આણંદમાં હત્યા કરાયેલ ગૌ-વંશ કોથળામાં રાખી રાજપથ પર ફેકાતાં ઉગ્ર આક્રોશ

હિન્દ ન્યુઝ, આણંદ

અસામાજિક તત્વોએ શહેરની શાંતિ ડહોળવાનો ગણતરીના દિવસોમાં જ સતત બીજી વખત પ્રયાસ કર્યો

આણંદ શહેરમાં શાંતિ ડહોળવાના કરતુત કરનાર અસામાજિક તત્વોને ઝડપવા પોલીસ વામણી પુરવાર થઈ રહી છે

આણંદના જાહેર માર્ગ ઉપર મૃત ગૌ વંશની વાછરડું મળી આવતા નગરજનોમાં વ્યાપક રોષ વ્યાપ્યો છે. આ અગાઉ એક માસ પૂર્વે પણ નગરમાં ત્રણ જગ્યાએ પશુની હત્યા બાદ કપાયેલ મસ્તક સહિત શરીરના ટુકડા મળી આવ્યા હતા. કેટલાક ચોકકસ અસામાજીક તત્વો નગરની શાંતિને ડહોળવાનો ઇરાદાપૂર્વક પ્રયાસ થઈ રહ્યા હોવાના આક્ષેપો વધી રહ્યા છે. જીલ્લા પોલીસ આ બાબતે ઝીણવટભરી તપાસ કરે તો નિશ્ચિત ષડયંત્ર નીકળે તેવી આશંકાઓ નગરના સુજ્ઞ નાગરિકોમાં ચર્ચાકેન્દ્ર બની છે.

આણંદ શહેરના રાજપથ માર્ગ એપીસી સર્કલ નજીકથી રોડની વચ્ચે શુક્રવાર સાંજના સમયે ગળાના ભાગેથી કાપેલી હાલતમાં ગૌ-વંશ ગણાતું વાછરડું એક કોથળામાં વીંટાળેલ કોઈ અજાણ્યા ઇસમો નાંખી જતાં ગૌપ્રેમીઓ અને ગૌ રક્ષકોમાં ભારે રોષ ભભુકી ઉઠયો છે. અસામાજિક તત્વોએ શહેરની શાંતિ ડહોળવાનો ગણતરીના દિવસોમાં જ સતત બીજી વખત પ્રયાસ કર્યો છે. આ અરેરાટી ફેલાવતી ઘટનાને જોઈ લોકટોળું એકત્ર થઈ ગયું હતું તેમજ હિન્દુ સંગઠનો અને ભાજપના અગ્રણી કાર્યકરો પણ ત્યાં પહોંચ્યા હતાં. હિન્દુ સમાજમાં રોષ ભડકાવતી આ ઘટનાએ ભારે હોબાળો મચાવતા સ્થાનિક પોલીસ પણ દોડતી થઈ હતી. શહેર પોલીસે આ અંગે ગુનો નોંધીને અસામાજિક તત્વોને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે.

આણંદ શહેરમાં એક મહિના પહેલાં જ જુદા -જુદા હિન્દુ વિસ્તારોમાંથી પશુઓના કાપેલા મોઢા તથા અંગો મળી આવ્યાં હતાં. જેને લઈને ગૌ પ્રેમીઓમાં ભારે રોષ જોવા મળ્યો હતો. તેના ગણતરીના દિવસોમાં જ ફરીથી આણંદ રાજપથ માર્ગ ઉપર એપીસી સર્કલ નજીક શુક્રવાર સાંજના સમયે રોડની વચ્ચે કોથળામાં વીટાળેલ ગળાના ભાગેથી કાપેલી હાલતમાં નાનું વાછરડું મળી આવતા બનાવના સ્થળે ગૌ રક્ષક અને ગૌપ્રેમીઓ દોડી આવ્યાં હતાં. બાદમાં તેઓએ આ અંગે આણંદ શહેર પોલીસ મથકે જાણ કરતાં પોલીસની ટીમ પણ ઘટનાસ્થળે દોડી ગઈ હતી અને ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

અસામાજિક તત્વો દ્વારા ગાયના વાછરડાના ગળાના ભાગને કાપી રોડ ઉપર નાંખી શહેરની શાંતિ ડહોળવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. આવું હિંચકારું અને હલકું કૃત્ય કરનાર તત્વોને પોલીસ દ્વારા તાત્કાલિક ઝડપી પાડી તેમના વિરુદ્ધ કડક માં કડક કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે.

આણંદ બ્યુરો ચીફ : ભાવેશ સોની

Related posts

Leave a Comment