ગીર-સોમનાથ જિલ્લાની પ્રાથમિક મતદારયાદી પ્રસિધ્ધ કરાઇ

જિલ્લા પંચાયતમાં ૬,૭૯,૨૮૯ મતદારો અને નગરપાલિકા વિસ્તારમાં ૨,૩૧,૩૨૫ મતદારો નોંધાયેલ

 

ગીર-સોમનાથ

તા. -૦૬, ગીર-સોમનાથ જિલ્લા પંચાયત અને નગરપાલિકાની ચૂંટણી અંગે પ્રાથમિક મતદારયાદી પ્રસિધ્ધ કરવામાં આવી છે. જે અન્વયે પંચાયત ચૂંટણીના મતદારોએ પોતાના નામની ચકાસણી સબંધિત મતદાર નોંધણી અધિકારી અને તાલુકા પંચાયત, મામલતદાર કચેરી, જિલ્લા પંચાયત કચેરી જિલ્લા ચૂંટણી અધિકારીની કચેરી ખાતે કરી શકશે. નગરપાલિકા  ચૂંટણી વિસ્તારના મતદારો પ્રાંત કચેરી નગરપાલિકા કચેરી ખાતે પોતાના નામની ચકાસણી કરી શકશે. સબંધિત મતદાર નોંધણી અધિકારી પાસે વાંધા રજૂ કરવા માટે તા. ૧૮ જાન્યુઆરી સુધીમાં રજૂ કરી શકાશે. આખરી મતદારયાદી ૨ ફેબ્રુઆરી નાં રોજ પ્રસિધ્ધ થશે.

        ગીર-સોમનાથ જિલ્લા પંચાયતની ૨૮ બેઠકો તેમજ તાલુકા પંચાયતની ૧૨૮ બેઠકોમાં ૬,૭૯,૨૮૯ મતદારો તેમજ ૫-નગરપાલિકામાં ૨,૩૧,૩૨૫ મતદારો નોંધાયેલ છે. તેમ જિલ્લા ચૂંટણી અધિકારી, અજયપ્રકાશની યાદીમાં જણાવાયું છે.

Related posts

Leave a Comment