હિન્દ ન્યુઝ, ભાવનગર
વર્ષ ૨૦૨૩-૨૪ માટે ભાવનગર જિલ્લાના બાગાયતદારો માટે બાગાયત ખાતાની નવી સહાય યોજના બાગાયતી પાકોમાં કાપણી પછી થતો બગાડ અટકાવવા ખેતર પર માળખાકીય સુવિધા ઉભી કરવા માટેની યોજનામાં લાભ લેવા માંગતા ખેડૂતો માટે તા.૩૧/૦૮/૨૦૨૩ સુધી આઈ ખેડૂત પોર્ટલ ખુલ્લું મુકવામાં આવેલ છે. બાગાયતી પાકોમાં કાપણી પછી બગાડ અટકાવવા ખેતર પરના ગ્રેડીંગ ,શોર્ટિંગ, પકીંગ એકમ ઉભું કરવા સહાય ધટકમાં બાંધકામ (ઓછામાં ઓછુ ૫૦ ચો.મી. કે તેથી વધુ) માટે થતા રૂ. ૩.00 લાખ પ્રતિ એકમ ખર્ચને ધ્યાને લઇ મહતમ ખર્ચના ૫૦ ટકા અથવા રૂ. ૧.૫૦ લાખ/એકમ બે માંથી જે ઓછુ હોય તે સહાય મળવાપાત્ર રહેશે અને મશીનરી/સાધનો માટે ખર્ચના મહતમ ૫૦ ટકા અથવા રૂ. ૦.૫૦ લાખ બે માંથી જે ઓછું હોય તે સહાય મળવાપાત્ર રહેશે. અન્ય સહાય યોજનામાં બાગાયતી પાકો માટેના મૂલ્યવર્ધન એકમ ઉભા કરવા માટેની સહાય યોજનામાં રાજ્યના તમામ ખેડૂત ખાતેદાર/FPO/FPC/સહકારી મંડળીને ઓછામાં ઓછા ૧૫૦ ચો.મી. સુધીનું એકમ ઉભું કરવા માળખાકીય સુવિધા તથા મશીનરી અને સાધન સામગ્રી વસાવવા મહતમ રૂ. ૨૦.00 લાખ પ્રતિ એકમ ખર્ચ ધ્યાને લઇ મહત્તમ રૂ. ૧૦.00 લાખ સુધી સહાય મળવાપાત્ર રહેશે. જેમાં બાંધકામ તથા સાધનો માટે મહત્તમ રૂ. ૫.00 લાખ પ્રતિ એકમ અને બેંક લોન પર વાર્ષિક પાંચ ટકા વ્યાજ સહાય, પાંચ વર્ષ દરમ્યાન વધુમાં વધુ કુલ રૂ. ૫.00 લાખ સુધીની મર્યાદામાં વ્યાજ સહાય મળવાપાત્ર રહેશે. જેમાં લાભાર્થીદીઠ તેમજ ખાતાદીઠ આજીવન એકજ વાર સહાય મળવાપાત્ર રહેશે. સદર સહાય યોજનામાં જે બાગાયતદાર ખેડૂતો ખેડૂતો લાભ લેવા માંગતા હોય તે પોતાના ગામના ઈ-ગ્રામ સેન્ટર/સાઈબર કાફે કે મોબાઈલ ઈન્ટરનેટના માધ્યમ દ્વારા આઈ ખેડૂત પોર્ટલ (www.ikhedut.gujarat.gov.in) દ્વારા ઓનલાઈન અરજી કરી શકશે. અરજી કર્યા બાદ અરજીની પ્રિન્ટઆઉટ અને તેની સાથે જરૂરી સાધનિક કાગળો (૭-૧૨, ૮-અ ની નકલ, આધારકાર્ડ, બેંક પાસબુક નકલ વગેરે) દિન ૦૭ માં નાયબ બાગાયત નિયામકની કચેરી, સરકારી ટેકનીકલ સ્કુલ કમ્પાઉન્ડ, નવાપરા, ભાવનગર ખાતે જમા કરવાની રહેશે તેમજ વધુ માહિતી માટે કચેરી પર રૂબરૂ અથવા ટેલિફોન નંબર ૦ર૭૮-ર૪ર૦૪૪૪ પર સંપર્ક સાધવા જણાવવામાં આવે છે.