હિન્દ ન્યુઝ, નવસારી
સાજનભાઈ ભરવાડને ખાનગી રાહે બાતમી મળી હતી કે નવસારી જિલ્લાના જલાલપુર તાલુકાના ડાભેલ ગામે એક ખેતરમાં ગૌવંશની હત્યા થઈ રહી છે તેવી જાણ થતાં નવસારીના ગૌરક્ષકો એવા સાજનભાઈ ભરવાડ અને તેમની ટીમના ગૌરક્ષકો એવાં મોહિતભાઈ હિરાણી, સંતોષભાઈ સુરાણા, શૈલેષ શાહ (લુકકંડ), કલ્યાણભાઈ રબારી વિશ્વાસ ઉપાધ્યાયઓ દ્વારા નવસારીના એસપી સુશીલભાઈ અગ્રવાલ (જૈન) અને ડીવાયએસપી રાઈનો સંપર્ક કરતા તેમને તાત્કાલિક મરોલીના પીઆઇ કે.એલ.પટનીનો સંપર્ક કરી તરત જ મરોલી પોલીસ એ આશરે 20 કિલો જેટલું ગૌમાંસ ઝડપી પાડ્યું અને કસાઈ દ્વારા એક બળદની જીવ હત્યા કરવામાં આવી હતી.

જોકે ડાભેલ ગામના મહમદ ડુમ અને અન્ય કસાઈઓ ફરાર થતાં પોલીસે આ કસાઇઓને ઝડપી પાડવા ચક્રો ગતીમાન કર્યા છે.
નવસારીના સુશીલભાઈ અગ્રવાલ, નવસારીના ડીવાયએસપી રાઈ, મરોલીના પી.આઈ કે.એલ.પટની તથા મરોલી પોલીસ સ્ટેશન સ્ટાફનો ગૌરક્ષક સાજનભાઈએ આભાર વ્યક્ત કર્યો.
