કૃષિ મંત્રી આર.સી.ફળદુને કરાયેલી લેખીત રજુઆત…
હિન્દ ન્યૂઝ, ધારી
ગુજરાત સરકાર દ્વાર ટેકાના ભાવે ચણાની ખરીદી કરાઈ રહી છે ત્યારે ખેડૂત ખાતેદાર દીઠ ૫૦ મણ ચણાની ખરીદી કરાઈ રહી છે. ખેડુત ખાતે દાર દીઠ ૫૦ મણની જગ્યાએ ૧૦૦ મણ ચણાની ખરીદી કરવામા આવે તેવી અમરેલી જિલ્લા ભાજપ ઉપાધ્યક્ષ અતુલભાઈ કાનાણીએ કૃષિ મંત્રી આર.સી. ફળદુ ને લેખીતમા રજુઆત કરેલ છે. આ વર્ષે ધારી તાલુકામા ચણાના પાકનું વાવેતર મોટા પ્રમાણમા થયેલ છે, ત્યારે ખેડૂતોને તેમના ઉત્પાદનના પુરતા નાણા મળી રહે તેવા લક્ષ સાથે ગુજરાત સરકાર ચણાના પાકની ટેકાના ભાવે ખરીદીમા ખાતેદાર દીઠ ૧૦૦ મણ જેટલા ચણાની ખરીદી કરે તેવી ધારી તાલુકાના ખેડૂતો વતી ભાજપ અગ્રણી અને પત્રકાર અતુલભાઈ કાનાણીએ કૃષિ મંત્રીને લેખીત રજુઆત કરેલ છે.
રિપોર્ટર : સંજય વાળા, ધારી