હિન્દ ન્યૂઝ, અરવલ્લી
ભારતની આઝાદીના ૭પ વર્ષની ઉજવણીના ઉદ્દેશ્ય સાથે રાષ્ટ્રવ્યાપી ‘આઝાદી કા અમૃત મહોત્સવ’ની રાષ્ટ્રવ્યાપી ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું છે. આ ઉજવણીનો તા.૧રમી માર્ચથી અમદાવાદના સાબરમતી આશ્રમથી વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી પ્રારંભ કરાવનાર છે. જે અંતર્ગત આઝાદીના સંગ્રામમાં સ્વદેશી ચળવળને વેગ આપનાર મોડાસા ખાતે યોગ બોર્ડના ચેરમન શીશપાલ રાજપૂતની અધ્યક્ષતામાં યોજાશે
અરવલ્લીમાં દાંડીયાત્રા અંતર્ગત આત્મનિર્ભર ભારત, મોર્ડન ઈન્ડિયા, ક્લાઇમેન્ટ ચેન્જ, શૌર્યગીત, નાટિકા આશ્રમ, ભજનાવલી આધારિત ભજનો, આઝાદીની ચળવળ અને રાષ્ટ્રભક્તિને ઉજાગર કરતા વિવિધ કાર્યક્રમોનું શ્રી મ.લા.ગાંધી કોલેજ ભામાશા હૉલ, મોડાસા ખાતે આયોજન કરાયું. અમૃત મહોત્સવના આયોજન અંગે અમલીકરણ અધિકારીઓની બેઠક કલેક્ટર અમૃતેશ ઔરંગાબાદકર અને જિલ્લા વિકાસ અધિકારી અનિલ ધામેલિયાની ઉપસ્થિતિમાં બેઠક યોજાઇ. આ બેઠકમાં નિવાસી અધિક કલેકટર આર.જે.વલવી સહિત અન્ય વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
રિપોર્ટર : મુન્નાખાન પઠાણ, મોડાસા