રાજકોટ મહાનગરપાલિકાના GHTC-1 (લાઈટ હાઉસ પ્રોજેક્ટ)ના ૧૧૪૪ આવાસો માટે તા. ૦૭-૦૧-૨૦૨૦ થી ફોર્મ વિતરણ શરૂ: મનપાના છ (૬) સિટી સિવિક સેન્ટર અને ICICI બેન્કની શાખાઓ પરથી તા. ૨૨-૦૧-૨૦૨૧ સુધીમાં ફોર્મ મેળવી-પરત કરવાની સુવિધા: મ્યુનિ. કમિશન ઉદિત અગ્રવાલની જાહેરાત

હિન્દ ન્યુઝ, રાજકોટ

 

                  તા. ૦૫, રૈયા સ્માર્ટ સિટી એરિયામાં રૈયાધાર STPની સામે, પરશુરામ મંદિર પાસે, રૈયા રોડ ખાતે નિર્માણ પામનાર, પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત રાજકોટ મહાનગરપાલિકાના GHTC-1 (લાઈટ હાઉસ પ્રોજેક્ટ)ના ૧૧૪૪ આવાસો માટે તા. ૦૭-૦૧-૨૦૨૦ થી તા. ૨૨-૦૧-૨૦૨૧ સુધી ફોર્મ વિતરણ કરવામાં આવશે. રાજકોટ મહાનગરપાલિકાના છ (૬) સિટી સિવિક સેન્ટર અને ICICI બેન્કની શાખાઓ પરથી ફોર્મ મેળવી-પરત કરવાની સુવિધા લોકોને પ્રાપ્ત થશે તેમ મ્યુનિ. કમિશન ઉદિત અગ્રવાલે જણાવ્યું હતું.

                                તેઓએ જણાવ્યું હતું કે, તાજેતરમાં જ રાજ્યના માનનીય મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીની ઉપસ્થિતિમાં દેશના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ જેનું ઇ-ખાતમુહૂર્ત કર્યું હતું તે લાઈટ હાઉસ પ્રોજેક્ટ અંતર્ગત નવીનતમ ટેકનોલોજી દ્વારા આર્થિક રીતે નબળા લોકો (EWS-2) લોકો માટે કુલ ૧૧૪૪ આવાસ માટે જે કુટુંબની વાર્ષિક આવક ૩ લાખ સુધીની હોય તેવા લોકો આ આવાસનો લાભ લઇ શકશે. આ આવાસ માટેના ફોર્મની કિમત રૂ. ૧૦૦/- રહેશે. ફોર્મની સાથે આવાસની માહિતી પુસ્તિકા પણ મળશે. રાજકોટની આઈ.સી.આઈ.સી.આઈ. (ICICI) બેન્કની વિવિધ શાખા ઉપરાંત છ (૬) સિટી સિવિક સેન્ટર પરથી તારીખ: ૦૭-૦૧-૨૦૨૧ થી તા. ૨૨-૦૧-૨૦૨૧ સુધીમાં આ યોજના માટેના અરજીપત્રકો મેળવી પરત કરી શકાશે.

                              આ આવાસ યોજનામાં એક આવાસનો લધુતમ કારપેટ એરિયા અંદાજિત ૪૦.૦૦ ચો.મી. રહેશે. જેમાં એક રૂમ, એક સ્ટડી રૂમ, એક હોલ, રસોડું, વોશ, બાથરૂમ-ટોઇલેટની સુવિધા આપવામાં આવશે. આ આવાસની તથા આવાસના સ્થળની ફાળવણી કોમ્પ્યુટરાઈઝ્ડ ડ્રો દ્વારા થશે.

                               સિટી સિવિક સેન્ટર પરથી ઓફીસ સમય દરમ્યાન ફોર્મનું વિતરણ કરવામાં આવશે. આવાસ યોજનાના ફોર્મમાં જરૂરી માહિતી ભરીને તારીખ: ૨૨-૦૧-૨૦૨૧ સુધીમાં નાગરિકોએ ફોર્મ પરત કરવાના રહેશે. મૂદત વિત્યા પછી નાગરિકોના ફોર્મ સ્વીકારવામાં આવશે નહિ, તેથી જાહેર જનતાને અપીલ કે સમયસર ફોર્મ ભરીને સિવિક સેન્ટર અને ICICI બેંકમાં પરત કરી આપે.

Related posts

Leave a Comment