હિન્દ ન્યુઝ, ભાવનગર વડાપ્રધાન નરેન્દ્ર મોદીની વર્ચ્યુઅલી પ્રેરક ઉપસ્થિતિમાં આયુષ્માન કાર્ડ વિતરણ નો કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં ઉપસ્થિત શ્રીમતિ જલ્પાબેન ચાવડાએ જણાવ્યું હતું કે આયુષ્યમાન કાર્ડ થકી પ્રાઇવેટ હોસ્પિટલમાં સારવાર લેવાનુ શક્ય બન્યું હતું શ્રીમતિ જલ્પાબેન ચાવડાએ જણાવ્યું હતું કે તેમના સસરાને હૃદય ની તકલીફ હતી ત્યારે ડોક્ટરોએ તેમનું ઓપરેશન કરવા માટે જણાવ્યું હતું પરંતુ તેમના પરીવાર માટે ખૂબ જ મોટો ખર્ચ થાય તેમ હતો ત્યારે આયુષ્માન કાર્ડ થકી તેમના સસરાનાં હૃદયનું ઓપરેશન પ્રાઇવેટ હોસ્પિટલમાં વિનામૂલ્યે થઈ ગયું. તેમણે વધુમાં જણાવ્યું હતું કે જો આયુષ્યમાન કાર્ડ તેમની પાસે ના…
Read MoreMonth: October 2022
ગુજરાત રાજય મહિલા આયોગ અને જિલ્લા પંચાયત કચ્છના સંયુકત ઉપક્રમે રાપર ખાતે નારી સંમેલન યોજાયું
હિન્દ ન્યુઝ, ભુજ ૧૪ ઓક્ટોબરના રોજ ગુજરાત રાજય મહિલા આયોગ અને જિલ્લા પંચાયત કચ્છ ભુજના સંયુકત ઉપક્રમે રાપર નગરપાલિકા ટાઉનહોલ ખાતે નારી સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સંમેલનમાં બહોળી સંખ્યામાં મહિલાઓએ હાજરી આપી હતી. સમગ્ર કાર્યક્રમ કંકુબેન આહિર ચેરમેન મહિલા અને બાળ વિકાસ યુવા સમિતિ જિલ્લા પંચાયત કચ્છ-ભુજના અધ્યક્ષસ્થાને યોજાયો હતો. કાર્યક્રમની શરૂઆત કિશોરીઓ દ્વારા સ્વાગત ગીતથી કરવામાં આવી હતી તેમજ સીડીપીઓ જે.કે.પરમાર દ્વારા શાબ્દિક સ્વાગત કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં ઉપસ્થિત મહાનુભાવોના વરદ હસ્તે દિપ પ્રાગટય કરાયું હતું. આ કાર્યક્રમમાં વિષયને અનુરૂપ નારી…
Read Moreહવે બોટાદમાં પોલીસની “ત્રીજી આંખ” સમાન CCTV કેમેરાથી કોઈ ગુનેગાર નહીં બચી શકે : રાજ્યના ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવી
હિન્દ ન્યુઝ, બોટાદ બોટાદવાસીઓની સુખાકારીમાં વધારો કરવા ડબલ એન્જિનની સરકાર સતત પ્રયત્નશીલ છે. ત્યારે આજે રાજ્યના ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવીના વરદ હસ્તે બોટાદમાં નવનિર્મિત પોલીસ અધિક્ષકની કચેરી, રિઝર્વ પોલીસ ઈન્સપેક્ટરની કચેરી, પોલીસ હેડ ક્વાર્ટર તથા તાલીમ કેન્દ્રની તકતીનું અનાવરણ કરી લોકાર્પણ કરાયું હતું. આ અવસરે ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવીએ જણાવ્યું હતું કે, દેશના કોઈ રાજ્યની પોલીસ કચેરીઓમાં સુવિધાઓ નહીં હોઈ તેવી વ્યવસ્થા બોટાદની એસ.પી કચેરીમાં ઉભી કરવામાં આવી છે. જિલ્લાનો કોઈપણ નાગરિક કચેરીએ જશે ત્યારે કચેરીના રિસેપ્શન પરથી જ મદદ મળી રહેશે. એસ.પી કચેરીમાં ઘોડિયાઘર પણ તૈયાર કરવામાં આવ્યું છે. જેથી ફરજ…
Read Moreરાસ બેરિંગ્સ પ્રા.લી- રાણપુર ખાતેના એકમ માટે મશીન ઓપરેટરની જગ્યા માટે તા.૨૦ મી ઓક્ટોબરના રોજ બોટાદ જિલ્લા સેવા સદન ખાતે ભરતી મેળો યોજાશે
હિન્દ ન્યુઝ, બોટાદ જિલ્લા રોજગાર વિનિમય કચેરી- બોટાદ દ્વારા બોટાદ જીલ્લાના રોજગાર ઇચ્છુકોને રોજગારી પ્રાપ્ત થાય તેવા હેતુસર રાસ બેરિંગ્સ પ્રા.લી- રાણપુર ખાતેના એકમ માટે મશીન ઓપરેટરની જગ્યા માટે ૧૮ થી ૩૫ વર્ષની વયમર્યાદા તેમજ ધોરણ-૧૦ તથા આઈ.ટી.આઈ ટ્રેડ પાસની તકનિકી શૈક્ષણિક લાયકાત ધરાવનાર માટે અનુબંધમ વેબપોર્ટલના માધ્યમથી આયોજિત ભરતીમેળામાં ભાગ લેવા રોજગાર ઇચ્છુકોએ જિલ્લા રોજગાર વિનિમય કચેરી, જિલ્લા સેવા સદન, ખસ રોડ, બોટાદ ખાતે તા.૨૦/૧૦/૨૦૨૨ ના રોજ સવારે ૧૧:૦૦ કલાકે ઉપસ્થિત થવાનું રહેશે. આ ભરતીમેળામાં ભાગ લેવા હેતુસર રોજગાર ઇચ્છુકોએ આધાર કાર્ડ તેમજ શૈક્ષણિક લાયકાતના તમામ દસ્તાવેજો સાથે અનુબંધમ…
Read Moreસરકારની યોજનાઓનો લાભ લઇને લોકો ખાનગી તેમજ સરકારી હોસ્પિટલોમાં સારામાં સારી સેવા મેળવી રહ્યા છે – રાજ્ય કક્ષાના મંત્રી વિનોદભાઈ મોરડીયા
હિન્દ ન્યુઝ, બોટાદ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં તેમજ રાજ્ય કક્ષાના મંત્રી વિનોદભાઈ મોરડીયાના અધ્યક્ષસ્થાને બોટાદના લાભાર્થીઓને આયુષ્યમાન કાર્ડ વિતરણનો કાર્યક્રમ યોજાયો હતો. બોટાદ જિલ્લામાં આગામી ૩ દિવસમાં ૨૩,૦૦૦ લાભાર્થીઓને આયુષ્યમાન કાર્ડથી લાભાન્વિત કરાશે. આ અવસરે રાજ્યકક્ષાના મંત્રી વિનોદભાઈ મોરડીયાએ જણાવ્યું હતું કે, અગાઉ અનેક લોકો નાણાંનો ખર્ચ કરવા સક્ષમ ન હોવાના કારણે સારવાર કરાવી શકતા ન હતા. પરંતુ હવે લોકો સરકારની આરોગ્યલક્ષી યોજનાઓનો લાભ લઇને ખાનગી તેમજ સરકારી હોસ્પિટલોમાં સારામાં સારી સેવા મેળવી રહ્યા છે. આજે વિવિધ લોકઉપયોગી યોજનાઓ દ્વારા સમાજના દરેક વર્ગને લાભ મળી રહ્યો છે. આ સાથે…
Read Moreબોટાદ જિલ્લા પોલીસ ટીમની માનવતાસભર કામગીરી “દાદા-દાદીના દોસ્ત”ને બિરદાવતા ગૃહમંત્રી
હિન્દ ન્યુઝ, બોટાદ આજે બોટાદ ખાતે આયોજિત પોલીસ અધિક્ષકની કચેરીના લોકાર્પણ સમારોહમાં અધ્યક્ષ સ્થાને પધારેલા ગૃહમંત્રી હર્ષ સંઘવીએ સમારોહ દરમિયાન બોટાદ જિલ્લા પોલીસની ટીમની જિલ્લાનાં વડીલો માટે કરવામાં આવતી માનવતાસભર કામગીરીને બિરદાવી હતી. અધ્યક્ષએ આનંદભેર જણાવ્યું હતું કે, બોટાદ જિલ્લા પોલીસ દ્વારા કરવામાં આવતી અનેક માનવીય અને સંવેદનાસભર કામગીરીને કારણે આજે જિલ્લાના અનેક લોકો રક્ષિત થયા છે. જિલ્લાનાં અનેક વડીલો માટે આધાર બનતી પોલીસ ટીમની “દાદા-દાદીનાં દોસ્ત”ની અનોખી પહેલ માટે તેમણે સમગ્ર ટીમને વધાવી હતી. સાથોસાથ યુવાનોના ઉજ્જવળ ભવિષ્યના ઘડતર માટે જિલ્લા પોલીસ દ્વારા શનિવાર રવિવાર દરમિયાન શૈક્ષણિક ક્લાસ ચલાવવામાં…
Read Moreરાજ્યકક્ષાના મંત્રી વિનોદ મોરડીયાના હસ્તે બોટાદ જિલ્લાના વિવિધ વિભાગોના વિકાસલક્ષી કામોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ
હિન્દ ન્યુઝ, બોટાદ રાજ્યકક્ષાના મંત્રી વિનોદ મોરડીયાના હસ્તે બોટાદ જિલ્લાના વિવિધ વિભાગોના વિકાસલક્ષી કામોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરવામાં આવ્યું હતું. જેમાં મુખ્યત્વે માર્ગ અને મકાન વિભાગ હેઠળ રૂ.૧૬.૪૧ કરોડના ૪ કામોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં રાજ્યકક્ષાના મંત્રી વિનોદભાઈ મોરડીયાએ જણાવ્યું હતું કે, બોટાદનું જી.આઈ.ડી.સી. જિલ્લાનું ગ્રોથ અન્જિન બનશે. લોકોએ રોજગારી માટે અન્ય જિલ્લાઓ કે શહેરોમાં નહીં જવું પડે. બોટાદ જિલ્લાના વિકાસનો પ્લાન નક્કી કરવામાં આવ્યો છે.બોટાદ નવા ઉદ્યોગો થકી નવા આયામો સર કરી રહ્યું છે. બોટાદ જિલ્લાના વિવિધ વિભાગોના વિકાસલક્ષી કામોમાં બરવાળા તાલુકાના સાળંગપુર ખાતે આવેલ શ્રી કષ્ટભંજન…
Read Moreનવનિર્મિત પોલીસ કચેરીની લાઈબ્રેરીની મુલાકાત દરમિયાન ભગવદ ગીતાનું રસપૂર્વક અધ્યયન કરતાં રાજ્ય ગૃહમંત્રી
હિન્દ ન્યુઝ, બોટાદ રાજ્યના ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવીએ બોટાદમાં નવનિર્મિત એસ.પી કચેરીનું લોકાર્પણ કરવાની સાથોસાથ સમગ્ર કચેરીની મુલાકાત લીધી હતી. આ અવસરે શ્રી સંઘવીએ કચેરીમાં નિર્મિત આકર્ષક લાયબ્રેરીની વિશેષ મુલાકાત કરી હતી. જે દરમિયાન તેમણે લાઈબ્રેરીમાં પ્રવેશતાની સાથે જ સૌ પ્રથમ શ્રીમદ ભગવદ ગીતા પુસ્તકનું અધ્યયન કર્યુ હતું. તેમજ લાયબ્રેરીના અન્ય પુસ્તકો પણ રસપૂર્વક નિહાળ્યા હતા. હર્ષભાઈ સંઘવીએ બોટાદવાસીઓને આહ્વાન કર્યુ હતું કે તમામ લોકો એસ.પી. કચેરીમાં નિર્મિત પુસ્તકોના ખજાનારૂપ લાયબ્રેરીની મુલાકાત લે અને તેમના જ્ઞાનમાં વધારો કરે. રિપોર્ટર : સંજય ડણીયા, બોટાદ
Read Moreરાધનપુર ઘાંચી સમાજ દ્વારા બનાવેલ રીડિંગ લાયબ્રેરી નું ધારાસભ્ય રઘુભાઇ દેસાઈ દ્વારા ઉદ્ઘાટન કરવામાં આવ્યું
હિન્દ ન્યુઝ, રાધનપુર પાટણ જિલ્લાના રાધનપુર ખાતે ઘાંચી સમાજ દ્વારા બનાવેલ રીડિંગ લાયબ્રેરી નું રાધનપુર ધારાસભ્ય રઘુભાઇ દેસાઈ દ્વારા ઉદ્ઘાટન કરવામાં આવ્યું.આજ ના યુગ માં વાંચન પણ જરૂરી છે. વાંચન કરી ભણેલા યુવાનો પોતાની મહેનત કરી સારી નોકરીઓ પણ મેળવે છે જેમાં જરૂરી પુસ્તકો ની પણ જરૂર પડે છે. આ સ્પર્ધાત્મક યુગમાં જે ભણેલા યુવાનો પાસે વાંચવાની જગ્યા કે પૂરતા પ્રમાણમાં પુસ્તકો મટીરીયલ નાં હોવાના કારણે થોડા ઘણા માર્કસ થી નિષ્ફળ જાય છે ત્યારે ભણેલા યુવાનો નું મનોબળ ટુટી જતું હોય છે ત્યારે એવું ન બને તે માટે વાંચવાનું યોગ્ય…
Read Moreકડાણા, સંતરામપુર ના આદિવાસીઓ ધરણા પર ઉતર્યો
હિન્દ ન્યુઝ, મહિસાગર કડાણા, સંતરામપુર ના આદિવાસીઓ ને દાખલા માટે યોગ્ય જવાબ ન મળતાં તમામ આદિવાસ સમાજ ધરણા પર હાલ બેઠા છે અને જણાવામાં આવ્યુ છે કે જો અમને પાંચ દિવસ માં હકારાત્મક જવાબ ના મળે તો આમરણાંત ઉપવાસ પર બેસવા નુ પણ આદિવાસી સમાજ દ્વારા જણામાં આવ્યુ છે. કડાણા તાલુકા ના આદિવાસી સાથે સંબંધો ધરાવે છે, આ ઉપરાંત રેણી-કેણી, બોલી, ચાલી, ઘર અને સામાજિક પ્રસંગો પણ આદિવાસી સમાજ માં આદિવાસી પરંપરાગત ઉજવવામાં આવે છે જો કડાણા ના આદિવાસીઓ એ જણાવ્યું છે આ રાજકીય પક્ષો તરફથી જે તે ફાળવણી થાય…
Read More