સરકારની યોજનાઓનો લાભ લઇને લોકો ખાનગી તેમજ સરકારી હોસ્પિટલોમાં સારામાં સારી સેવા મેળવી રહ્યા છે – રાજ્ય કક્ષાના મંત્રી વિનોદભાઈ મોરડીયા

હિન્દ ન્યુઝ, બોટાદ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં તેમજ રાજ્ય કક્ષાના મંત્રી વિનોદભાઈ મોરડીયાના અધ્યક્ષસ્થાને બોટાદના લાભાર્થીઓને આયુષ્યમાન કાર્ડ વિતરણનો કાર્યક્રમ યોજાયો હતો. બોટાદ જિલ્લામાં આગામી ૩ દિવસમાં ૨૩,૦૦૦ લાભાર્થીઓને આયુષ્યમાન કાર્ડથી લાભાન્વિત કરાશે. આ અવસરે રાજ્યકક્ષાના મંત્રી વિનોદભાઈ મોરડીયાએ જણાવ્યું હતું કે, અગાઉ અનેક લોકો નાણાંનો ખર્ચ કરવા સક્ષમ ન હોવાના કારણે સારવાર કરાવી શકતા ન હતા. પરંતુ હવે લોકો સરકારની આરોગ્યલક્ષી યોજનાઓનો લાભ લઇને ખાનગી તેમજ સરકારી હોસ્પિટલોમાં સારામાં સારી સેવા મેળવી રહ્યા છે. આજે વિવિધ લોકઉપયોગી યોજનાઓ દ્વારા સમાજના દરેક વર્ગને લાભ મળી રહ્યો છે. આ સાથે…

Read More

બોટાદ જિલ્લા પોલીસ ટીમની માનવતાસભર કામગીરી “દાદા-દાદીના દોસ્ત”ને બિરદાવતા ગૃહમંત્રી

હિન્દ ન્યુઝ, બોટાદ આજે બોટાદ ખાતે આયોજિત પોલીસ અધિક્ષકની કચેરીના લોકાર્પણ સમારોહમાં અધ્યક્ષ સ્થાને પધારેલા ગૃહમંત્રી હર્ષ સંઘવીએ સમારોહ દરમિયાન બોટાદ જિલ્લા પોલીસની ટીમની જિલ્લાનાં વડીલો માટે કરવામાં આવતી માનવતાસભર કામગીરીને બિરદાવી હતી. અધ્યક્ષએ આનંદભેર જણાવ્યું હતું કે, બોટાદ જિલ્લા પોલીસ દ્વારા કરવામાં આવતી અનેક માનવીય અને સંવેદનાસભર કામગીરીને કારણે આજે જિલ્લાના અનેક લોકો રક્ષિત થયા છે. જિલ્લાનાં અનેક વડીલો માટે આધાર બનતી પોલીસ ટીમની “દાદા-દાદીનાં દોસ્ત”ની અનોખી પહેલ માટે તેમણે સમગ્ર ટીમને વધાવી હતી. સાથોસાથ યુવાનોના ઉજ્જવળ ભવિષ્યના ઘડતર માટે જિલ્લા પોલીસ દ્વારા શનિવાર રવિવાર દરમિયાન શૈક્ષણિક ક્લાસ ચલાવવામાં…

Read More

રાજ્યકક્ષાના મંત્રી વિનોદ મોરડીયાના હસ્તે બોટાદ જિલ્લાના વિવિધ વિભાગોના વિકાસલક્ષી કામોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ

હિન્દ ન્યુઝ, બોટાદ રાજ્યકક્ષાના મંત્રી વિનોદ મોરડીયાના હસ્તે બોટાદ જિલ્લાના વિવિધ વિભાગોના વિકાસલક્ષી કામોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરવામાં આવ્યું હતું. જેમાં મુખ્યત્વે માર્ગ અને મકાન વિભાગ હેઠળ રૂ.૧૬.૪૧ કરોડના ૪ કામોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં રાજ્યકક્ષાના મંત્રી વિનોદભાઈ મોરડીયાએ જણાવ્યું હતું કે, બોટાદનું જી.આઈ.ડી.સી. જિલ્લાનું ગ્રોથ અન્જિન બનશે. લોકોએ રોજગારી માટે અન્ય જિલ્લાઓ કે શહેરોમાં નહીં જવું પડે. બોટાદ જિલ્લાના વિકાસનો પ્લાન નક્કી કરવામાં આવ્યો છે.બોટાદ નવા ઉદ્યોગો થકી નવા આયામો સર કરી રહ્યું છે. બોટાદ જિલ્લાના વિવિધ વિભાગોના વિકાસલક્ષી કામોમાં બરવાળા તાલુકાના સાળંગપુર ખાતે આવેલ શ્રી કષ્ટભંજન…

Read More

નવનિર્મિત પોલીસ કચેરીની લાઈબ્રેરીની મુલાકાત દરમિયાન ભગવદ ગીતાનું રસપૂર્વક અધ્યયન કરતાં રાજ્ય ગૃહમંત્રી

હિન્દ ન્યુઝ, બોટાદ રાજ્યના ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવીએ બોટાદમાં નવનિર્મિત એસ.પી કચેરીનું લોકાર્પણ કરવાની સાથોસાથ સમગ્ર કચેરીની મુલાકાત લીધી હતી. આ અવસરે શ્રી સંઘવીએ કચેરીમાં નિર્મિત આકર્ષક લાયબ્રેરીની વિશેષ મુલાકાત કરી હતી. જે દરમિયાન તેમણે લાઈબ્રેરીમાં પ્રવેશતાની સાથે જ સૌ પ્રથમ શ્રીમદ ભગવદ ગીતા પુસ્તકનું અધ્યયન કર્યુ હતું. તેમજ લાયબ્રેરીના અન્ય પુસ્તકો પણ રસપૂર્વક નિહાળ્યા હતા. હર્ષભાઈ સંઘવીએ બોટાદવાસીઓને આહ્વાન કર્યુ હતું કે તમામ લોકો એસ.પી. કચેરીમાં નિર્મિત પુસ્તકોના ખજાનારૂપ લાયબ્રેરીની મુલાકાત લે અને તેમના જ્ઞાનમાં વધારો કરે. રિપોર્ટર : સંજય ડણીયા, બોટાદ

Read More

રાધનપુર ઘાંચી સમાજ દ્વારા બનાવેલ રીડિંગ લાયબ્રેરી નું ધારાસભ્ય રઘુભાઇ દેસાઈ દ્વારા ઉદ્ઘાટન કરવામાં આવ્યું

હિન્દ ન્યુઝ, રાધનપુર પાટણ જિલ્લાના રાધનપુર ખાતે ઘાંચી સમાજ દ્વારા બનાવેલ રીડિંગ લાયબ્રેરી નું રાધનપુર ધારાસભ્ય રઘુભાઇ દેસાઈ દ્વારા ઉદ્ઘાટન કરવામાં આવ્યું.આજ ના યુગ માં વાંચન પણ જરૂરી છે. વાંચન કરી ભણેલા યુવાનો પોતાની મહેનત કરી સારી નોકરીઓ પણ મેળવે છે જેમાં જરૂરી પુસ્તકો ની પણ જરૂર પડે છે. આ સ્પર્ધાત્મક યુગમાં જે ભણેલા યુવાનો પાસે વાંચવાની જગ્યા કે પૂરતા પ્રમાણમાં પુસ્તકો મટીરીયલ નાં હોવાના કારણે થોડા ઘણા માર્કસ થી નિષ્ફળ જાય છે ત્યારે ભણેલા યુવાનો નું મનોબળ ટુટી જતું હોય છે ત્યારે એવું ન બને તે માટે વાંચવાનું યોગ્ય…

Read More

કડાણા, સંતરામપુર ના આદિવાસીઓ ધરણા પર ઉતર્યો

હિન્દ ન્યુઝ, મહિસાગર કડાણા, સંતરામપુર ના આદિવાસીઓ ને દાખલા માટે યોગ્ય જવાબ ન મળતાં તમામ આદિવાસ સમાજ ધરણા પર હાલ બેઠા છે અને જણાવામાં આવ્યુ છે કે જો અમને પાંચ દિવસ માં હકારાત્મક જવાબ ના મળે તો આમરણાંત ઉપવાસ પર બેસવા નુ પણ આદિવાસી સમાજ દ્વારા જણામાં આવ્યુ છે. કડાણા તાલુકા ના આદિવાસી સાથે સંબંધો ધરાવે છે, આ ઉપરાંત રેણી-કેણી, બોલી, ચાલી, ઘર અને સામાજિક પ્રસંગો પણ આદિવાસી સમાજ માં આદિવાસી પરંપરાગત ઉજવવામાં આવે છે જો કડાણા ના આદિવાસીઓ એ જણાવ્યું છે આ રાજકીય પક્ષો તરફથી જે તે ફાળવણી થાય…

Read More

છોટાઉદેપુર પશુ ચિકિત્સાલય અબોલા પશુઓ માટે વરદાન રૂપ

હિન્દ ન્યુઝ, છોટાઉદેપુર વર્ષો પહેલા છોટાઉદેપુર જિલ્લા પંચાયત સંચાલિત શરૂ કરવામાં આવેલ છોટાઉદેપુરનું પશુ ચિકિત્સાલય મરઘાં થી લઈને મોટા અબોલા પશુઓ માટે એક વરદાનરૂપ સાબિત થયું છે. છોટાઉદેપુર જિલ્લાની આસપાસ 100 કરતા વધુ ગામો આવેલા છે, જેમાં ખેતી કરતા ખેડૂતોની સંખ્યા વધુ પ્રમાણમાં જોવા મળે છે, જેથી ખેતી કામ માટે દરેક ખેડૂતો પશુઓ પાળતા જ હોય છે, અને તે સિવાય પણ પશુ પ્રેમીઓ મરઘાં થી લઈને ઘોડા તેમજ દુધાળા પશુઓ ઉછેરતા હોય છે, આવામાં જો કોઈ પશુને કોઈ બીમારી લાગે કે કોઈક વાહન દ્રારા અકસ્માત થાય તો તરતજ લોકો છોટાઉદેપુર…

Read More

તા.25 ઓક્ટોબરના ખગ્રાસ સુર્યગ્રહણને લઇ શ્રી સોમનાથ મંદિર તેમજ ટ્રસ્ટ હસ્તકના તમામ મંદિરોના નિત્યપૂજન-આરતી તથા દર્શનના સમયમાં ફેરફાર

હિન્દ ન્યુઝ, સોમનાથ તા.25 ઓક્ટોબરના રોજ ખગ્રાસ સુર્યગ્રહણ હોય, શાસ્ત્રોક્ત રીતે સુર્યગ્રહણ પ્રભાસ ક્ષેત્રને સ્પર્ષતુ હોવાથી પાળવાનુ આવશ્યક હોય, જે અનુસંધાને સોમનાથના સ્થાનીક સમય પ્રમાણે નિચે મુજબ સમયે વેધ-સ્પર્ધ-મધ્ય-મોક્ષ વિગેરે થાય છે. શ્રી સોમનાથ મંદિર તથા ટ્રસ્ટ હસ્તકના તમામ મંદિરોમાં આરતી તેમજ નિત્ય- પૂજનના સમયમાં ફેરફાર રહેશે. શ્રી સોમનાથ મંદિર તેમજ ટ્રસ્ટ હસ્તકના તમામ મંદિરો નિત્ય પૂજા-આરતી બંધ રહેશે. તેમજ ગ્રહણ મોક્ષ બાદ નિત્યપૂજન આરતીનો ક્રમ યથાવત રહેશે. ગ્રહણ દરમીયાન તારીખ-25/10/2022 મંદિરના પૂજામાં પ્રાતઃમહાપૂજન-આરતી, મધ્યાહ્ન મહાપૂજન આરતી-ગંગાજળ અભિષેક, બિલ્વપૂજા, ધ્વજાપૂજા, સોમેશ્વર મહાપૂજન, યજ્ઞો સહિતની તમામ પૂજાઓ બંધ રહેશે. તા. 25/10/2022 ગ્રહણ મોક્ષ પછી પૂજન સાંજે 6-50 થી પ્રારંભ થશે, તેમજ સાયં આરતી 7-30 કલાકે કરવામાં આવશે.…

Read More

કાનના મસામાંથી સતત નીકળતા લોહીના કારણે થતી પીડામાંથી આયુષ્યમાન કાર્ડે મને મુકતી અપાવી

હિન્દ ન્યુઝ, ભુજ         ૫૫ વર્ષના જીવાબેનના કાનમાં મસો થયો હતો. પૈસાના અભાવે યોગ્ય સમયે સારવાર ન થતાં ગંભીર પરિસ્થિતી સર્જાઇ હતી. મસામાંથી સતત બ્લીડીંગ ચાલુ થઇ જતાં જીવાબેન માટે કપરી પીડાદાયક સ્થિતી સર્જાઇ હતી. આ સ્થિતિમાં આયુષ્યમાન કાર્ડ તેમની વ્હારે આવ્યું હતું. કચ્છની સિવિલ હોસ્પિટલમાં મફત સારવાર મળતા હાલે જીવાબેન ફરી સ્વસ્થ બનીને સુખરૂપ જીવન પસાર કરી રહ્યા છે.        ભુજ તાલુકાના નારણપર ગામના જીવાબેન ડોરૂ ભુજ ખાતે યોજાયેલા આયુષ્યમાન કાર્ડ વિતરણ કાર્યક્રમમાં  જણાવ્યું હતું કે, મારી કાનમાં મસો થયો હતો, જે પીડાની સારવાર કરાવવાના પૈસા નહોતા…

Read More

રાજકોટ રાજપથ લી. દ્વારા તા.૧૦/૧૦/૨૦૨૨ થી તા.૧૬/૧૦/૨૦૨૨ સુધીમાં કરવામાં આવેલ કામગીરી

હિન્દ ન્યુઝ, રાજકોટ રાજકોટ મહાનગરપાલિકાની પરિવહન સેવાઓનું સંચાલન અને નિયંત્રણ કરતી SPV – રાજકોટ રાજપથ લી. દ્વારા ગત તા.૧૦/૧૦/૨૦૨૨ થી તા.૧૬/૧૦/૨૦૨૨ સુધીમાં કરવામાં આવેલ કામગીરીની વિગતો નીચે દર્શાવેલ છે. જે વિગતોથી રાજકોટ શહેરના નાગરીકોને આપના સુપ્રસીધ્ધ અખબારના માધ્યમ મારફતે વિના મુલ્યે પ્રસીધ્ધ કરવા વિનંતી છે. ૧. સિટી બસ (RMTS) સેવા                       જનરલ-             રાજકોટ રાજપથ લી દ્વારા રાજકોટ શહેરીજનોને ૪૭ રૂટ પર ૯૫ સિટી બસ દ્વારા પરિવહન સેવા પુરી પાડવામાં આવે છે. સિટી બસ સેવા (RMTS)માં તા.૧૦/૧૦/૨૦૨૨ થી તા.૧૬/૧૦/૨૦૨૨ દરમિયાન કુલ અંદાજીત ૧,૧૯,૫૦૦ કિ.મી. ચાલેલ છે. તથા કુલ ૨,૦૬,૬૮૪ મુસાફરો દ્વારા તેનો લાભ લેવામાં આવેલ છે. સિટી બસમાં થયેલ કામગીરી:-                …

Read More