨૩ સુધી, દ્વિતીય તા.૨૩/૦૮/૨૦૧૩ થી તા.૩૦/૦૮/૨૦૨૩ સુધી તથા તૃતીય તા.૦૩/૦૯/૨૦૧૩ થી તા.૧૦/૦૯/૨૦૨૩ સુધી ગુજરાત એર સ્કવોડ્રન એન.સી.સી., ભાવનગરના કેડેટસના ટ્રેનીંગના ભાગરૂપે ફાયરીંગ પ્રેક્ટિસનું આયોજન કરવામાં આવેલ છે. જેથી જાનમાલની સલામતી ખાતર અધિક જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી, ભાવનગર દ્વારા ઉપરોક્ત દિવસે ઉપરોક્ત વિસ્તારની આજુબાજુનાં ૧૦૦ મીટર સુધીનાં વિસ્તારમાં કોઈપણ શખ્સે પ્રવેશ કરવા તથા ઢોર ચરાવવા બાબતે પ્રતિબંધ મૂકતું…

Read More