દાંડીયાત્રા તા.૧૩મીએ ખેડા જિલ્લામાં પ્રવેશ કરશે

હિન્દ ન્યૂઝ, નડિયાદ

       આઝાદીના ૭૫મા વર્ષની ઉજવણીના ભાગરૂપે તા.૧૨-૦૩-૨૦૨૧ના રોજ દાંડીયાત્રાનો શુભારંભ અમદાવાદથી કરવામાં આવનાર છે. આ કાર્યક્રમ અંતર્ગત ખેડા જિલ્‍લામાંથી ખેડા, માતર અને નડિયાદ તાલુકામાંથી દાંડીયાત્રા પસાર થનાર છે આમ, દાંડીયાત્રા તા.૧૩મીએ ખેડા જિલ્લામાં પ્રવેશ કરશે. આ યાત્રા દરમ્યાન દાંડીયાત્રાના રાત્રી રોકાણના સ્‍થળોએ રાત્રી રોકાણ, દાંડીયાત્રાના માર્ગમાં આવતા ગામના આગેવાનો દ્વારા યાત્રનું સ્‍વાગત, સાંસ્‍કૃતિક કાર્યક્રમો, સભાઓ, મહાત્‍મા ગાંધીજીના વિચારો પ્રદર્શિત કરતા વ્‍યાખ્‍યાનોનું આયોજન ખેડા જિલ્લા વહિવટીતંત્ર દ્રારા કરવામાં આવ્યુ છે. આ કાર્યક્રમ અંતર્ગત જિલ્લામાં પાંચ સ્થળોએ આઝાદીના ચળવળને લગતા કાર્યક્રમોનુ આયોજન પણ કરવામાં આવેલ છે. જે મુજબ ખેડા ખાતે એચ.એન્ડ.ડી.પારેખ હાઈસ્કુલ ખાતે ચંપારણ સત્યાગ્રહની થીમ પર કાર્યક્રમ, ભારત હાઇસ્કુલ, ઉત્તરસંડા ખાતે ગાંધીસભાનો કાર્યક્રમ, બાવિસી સમાજની વાડી મહુધા ખાતે ગાંધીસભાનો કાર્યક્રમ, ભવન્સ કોલેજ હોલ, ડાકોર તા.ઠાસરા ખાતે રાજા સુરજમલ ૧૮૫૭ વિપ્લવની થીમ પર કાર્યક્રમ, મજુર કામદાર સહકારી મંડળી હોલ, માતર ખાતે ઠાકોર જયસીંગ ઉંમરકેદની સજાની થીમ પર મનોરંજક કાર્યક્રમોનુ આયોજન કરવામાં આવ્યુ છે.

રિપોર્ટર : પ્રતિક ભટ્ટ, નડિયાદ

Related posts

Leave a Comment