માંગરોળ તાલુકા સહિત દક્ષિણ ગુજરાતની ગ્રાન્ટેડ પ્રાથમિક શાળાઓની વાર્ષિક સામાન્ય સભા MAI શાળા, ખોલવડ ખાતે યોજાઈ

હિન્દ ન્યૂઝ, માંગરોળ (સુરત) માંગરોળ તાલુકા સહિત દક્ષિણ ગુજરાતનાં સુરત, તાપી, નવસારી, ડાંગ જિલ્લાઓની ગ્રાન્ટેડ પ્રાથમિક શાળાનાં સંઘની વાર્ષિક સામાન્ય સભા તાજેતરમાં ખોલવડની MAI પ્રાથમિક શાળાનાં સાંસ્કૃતિક ભવનમાં સંઘના પ્રમુખ અનિતાબેન ગાંધીનાં પ્રમુખપદે યોજાઈ ગઈ છે. બેઠકનો પ્રારંભ પ્રાર્થનાથી કરવામાં આવ્યો હતો. સંઘના ઉપપ્રમુખ એયુબભાઈ જાગડાએ ગતસભાની કાર્યવાહી વાંચનમાં લીધી હતી. જેને સર્વા નુમતે મંજુર કરવામાં આવી હતી. સંઘના મહામંત્રી અલતાફભાઈ પટેલે એજન્ડા મુજબનાં કામો શરૂ કર્યા હતા. આ તમામ કામો સર્વાનુમતે મંજુર કરવામાં આવ્યા હતા. ગ્રાન્ટેડ પ્રાથમિક શિક્ષકોને મળવાપાત્ર ઉચ્ચતર પગાર ધોરણની ફાઈલોનો નિકાલ કરાયો છે. એની માહિતી આપી…

Read More

ચણાની ટેકાના ભાવે ખરીદીની મર્યાદા ૧૦૦ મણ કરવા ભાજપ અગ્રણી અતુલ કાનાણીની માંગણી

કૃષિ મંત્રી આર.સી.ફળદુને કરાયેલી લેખીત રજુઆત… હિન્દ ન્યૂઝ, ધારી           ગુજરાત સરકાર દ્વાર ટેકાના ભાવે ચણાની ખરીદી કરાઈ રહી છે ત્યારે ખેડૂત ખાતેદાર દીઠ ૫૦ મણ ચણાની ખરીદી કરાઈ રહી છે. ખેડુત ખાતે દાર દીઠ ૫૦ મણની જગ્યાએ ૧૦૦ મણ ચણાની ખરીદી કરવામા આવે તેવી અમરેલી જિલ્લા ભાજપ ઉપાધ્યક્ષ અતુલભાઈ કાનાણીએ કૃષિ મંત્રી આર.સી. ફળદુ ને લેખીતમા રજુઆત કરેલ છે. આ વર્ષે ધારી તાલુકામા ચણાના પાકનું વાવેતર મોટા પ્રમાણમા થયેલ છે, ત્યારે ખેડૂતોને તેમના ઉત્પાદનના પુરતા નાણા મળી રહે તેવા લક્ષ સાથે ગુજરાત સરકાર ચણાના પાકની…

Read More

આઝાદીના સંગ્રામમાં સ્વદેશી ચળવળને વેગ આપનાર મોડાસામાં અમૃત મહોત્સવ યોજાશે

હિન્દ ન્યૂઝ, અરવલ્લી  ભારતની આઝાદીના ૭પ વર્ષની ઉજવણીના ઉદ્દેશ્ય સાથે રાષ્ટ્રવ્યાપી ‘આઝાદી કા અમૃત મહોત્સવ’ની રાષ્ટ્રવ્યાપી ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું છે. આ ઉજવણીનો તા.૧રમી માર્ચથી અમદાવાદના સાબરમતી આશ્રમથી વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી પ્રારંભ કરાવનાર છે. જે અંતર્ગત આઝાદીના સંગ્રામમાં સ્વદેશી ચળવળને વેગ આપનાર મોડાસા ખાતે યોગ બોર્ડના ચેરમન શીશપાલ રાજપૂતની અધ્યક્ષતામાં યોજાશે અરવલ્લીમાં દાંડીયાત્રા અંતર્ગત આત્મનિર્ભર ભારત, મોર્ડન ઈન્ડિયા, ક્લાઇમેન્ટ ચેન્જ, શૌર્યગીત, નાટિકા આશ્રમ, ભજનાવલી આધારિત ભજનો, આઝાદીની ચળવળ અને રાષ્ટ્રભક્તિને ઉજાગર કરતા વિવિધ કાર્યક્રમોનું શ્રી મ.લા.ગાંધી કોલેજ ભામાશા હૉલ, મોડાસા ખાતે આયોજન કરાયું. અમૃત મહોત્સવના આયોજન અંગે અમલીકરણ અધિકારીઓની બેઠક…

Read More

ગાંડી વેલ દુર કરવા માટેના વધુ એક મશીનને શ્રીમતી અંજલીબેન રૂપાણીના વરદ હસ્તે ઝંડી આપી પ્રસ્થાન કરાયું

હિન્દ ન્યૂઝ, રાજકોટ            નદીમાં ઉત્પન્ન થતી ગાંડી વેલને કારણે ઉપસ્થિત થતા ઉપદ્રવના નિરાકરણ માટે આ અગાઉ રાજકોટ મહાનગરપાલિકાએ એક મશીન વસાવ્યું હતું. આ આધુનિક મશીન દ્વારા ગાંડી વેલ દુર કરવાની કામગીરી વધુ ઝડપથી થઇ શકે તે માટે વધુ એક મશીન વસાવવામાં આવ્યું છે. આજે તા. ૧૦-૦૩-૨૦૨૧ ના રોજ ગાંડીવેલ દુર કરવા માટેના આ નવા મશીનને રાજ્યના માનનીય મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી ધર્મપત્ની શ્રીમતી અંજલીબેન રૂપાણીના વરદ હસ્તે ઝંડી આપી પ્રસ્થાન કરવામાં આવ્યું હતું. આ સાથે રાજકોટ મહાનગરપાલિકા પાસે ગાંડી વેલ દુર કરવા માટેના બે આધુનિક મશીન…

Read More

દાંડીયાત્રાના અનુસંધાને જિલ્‍લા કલેકટર આઇ.કે.પટેલની અધ્યક્ષતામાં સમીક્ષા બેઠક યોજાઇ

હિન્દ ન્યૂઝ, નડિયાદ         ખેડા જિલ્‍લા કલેકટર આઇ.કે.પટેલની અધ્યક્ષતામાં યોજાયેલ બેઠકમાં તેઓએ જણાવ્યું હતું કે, તા.૧૨ માર્ચ ૨૦૨૧ના રોજ અમદાવાદ સાબરમતી આશ્રમથી નીકળનારી દાંડીયાત્રાનો શુભારંભ સાબરમતી આશ્રમથી વડાપ્રધાન નરેન્‍દ્રભાઇ મોદી કરાવનાર છે. અમદાવાદ સાબરમતી આશ્રમથી નિકળનારી દાંડીયાત્રા ખેડા જિલ્‍લામાં પ્રવેશ કરશે અને પૂ.મહાત્‍મા ગાંધીબાપુની ૧૯૩૦માં નીકળેલી મૂળ દાંડીયાત્રા મુજબના જ રૂટ ઉપરથી આ યાત્રા ખેડા જિલ્‍લામાંથી પસાર થશે. ખેડા જિલ્‍લામાં જુદા જુદા ત્રણ ગામોમાં પદયાત્રીઓ રાત્રી રોકાણ કરશે. અમદાવાદ સાબરમતીથી નીકળ્યા બાદ પ્રથમ દિવસે અસલાલી ગામ ખાતે રાત્રી રોકાણ કરશે. ત્‍યારબાદ બીજા દિવસે પદયાત્રીઓ નવાગામ ખાતે રાત્રી…

Read More

દાંડીયાત્રા તા.૧૩મીએ ખેડા જિલ્લામાં પ્રવેશ કરશે

હિન્દ ન્યૂઝ, નડિયાદ        આઝાદીના ૭૫મા વર્ષની ઉજવણીના ભાગરૂપે તા.૧૨-૦૩-૨૦૨૧ના રોજ દાંડીયાત્રાનો શુભારંભ અમદાવાદથી કરવામાં આવનાર છે. આ કાર્યક્રમ અંતર્ગત ખેડા જિલ્‍લામાંથી ખેડા, માતર અને નડિયાદ તાલુકામાંથી દાંડીયાત્રા પસાર થનાર છે આમ, દાંડીયાત્રા તા.૧૩મીએ ખેડા જિલ્લામાં પ્રવેશ કરશે. આ યાત્રા દરમ્યાન દાંડીયાત્રાના રાત્રી રોકાણના સ્‍થળોએ રાત્રી રોકાણ, દાંડીયાત્રાના માર્ગમાં આવતા ગામના આગેવાનો દ્વારા યાત્રનું સ્‍વાગત, સાંસ્‍કૃતિક કાર્યક્રમો, સભાઓ, મહાત્‍મા ગાંધીજીના વિચારો પ્રદર્શિત કરતા વ્‍યાખ્‍યાનોનું આયોજન ખેડા જિલ્લા વહિવટીતંત્ર દ્રારા કરવામાં આવ્યુ છે. આ કાર્યક્રમ અંતર્ગત જિલ્લામાં પાંચ સ્થળોએ આઝાદીના ચળવળને લગતા કાર્યક્રમોનુ આયોજન પણ કરવામાં આવેલ છે. જે…

Read More

આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત સોમનાથમાં તા. ૧૨ માર્ચના રોજ દેશભક્તિસભર કાર્યક્રમ યોજાશે

હિન્દ ન્યૂઝ, ગીર સોમનાથ           તા.૧૦, ભારતની સ્વતંત્રતા આઝાદીના ૭૫ વર્ષ પૂર્ણ થવાના અવસર આઝાદી કા અમૃત મહોત્સવની રાષ્ટ્રવ્યાપી ઉજવણીનો પ્રારંભ તા. ૧૨ માર્ચના રોજ સાબરમતી આશ્રમ અમદાવાદથી વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી કરાવશે. જેના ભાગરૂપે સોમનાથ ખાતે આઝાદી માટે સ્વતંત્રતા માટે કુરબાની આપનાર વીરો દેશની પ્રગતિ માટે યોગદાન આપનાર લોકોની સ્મૃતિ ચીરંજીવી રાખી તેમને યાદ કરવા કાર્યક્રમ યોજાશે.         દેશભક્તિસભર કાર્યક્રમ સોમનાથ મંદિરના પરિસરમાં તા.૧૨ માર્ચના રોજ સવારે ૧૦.૦૦ કલાકે યોજાશે. મહાત્મા ગાંધીજીના ભજનાવલીના ભજનો, દેશભક્તિ ગીત સહિતના કાર્યક્રમો યોજાશે. આ પ્રસંગે રાજ્યકક્ષાના મંત્રી…

Read More

વર્ષો જુના નીલકંઠ મહાદેવ મંદિર ખાતે ભક્તો નું ઘોડાપુર ઉમટશે

હિન્દ ન્યૂઝ, દિયોદર         મહાશિવરાત્રી એટલે કે ભગવાન શિવ નો મહિમા મહાશિવરાત્રી ના દિવસે સમગ્ર જિલ્લા માં મહાદેવ મંદિરો હર હર મહાદેવ માં નાદ થી ગુંજી ઉઠશે. જેમાં જિલ્લા ના દિયોદર ખાતે આવેલ નીલકંઠ મહાદેવ મંદિર પણ વર્ષો જૂનું મંદિર છે. જેમાં દર વર્ષ ની જેમ આ વર્ષે પણ મહા શિવરાત્રી ને લઈ ભક્તો માં અનેરો ઉત્સાહ જોવા મળી રહો છે. જેમાં આજે શિવરાત્રી ના પાવન દિવસે શિવજી ના ભક્તો મહાદેવ ભગવાન ની પૂજા અર્ચના કરશે. જેમાં દિયોદર ના તમામ શિવાલય હર હર મહાદેવ ના નાદ થી…

Read More

સ્પોર્ટ્સ ઉત્સવ તા.21 માર્ચના રોજ જૂનાગઢમાં ત્રીજો જુનિયર સ્પોર્ટ્સ ઉત્સવ ઉજવાશે

હિન્દ ન્યૂઝ, જૂનાગઢ           જૂનાગઢમાં આગામી તા.21 માર્ચ, 2021 ને રવિવારના દિવસે સાયકલિંગ એસો.જી.જૂનાગઢ દ્વારા અન્ડર 17, અન્ડર 14, અન્ડર 11 ભાઈઓ-બહેનોની સાયકલિંગ સ્પર્ધા રોલર સ્કેટિંગ એસો. દ્વારા અન્ડર 14, અન્ડર 11, અન્ડર 08 ભાઈઓ-બહેનોની સ્કેટિંગ સ્પર્ધા એથ્લેટીક્સ મંડળ દ્વારા અન્ડર 17, અન્ડર 14, અન્ડર 11 ભાઈઓ-બહેનોની દોડ સ્પર્ધા યોજાશે. ઉપર મુજબની સ્પર્ધામાં ભાગ લેવા માટે તમે નીચે આપેલી વિગતોનો સંપર્ક કરી શકો છો. સરનામું : ગુજરાત સ્પોર્ટ્સ એકેડેમી, એરટેલ ઓફીસ બાજુમાં, તળાવ દરવાજા પાસે, જૂનાગઢ. સંપર્ક : 8733050111 ફોર્મ મેળવવાની છેલ્લી તારીખ : 11 માર્ચ,…

Read More

 જૂનાગઢના કુલદીપ પંડ્યા અને સોમ સાંગાણીએ સ્ટેટ શુટીંગ ચેમ્પિયનશીપમાં જૂનાગઢની નામના વધારી

હિન્દ ન્યૂઝ, જૂનાગઢ          અમદાવાદ ખાતે રાઇફલ સ્પર્ધા થોડા સમય પહેલા આયોજિત થયેલ, અમદાવાદ ખાનપુર રાઇફલ ક્લબ મુકામે ગત તા.25 ફેબ્રુઆરી થી 9 માર્ચ, 2021 સુધી યોજાયેલ 56 સ્ટેટ શુટીંગ ચેમ્પિયનશીપમાં જૂનાગઢના 6 જેટલાં બાળકોએ 10 મીટર એર રાઇફલ ઇવેન્ટમાં ભાગ લીધો હતો. જે પૈકી કુલદીપ પંડ્યાએ 371 પોઇન્ટ હાંસલ કરીને સમગ્ર ગુજરાતમાં ચોથું સ્થાન મેળવ્યું છે. જ્યારે સોમ સાંગાણીએ 348 પોઇન્ટ મેળવીને વેસ્ટ ઝોન ટુર્નામેન્ટ માટે ક્વોલિફાય કરી જૂનાગઢનું ગૌરવ વધાર્યું છે. તેઓએ કોચ હિરેન ખૂંટી પાસેથી તાલીમ મેળવી છે. જૂનાગઢ ખાતે બાળકોને આવી જુદી જુદી…

Read More