દિયોદર કોવિડ ૧૯ રસીકરણ કેન્દ્ર પર કોરોના વૉરિયશ ને વેકસીન અપાઈ

હિન્દ ન્યૂઝ, દિયોદર   પોલીસ સહિત મામલતદાર કચેરી માં સ્ટાફે વેકસીન લીધી કોઈ અસર નહીં રાજ્ય માં આજે રવિવાર ના રોજ બીજા તબબકા માં કોરોના વેકસીન આપવામાં આવી રહી છે. જેમાં દિયોદર આરોગ્ય અધિકારી બ્રિજેશ વ્યાસ ના માર્ગદર્શન હેઠળ આજે દિયોદર પોલીસ સ્ટેશન ,નાયબ પોલીસ અધિક્ષક કચેરી,તેમજ મામલતદાર અને તાલુકા પંચાયત કચેરી ખાતે આજે કોવિડ ૧૯ રસીકરણ કેન્દ્ર પર કોરોના વૉરિયશ ને વેકસીન આપવામાં આવી હતી. જેમાં આ વેકસીન આપવા સમય કોઈ પણ આડઅસર જોવા મળી આવી ન હતી. આજે દિયોદર નાયબ પોલીસ અધિક્ષક પી એચ ચૌધરી, નાયબ કલેકટર એમ…

Read More

વખા કોલેજ એન સી સી 35 બટાલિયન ટિમ દ્વારા બાળકો ને રસી અપાઈ

હિન્દ ન્યૂઝ, દિયોદર ૩૧ જાન્યુઆરી રવિવાર ના રોજ દિયોદર આરોગ્ય વિભાગ દ્વારા કુલ ૧૧૧ બુથ પર ૨૪૬૮૦ બાળકો ને આજે પોલિયો રસી આપવામાં આવી રહી છે. જેમાં દિયોદર તાલુકા ની ધરેક આગણવાળી, પ્રાથમિક શાળાઓમાં તેમજ વખા કોલેજ દ્વારા પણ એન સી સી ૩૫ બટાલિયન ના વિધાર્થીઓ દ્વારા પ્રથમ વખત એક આયોજન કર્યું છે. જેમાં દિયોદર રેફરેલ હોસ્પિટલ, દિયોદર ગ્રામ પંચાયત, બસ સ્ટેન્ડ, ખાતે રવિવાર ના રોજ “આવો રસી ના બે ટીપાં પીવડાવી, લઈ એ બાળકો ની દરકાર અનુસાધને ભારત પોલિયો મુક્ત દેશ અનુસંધાને પોલિયો ના બે ટીપાં અચૂક પીવડાવવા ની…

Read More

થરાદ ખાતે 42 ગામ શ્રીમાળી બ્રાહ્મણ સમાજ દ્વારા ક્રિકેટ ટુર્નામેન્ટનું કરાયું આયોજન

હિન્દ ન્યુઝ, થરાદ            થરાદના ખોરડા ગામે આવેલ એ.પી. ત્રિવેદી શૈક્ષણિક સંકુલ કોલેજમાં બ્રહ્મસમાજના યુવાનો દ્વારા તારીખ ૩૧/૦૧/૨૦૨૧ ને રવિવારના રોજ વૈદિક મંત્રોચ્ચાર સાથે દીપ પ્રાગટ્ય કરી ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ૪૨ ગામ શ્રીમાળી બ્રાહ્મણ સમાજ વાવ- થરાદ- દિયોદરના ઉત્સાહિત યુવાનોએ સવારના સાડા નવ વાગ્યેથી ક્રિકેટ ટુર્નામેન્ટનો શુભારંભ કર્યો હતો. તેમજ ક્રિકેટ ટુર્નામેન્ટ આયોજન સંદર્ભે ૪૨ ગામ ના પ્રમુખ બિપીન ભાઇ ત્રિવેદી તથા સુભાષ ત્રિવેદી અજય ભાઇ ઓઝા, પ્રકાશ ઓઝા તથા ભુરાલાલ ઓઝા, મધુ ભાઈ ત્રિવેદી તેમજ અન્ય આગેવાનો હાજર રહ્યા હતા.  …

Read More

કોરોના વેક્સીન સંપૂર્ણ સલામત છે, કોરોના વેક્સીનેશનથી કોઇપણ પ્રકારની આડઅસર થતી નથી

હિન્દ ન્યૂઝ, રાજપીપલા જિલ્લા પોલીસ અધિક્ષક સહિત જિલ્લાના પોલીસ અધિકારીઓ/કર્મચારીઓએ કોરોના વેક્સીનેશનનો લાભ લીધો. નર્મદા જિલ્લામાં આજે બીજા તબક્કાના પ્રથમ દિવસે ૩,૦૦૭ પૈકી ૫૫૦ ફ્રન્ટ લાઇન વર્કરોને કોવિડ-૧૯ વેક્શીનેશન હેઠળ આવરી લેવાયા. નર્મદા જિલ્લામાં હેલ્થ કેર વર્કર, ફ્રન્ટ લાઇન વર્કર, ૫૦ થી ઓછી વયના અને ૫૦ થી વધુ વયના અંદાજીત ૧.૨૦ લાખ જેટલા લોકોને કોવીડ-૧૯ વેક્સીનેશન હેઠળ આવરી લેવાયા છે, જે અન્વયે બીજા તબક્કાના કરાયેલા કોવિડ-૧૯ વેક્શીનેશનમાં જિલ્લા પોલીસ અધિક્ષક હિમકરસિંહ, નાયબ જિલ્લા પોલીસ અધિક્ષક રાજેશભાઇ પરમાર, શૈલેષભાઇ મોદી, આમલેથા પોલીસ સબ ઇન્સપેક્ટર સેજલકુમારી પટેલ અને શારદાબેન દેદૂન સહિત અન્ય…

Read More

પોલિયો અને કોરોના રસીકરણનો કાર્યક્રમ કલેકટરની અધ્યક્ષતામાં યોજાયો

હિન્દ ન્યૂઝ, મોડાસા           સમગ્ર રાજ્યમાં આજ રોજ ૩૧મી જાન્યુઆરી ૨૦૨૧ના રોજ પોલિયો રસીકરણ અને કોરોના રસીકરણના કાર્યક્રમો યોજાયા. જેમાં અરવલ્લીના મોડાસાના શહેરી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતેથી પોલિયો અને ફ્રંટલાઈન વર્કરને કોરોના રસીકરણ આપવાની અભિયાનની શરૂઆત જિલ્લા કલેકટર અમૃતેશ ઔરંગાબાદકર, જિલ્લા વિકાસ અધિકારી ડૉ. અનિલ. ધામેલિયા, જિલ્લા પોલીસ અધિકારી સંજય ખરાતની ઉપસ્થિતિમાં કરાઇ હતી. રાજ્યમાં આજથી આરંભયેલા પોલિયો રસીકરણ અંતર્ગત અરવલ્લીના મોડાસાના શહેરી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે ૦ થી ૫ વર્ષના બાળકોને પોલિયોની રસી આપવામાં આવી હતી. મોડાસાના ૦ થી ૫ વર્ષના બાળકોની સંખ્યા ૧૧૪૧૯૬ છે.…

Read More

નર્મદા જીલ્લામાં આજે પલ્સ પોલિયો રવિવાર અંતર્ગત પાંચ વર્ષ થી આેછી વયના બાળકો ને પોલિયો ના બે ટીપા પિવડાવવામા આવ્યા

હિન્દ ન્યૂઝ, નર્મદા નર્મદા જીલ્લામાં આજે પલ્સ પોલિયો રવિવાર અંતર્ગત પાંચ વર્ષ થી આેછી વયના બાળકો ને પોલિયો ના બે ટીપા પિવડાવવામા આવ્યા હતા. નર્મદા જીલ્લા ના નાંદોદ તાલુકાના વડીયા ગામમાં જાહેર જગ્યા પર, જ્યાં જ્યાં લોકોની અવર જવર વધુ હોય ત્યાં ત્યાં જિલ્લા ના આરોગ્ય તંત્ર દ્વારા પોલિયોના બુથ રાખવામાં આવ્યા હતા અને ધણા વાલીઓ દ્વારા પોતાના પાંચ વર્ષ થી આેછી વયના બાળકો ને પોલીયો પિવડાવવામાટે સવાર થી જ ઉત્સાહ સાથે પોલિયો પિવડાવવામાટે આવી રહ્યા હતા. રિપોર્ટર : હિતેન્દ્ર વસંદિયા, નર્મદા

Read More

બનાસકાંઠા જીલ્લાના ભાભર તાલુકામાં પોલિયો રસીકરણનો પ્રારંભ કરવામાં આવ્યો

હિન્દ ન્યૂઝ, બનાસકાંઠા ભાભર ખાતે મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ. એમ જે ફેન્સીના માર્ગદર્શન હેઠળ ડૉ. ચંદનબેન અખાણી જિલ્લા ક્ષય અધિકારી સાથે કે .પી.દેલવાડિયા તાલુકા આરોગ્ય અધિકારી, ડૉ પ્રદીપભાઈ પરમાર તાલુકા આરોગ્ય અધિકારી ના હસ્તે ભાભર તાલુકામાં પોલિયો કાર્યક્રમનો શુભારંભ કરાયો હતો. પલ્સ પોલિયો કાર્યક્રમ અંગે માહિતી આપતા બ્લોક હેલ્થ ઓફિસના તાલુકા હેલ્થ સુપર વાઇઝર જે. એલ. નાઈ ના જણાવ્યા મુજબ રાજ્ય સરકાર દ્વારા ચાલુ વર્ષે 31/1/ 2021 થી 2/2/2021 આમ ત્રણ દિવસ દરમિયાન ચાલનારા આ કાર્યક્રમમાં તાલુકાના 0 થી 5 વર્ષના બાળકોને પોલિયો ની રસીનો ડોઝ પીવડાવવામાં આવશે. જેમાં…

Read More

થરાદ તાલુકાના રાહ ખાતે રકતદાન કેમ્પનું આયોજન

હિન્દ ન્યુઝ, થરાદ આજ રોજ ધ નેશનલ સ્કૂલ રાહ ખાતે રક્તદાન કેમ્પનું ખૂબ સરસ રીતે આયોજન કરવામાં આવ્યુ. જેમાં નેશનલ સ્કૂલના મેનેજીંગ ડિરેક્ટર નરપતસિંહ વાઘેલા, જગદીશભાઈ પટેલ, ગોવિંદભાઇ ચૌધરી, ભાજપ મહામંત્રી થરાદ તાલુકા હરચંદભાઈ ઠાકોર, રાહ નેશનલ સ્કૂલ ના એમડી દિનેશભાઈ સુથાર તેમજ 108 એમ્બ્યુલન્સ વાહન સાથે ઇમરજન્સી સ્ટાફ અને બ્લડ બેન્ક સમગ્ર સ્ટાફ અને રાહ ગામના આગેવાનો હાજર રહી ખૂબ જ ઉત્સાહથી લોકો દ્વારા રક્તદાન કરવામા આવ્યુ. વ્હાઈટ ક્રોસ બ્લડ બેંકના સહયોગથી આ કાર્યક્રમ યોજાયો. બ્લડ બેન્ક તરફથી દરેક રક્તદાતાને એક ઘડિયાળ અને સન્માન પત્ર આપી સન્માનીત કરવામાં આવ્યા.…

Read More

અંબાજી નજીક છાપરી ચેકપોસ્ટ ખાતે પોલીસ અને હોમગાર્ડ ની જગ્યા એ સિવિલ ડ્રેસમાં એક વ્યક્તિ દ્વારા વાહન ચેકિંગ કરતાં નજરે

હિન્દ ન્યુઝ, અંબાજી              શક્તિ ભક્તિ અને આસ્થાના નું ત્રિવેણી સંગમ એટલે જગ વિખ્યાત યાત્રાધામ અંબાજી આ ધામ એ ગુજરાતનુ જ નહિ પણ વિશ્વનું સુપ્રસિદ્ધ યાત્રાધામ તરીકે ગણાતું હોય છે. આ ધામ ખાતે દેશભર માંથી યાત્રિકો માં અંબે નાં દર્શન કરવા અંબાજી આવતા હોય છે ત્યારે વાત કરવા માં આવે કે આ ધામ એ ગુજરાત અને રાજસ્થાનની સરહદે આવેલું હોય અને ગુજરાત માં પ્રતિબંધિત વસ્તુઓ ની રાજસ્થાની માંથી ઘુસણખોરી નાં થાય તેને લઈ અંબાજી નજીક છાપરી ચેકપોસ્ટ મુકાઈ છે અને ગુજરાત પોલીસ નાં જવાનો અને…

Read More

ગીર સોમનાથ જીલ્લા 90- સોમનાથ વિધાનસભા ની ચુટણીલક્ષી મિટીંગ યોજાઇ

હિન્દ ન્યૂઝ, ગીર સોમનાથ ગીર સોમનાથ જીલ્લા ના વેરાવળ ખાતે સોમનાથ ના ધારાસભ્ય વિમલભાઈ ચુડાસમાની આગેવાનીમા સ્થાનિક સ્વરાજ ની ચુટણીને લઇ દાવેદાર ઉમેદવારોની મહત્વની મિટિંગ યોજાઈ હતી. સ્થાનિક સ્વરાજ ની ચુંટણીના ભણકારા વાગી ચુકયા છે ત્યારે ગીર સોમનાથ જીલ્લામા પણ ચુટણીનો રંગ જામ્યો છે. આજરોજ સોમનાથના કોંગી ધારાસભ્ય વિમલભાઈ ચુડાસમા ની અધ્યક્ષ સ્થાને વેરાવળ ખાતે 90 સોમનાથ મતવિસ્તાર મા આવતી નગરપાલીકા, તાલુકા પંચાયત, જીલ્લા પંચાયત ના દાવેદારોની મહત્વની મિટિંગ યોજાઈ હતી. જેમા તાલાલા ના ધારાસભ્ય ભગાભાઇ બારડ સહીત જીલ્લાભરના કોંગ્રેસ ના આગેવાનો, પૂર્વ નગરસેવકો, પૂર્વ તાલુકા પંચાયત ના હોદેદારો સહીત…

Read More