ખેડૂતો આંબા અને જામફળ પાકમાં સહાય માટેની ઓનલાઇન અરજીઓ આઈ-ખેડૂત પોર્ટલ મારફતે કરી શકશે

હિન્દ ન્યુઝ, ભાવનગર

      વર્ષ ૨૦૨૩-૨૪ માટે ભાવનગર જિલ્લાના બાગાયતદારો માટે બાગાયત ખાતાની નવી સહાય યોજના “ફળપાક ઉત્પાદકતા વધારવાના કાર્યક્રમ અંતર્ગત ચાલુ વર્ષે ખેડૂતો આંબા અને જામફળ પાકમાં ઘનિષ્ઠ ખેતી પદ્ધતિ અપનાવે તેમજ કેળમાં ટીસ્યુકલ્ચર ટેકનોલોજી આપનાવે તેવા ઉદેશ સાથે ખેડૂતોને આંબા પાકમાં કલમ દીઠ રૂ, ૧૦૦ અથવા થયેલ ખર્ચ પૈકી જે ઓછુ હોય તે ધ્યાને લઇ રૂ,૪૦,૦૦૦ પ્રતિ હેકટરની સહાય મળવાપાત્ર થશે જેમાં પ્રતિ હેક્ટર ઓછામાં ઓછી ૪૦૦ કલમ લગાવવાની રહેશે તેમજ જામફળના પાકમાં કલમરોપા દીઠ રૂ. ૮૦ અથવા થયેલ ખર્ચ પૈકી જે ઓછુ હોય તે ધ્યાને લઇ રૂ.૪૪,૦૦૦ પ્રતિ હેકટરની સહાય મળવાપાત્ર થશે જેમાં પ્રતિ હેક્ટર ઓછામાં ઓછી ૫૫૫ કલમ લગાવવાની રહેશે.વધુમાં પ્રથમ વર્ષે અન્ય બાગાયતી પાકને આંતરપાક તરીકે કરવામાં આવે તો આંબા પાકમાં પ્રતિ હેક્ટરે રૂ. ૧૦,૦૦૦ ની સહાય તથા જામફળ પાકમાં પ્રતિ હેકટરે રૂ ૬૦૦૦ ની સહાય મળવાપાત્ર રહેશે. આ માટે કલમો રોપા કૃષિ યુનિ/બાગાયત ખાતાની નર્સરી/NHB માન્ય નર્સરીમાંથી ખરીદવાના રહેશે. કેળ પાક માટે ટીસ્યુ રોપા દીઠ રૂ. ૫ અથવા થયેલ ખર્ચ પૈકી ધ્યાને લઇ મહતમ રૂ ૧૫૦૦૦ પ્રતિ હેકટર બે માંથીજે ઓછુ હોયતે સહાય મળવાપાત્ર થશે જેમાટે ટીસ્યુકલ્ચર રોપા DBT માન્ય ટીસ્યુલેબ/GNFC/GSFC/કૃષિ યુનિ. લેબ જેવી જાહેર લેબ પાસેથી ખરીદવાનું રહેશે. આ ઘટકમા સહાય માટેની ઓનલાઇન અરજીઓ આઈ-ખેડૂત પોર્ટલ મારફત તા.૧૮/૦૭/૨૦૨૩ થી તા.૦૧/૦૯/૨૦૨૩ સુધી www.ikhedut.gujarat.gov.in વેબસાઇટ પરથી કરી શકાશેતો રસ ધરાવતાં તમામ ખેડુત મિત્રોએ જરૂરી સાધનિક કાગળો સાથે અરજી કરવા જણાવવામાં આવે છે તેમજ ઓનલાઇન કરેલ અરજીની સહીવાળી નકલ તથા જરૂરી સાધનિક કાગળો સાથેની અરજી નાયબ બાગાયત નિયામકની કચેરી સરકારી ટેકનીકલ સ્કુલ કમ્પાઉન્ડ, નવાપરા, ભાવનગર ખાતે જમા કરવાની રહેશે તેમજ વધુ માહિતી માટે કચેરીના ટેલિફોન નંબર ૦૨૭૮-૨૪૨૦૪૪૪ પર સંપર્ક સાધવા જણાવવામાં આવે છે.

Related posts

Leave a Comment