હિન્દ ન્યૂઝ તાજેતરમાં શોશ્યલ મિડીયામાં એક વિડીયો વાયરલ થયો હતો. જેમાં લોકગાયિકા કાજલ મહેરીયા દ્વારા થરાદ તાલુકાના કેશરગામના નાગજીભાઇ સોનાજી નાઇના પુત્ર પ્રવિણભાઇનાં તા.૨૯ / ૧૧ / ૨૦૨૦ ના રોજ યોજાયેલ લગ્નના પ્રસંગમાં રાસગરબાની રમઝટ મચાવવામાં આવી હતી. આથી પોલીસે નાગજીભાઇ નાયી સામે રાસંગરબાનું આયોજન કરીને લોકગાયિકાને આમંત્રણ આપી તથા લોકગાયિકા કાજલ મહેરીયા સામે આમંત્રણના આધારે આવીને લગ્નસમારંભમાં જાહેરમાં લોકોની ભીડમાં ગીતો ગાઇ જાહેરનામાનોભંગ કર્યો હતો. તેમજ માસ્ક અને સોશિયલ ડિટેનન્સ ન રાખી કોરોના જેવી ભયંકર મહામારીનો ચેપ લાગી શકે તેવા પ્રકારનું બેદરકારી…
Read MoreDay: January 6, 2021
ફાયર એન્ડ ઇમરજન્સી શાખા દ્વારા શહેરની સાત હોસ્પિટલોમાં મોકડ્રીલ કરવામાં આવી
હિન્દ ન્યુઝ, રાજકોટ તા. ૦૬-૦૧-૨૦૨૧, ગુજરાત સરકારની સુચના અનુસાર રાજકોટ મહાનગરપાલિકાની ફાયર એન્ડ ઇમરજન્સી શાખા દ્વારા આજે તા. ૦૬-૦૧-૨૦૨૧ ના રોજ સવારે ૧૧.૦૦ કલાકે શહેરની સાત હોસ્પિટલોએ વિવિધ ફાયર બ્રિગેડ સ્ટેશનના ઓફિસરો અને ફાયર સ્ટાફ દ્વારા મોકડ્રીલ કરવામાં આવી હતી. જેમાં હોસ્પિટલમાં આગના સંજોગોમાં હોસ્પિટલના સ્ટાફે કઈ રીતે સાવચેતી રાખવી અને દર્દીઓને સલામત સ્થળે ખસેડવા તેમજ રાહત બચાવ કાર્ય માટે શું કરી શકાય તે અંગેની પ્રેકટીકલ જાણકારી મોકડ્રીલ દ્વારા આપવામાં આવી હતી. શહેરમાં જે સાત હોસ્પિટલોએ મોકડ્રીલ કરવામાં આવી હતી તેમાં (૧) મધુરમ…
Read Moreરાજકોટ ખાતે આજના યુગમાં પણ ઉમદા કામગીરીની ઓળખ
સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ શાખાના સફાઈ કર્મચારીએ રૂ. ૧૨,૦૦૦/- ની કિંમતનો મળેલો મોબાઈલ ફોન મૂળ માલિકને પરત કર્યો હિન્દ ન્યુઝ, રાજકોટ તા. ૦૬, આજના યુગમાં ઈમાનદાર માણસોની ઓળખ મળવી ખુબ જ મુશ્કેલ બની ગઈ છે ત્યારે રાજકોટ મહાનગરપાલિકાના સોલીડ વેસ્ટ મેનેજેમેન્ટ શાખાના સફાઈ કર્મચારી તુલસીભાઈ વાણીયાએ પોતાને મળેલો રૂ. ૧૨,૦૦૦/- ની કિમતનો મોબાઈલ ફોન મૂળ માલિક ડો. નિપુણ બુધ્ધાને પરત કરી પોતાની ઈમાનદારી પ્રકાશિત કરી હતી. તા. ૨૩-૧૨-૨૦૨૦ ના રોજ લાઈફ કેર ક્લીનીકના ડો. નિપુણ બુધ્ધા પોતાના ઘરેથી કામ માટે બહાર નીકળેલ હતા…
Read More૬૦૦ મીમી ડાયા વાલ્વ મુકવાની કામગીરી સબબ તા. ૦૭-૦૧-૨૦૨૧ના રોજ રેલનગર હેડવર્કસ હેઠળ આવતા વિસ્તારો (વોર્ડ નં. ૦૩ પાર્ટ) માં પાણી વિતરણ બંધ રહેશે
હિન્દ ન્યુઝ, રાજકોટ તા. ૦૬, રાજકોટ મહાનગરપાલિકા દ્વારા રેલનગર હેડવર્કસ હેઠળ રેલનગર વિસ્તારમાં જુદી જુદી જગ્યાએ ૬૦૦ મીમી ડાયા વાલ્વ મુકવાની કામગીરી સબબ તા. ૦૭-૦૧-૨૦૨૧, ગુરુવારના રોજ સેન્ટ્રલ ઝોન અંતર્ગત રેલનગર હેડવર્કસ હેઠળ આવતા વિસ્તારો (વોર્ડ નં. ૦૩ પાર્ટ) માં પાણી વિતરણ બંધ રહેશે. જેની જાહેર જનતાએ નોંધ લેવી.
Read Moreરાજકોટ મહાનગરપાલિકાના GHTC-1 (લાઈટ હાઉસ પ્રોજેક્ટ)ના ૧૧૪૪ આવાસો માટે તા. ૦૭-૦૧-૨૦૨૦ થી ફોર્મ વિતરણ શરૂ: મનપાના છ (૬) સિટી સિવિક સેન્ટર અને ICICI બેન્કની શાખાઓ પરથી તા. ૨૨-૦૧-૨૦૨૧ સુધીમાં ફોર્મ મેળવી-પરત કરવાની સુવિધા: મ્યુનિ. કમિશન ઉદિત અગ્રવાલની જાહેરાત
હિન્દ ન્યુઝ, રાજકોટ તા. ૦૫, રૈયા સ્માર્ટ સિટી એરિયામાં રૈયાધાર STPની સામે, પરશુરામ મંદિર પાસે, રૈયા રોડ ખાતે નિર્માણ પામનાર, પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત રાજકોટ મહાનગરપાલિકાના GHTC-1 (લાઈટ હાઉસ પ્રોજેક્ટ)ના ૧૧૪૪ આવાસો માટે તા. ૦૭-૦૧-૨૦૨૦ થી તા. ૨૨-૦૧-૨૦૨૧ સુધી ફોર્મ વિતરણ કરવામાં આવશે. રાજકોટ મહાનગરપાલિકાના છ (૬) સિટી સિવિક સેન્ટર અને ICICI બેન્કની શાખાઓ પરથી ફોર્મ મેળવી-પરત કરવાની સુવિધા લોકોને પ્રાપ્ત થશે તેમ મ્યુનિ. કમિશન ઉદિત અગ્રવાલે જણાવ્યું હતું. …
Read Moreગીર-સોમનાથ જિલ્લાની પ્રાથમિક મતદારયાદી પ્રસિધ્ધ કરાઇ
જિલ્લા પંચાયતમાં ૬,૭૯,૨૮૯ મતદારો અને નગરપાલિકા વિસ્તારમાં ૨,૩૧,૩૨૫ મતદારો નોંધાયેલ ગીર-સોમનાથ તા. -૦૬, ગીર-સોમનાથ જિલ્લા પંચાયત અને નગરપાલિકાની ચૂંટણી અંગે પ્રાથમિક મતદારયાદી પ્રસિધ્ધ કરવામાં આવી છે. જે અન્વયે પંચાયત ચૂંટણીના મતદારોએ પોતાના નામની ચકાસણી સબંધિત મતદાર નોંધણી અધિકારી અને તાલુકા પંચાયત, મામલતદાર કચેરી, જિલ્લા પંચાયત કચેરી જિલ્લા ચૂંટણી અધિકારીની કચેરી ખાતે કરી શકશે. નગરપાલિકા ચૂંટણી વિસ્તારના મતદારો પ્રાંત કચેરી નગરપાલિકા કચેરી ખાતે પોતાના નામની ચકાસણી કરી શકશે. સબંધિત મતદાર નોંધણી અધિકારી પાસે વાંધા રજૂ કરવા માટે તા. ૧૮ જાન્યુઆરી સુધીમાં રજૂ કરી શકાશે. આખરી મતદારયાદી ૨ ફેબ્રુઆરી નાં રોજ પ્રસિધ્ધ…
Read More