રાજકોટ મહાનગરપાલિકા દ્વારા અવર-જવર થતા સ્થળોએ માસ્ક નહી પહેરતા લોકો સામે ડાઈવ.

હિન્દ ન્યૂઝ, રાજકોટ, રાજકોટ શહેર તા.૧૮/૯/૨૦૨૦ ના રોજ સરકારશ્રી દ્વારા કેટલીક શરતો સાથે લોકોને પોતાનો વ્યવસાય ચાલુ કરવા છૂટ આપવામાં આવેલ છે. લોકોએ સામાજિક અંતર રાખવું, માસ્ક પહેરવું જેવા નિયમોનું પાલન કરવું આવશ્યક છે. શહેરમાં સોશિયલ ડિસ્ટન્સનો અને ફરજીયાત માસ્ક અંગેના ભંગ કરતા ધંધાર્થીઓ અને લોકો સામે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા કડક અને દંડ વસુલ કરવાની કાર્યવાહી હાથ ધરેલ છે. શહેરના જે-જે સ્થળોએ સોશિયલ ડિસ્ટન્સનો ભંગ થાય છે. તેવા સ્થળોએ દંડ અથવા સીલ કરવાની કાર્યવાહી કરવામાં આવે છે. તેમજ માસ્ક વિના જાહેરમાં ફરતા લોકો સામે પણ દંડ વસુલ કરવાની કામગીરી કરવામાં…

Read More

રાજકોટ નાં ગ્રીનલેન્ડ ચોકડી ખાતે રાજકોટ બહારથી આવતા મુસાફરોનું સ્ક્રીનીંગ અને ટેસ્ટીંગ કરતી રાજકોટ મહાનગરપાલિકા

હિન્દ ન્યૂઝ, રાજકોટ તા.૧૮/૯/૨૦૨૦ ના રોજ રાજકોટ શહેરની બહારથી આવતા મુસાફરો માટે S.T બસ સ્ટેશન ખાતે મહાનગરપાલિકા દ્વારા ચેકઅપ કામગીરી કરવામાં આવી રહી છે. ઉપરાંત થોડા મુસાફરો એવા પણ હોય છે કે જે લોકો શહેરની બહારના સ્ટોપ પર ઉતારતા હોય છે. તો આવા મુસાફરો માટે મહાનગરપાલિકા દ્વારા પ્રાઇવેટ બસ સ્ટોપ ખાતે ઉતારતા મુસાફરોનું સ્થળ પર જ સ્ક્રીનીંગ અને ટેસ્ટીંગ કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. ગ્રીનલેન્ડ ચોકડી ખાતે પ્રાઇવેટ બસમાં રાજકોટ બહારથી આવતા મુસાફરોનું મનપા દ્વારા સ્ક્રીનીંગ અને ટેસ્ટીંગ કામગીરી હાથ ધરવામાં આવી છે. સ્ક્રીનીંગ અને ટેસ્ટીંગ દરમ્યાન જો કોઇ…

Read More

ગીર સોમનાથ -90, ના યુવા અને લોકલાડીલા ધારાસભ્ય વિમલભાઈ ચુડાસમા દ્વારા વેરાવળ ના પટણી સમાજ અને સમસ્ત મુસ્લિમ સમાજ ના યુવાન નોમાનભાઈ પંજા નું સન્માન કરેલ,

ગીર સોમનાથ, 90-સોમનાથ ના યુવા અને લોકલાડીલા ધારાસભ્ય વિમલભાઈ ચુડાસમા દ્વારા ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ શહેર ના પટણી સમાજ અને સમસ્ત મુસ્લિમ સમાજ ના મધ્યમવર્ગ ના ગુલામહુશેનભાઈ પંજા ના પુત્ર નોમાનભાઈ એ ‘ડિપ્લોમા ઇન કમ્પ્યુટર એંજિનિરિંગ’ ના છઠા સેમસ્ટર માં ગુજરાત મા પ્રથમ નંબર પ્રાપ્ત કરેલ છે, અને તેઓના પરિવાર તથા સમસ્ત મુસ્લિમ સમાજ નું ગૌરવ વધારેલ છે. નોમાનભાઈ એ પોતાની અથાગ મહેનત અને પરિશ્રમ થી સમસ્ત મુસ્લિમ સમાજ નું ગૌરવ વધારેલ હોય તેવા આ જોસિલા યુવાન ને બિરદાવા માટે ૯૦ સોમનાથ ના ધારાસભ્ય વિમલભાઈ ચુડાસમા એ નોમાનભાઇ નું પ્રમાણપત્ર…

Read More

ખેડબ્રહ્મા ના હરજીપુરા વિસ્તાર માં પીવાનું પાણી ડહોળું અને દુર્ગંધ મારતું આવ્યું

હિન્દ ન્યૂઝ, ખેડબ્રહ્મા ખેડબ્રહ્મા ના રેલવે સ્ટેશન સામે આવેલ હરજીપૂરા વિસ્તાર માં ઘરે ઘરે નળ માં પીવાનું પાણી ડહોળું આવતા હોહાકર મચી જવા પામ્યો છે. ત્યાં સવાલ ઊઠી રહ્યાં છે. આ પાણી પીવા માં તો નહિ બીજા કામ માં પણ વાપરી ના શકાય તેવું પાણી આવે તો ત્યાં આવેલ પ્રજાજનો શું વાક છે ? આમ ખેડબ્રહ્મા નગરપાલિકા દ્વારા કઈ એક્શન લેવામાં આવે તેજ અપીલ કરી રહ્યા છે. હર્જીપુરા વિસ્તાર માં હજુ કોઈ દવા નાખવામાં નથી આવી, ત્યાં ગંદકી સાફ સફાઈ થાય અને પીવા માટે સારું પાણી મળે તેજ અપીલ કરી…

Read More

શ્રી ગાયત્રી ગૌશાળા ટ્રસ્ટ જમડા દ્વારા અધિક માસમાં કથાનું આયોજન કરાયું

હિન્દ ન્યુઝ, થરાદ, હિન્દુ ધર્મમાં અધિક માસમાં પુણ્યદાન કરવા માટેનો શ્રેષ્ઠ સમય ગણાતો મહિનો માનવામાં આવે છે, જોકે આ અધિક માસમાં હિન્દું ધર્મના ભક્તજનો કથા કે દાન પૂણ્ય કરી અધિક માસની ઉજવણી કરાય છે, ત્યારે ૧૮મી સપ્ટેમ્બરના રોજથી અધિક માસ શરૂ થતો હોઈ થરાદ તાલુકાના જમડામાં આવેલ શ્રી ગાયત્રી ગૌશાળા ધામ ખાતે શ્રદ્ધૈય સ્વર્ગસ્થ રઘુનાથ ચુનીલાલ દવેના સમર્ણાર્થે શ્રી ગાયત્રી પંચાગ પરિવાર દ્વારા પવિત્ર અધિક માસ નિમિત્તે કથાનું આયોજન કરવામાં આવ્યું છે. જે કથા સરકારની ગાઇડલાઇન અનુસાર અધિક માસ પૂર્ણ થાય ત્યા સુધી અકબંધ રખાઈ છે. સંપૂર્ણ અધિક માસ દરમિયાન…

Read More

નર્મદા ખાતે ગુજરાત રાજ્ય યોગ બૉડ દ્વારા આયોજિત નિ:શૂલક યોગ શિબિરનુ આયોજન કરવામાં આવ્યું

હિન્દ ન્યુઝ, નર્મદા ગુજરાત રાજય યોગ બૉડ દ્વારા નિ:શૂલક યોગ કક્ષા અંતર્ગત રાજપીપલા, વડીયા રોયલ સન સીટી ખાતે જય માતાજી એજયુકેશન ટ્રસ્ટ ના સહયોગથી યોગ ટ્રેનર ડો. દમયંતિબા સિંધા દ્વારા એક યોગ શિબિર નુ આયોજન કરવામાં આવ્યું. જેમા વડીયા ગામની આસપાસ ની સોસાયટી ના રહીશો ને યોગ વિશે ની માહિતી આપવામાં આવી તેમજ યોગ ના મહત્વ વિશે માગૅદશન આપવામાં આવ્યું. સાથે સાથે યોગ પણ કરવામા આવ્યા. આ પ્રસંગે જિલ્લા રમતગમત અધિકારી કચેરી ના યોગ ઇનચાજૅ તેમજ આરોગ્ય વિભાગ ના બુધ્ધિસાગર વસાવા, અને સોસાયટી ના પ્રમુખ /મંત્રી અર્જુનસિંહ અટોદરીયા ઉપસ્થિત રહ્યાં…

Read More

જેતપુર ખાતે પ્રદુષણ માફિયા બેફામ, ચોખ્ખા પાણીના સેમ્પલ લઇ જશ લેતું જી.પી.સી.બી

હિન્દ ન્યૂઝ, જેતપુર, જેતપુર શહેરનો સાડી ઉદ્યોગ દેશભરમાં સુવિખ્યાત છે. તેમજ અહીં બનતી સાડીની કલકત્તા, મુંબઈ જેવાં મોટા શહેરોમાં ખુબ માંગ હોવાથી ખુબ મોટા પ્રમાણમાં સાડીનું ઉત્પાદન થાય છે. અહીં સાડી, ડ્રેસ, બેડશીટ વગેરેના ઉત્પાદન, પેકીંગ, વેચાણ વગેરેથી અહીં વસતા લોકો અને રોજગારી માટે પોતાનું વતન છોડી આવનાર પરપ્રાંતીઓ પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે અંદાજે બે-લાખ લોકો રોજીરોટી મેળવે છે. સાડી ઉદ્યોગના અમુક ઉદ્યોગપતિઓ વધુ નફો કમાવવાની લ્હાયમાં લોકોની જિંદગી સાથે રમવામાં ખચકાતા નથી. ઉધોગોમાંથી નીકળતું કેમિકેલયુક્ત પાણી આજુબાજુમાં આવેલ ખુલ્લા પ્લોટ, નદી, નાળામાં ખુલ્લું મૂકી નદી, નાળા, તેમજ ઉપજાઉ કે…

Read More

જોડિયાના રણજીતપર ગામે ઇકોલોજી કમિશન દ્વારા બનાવવામાં આવેલ કોઝવે ઉદઘાટન પહેલાં જ પાણીમાં ગરકાવ બાજુમાં આવેલ ખેડૂતોની જમીન નદીમાં સમાય જતાં વિરોધ

હિન્દ ન્યૂઝ, જોડિયા જોડિયા તાલુકાના રણજીતપર ગામ માંથી જૂનીઆજી નદીમાંથી સામાકાંઠા વિસ્તારમાં આવન-જાવન માટે થઈને સ્થાનિક લોકો દ્વારા વર્ષોથી વખતો વખત સરકારમાં રજૂઆત કરવામાં આવે જેને ઉદ્દેશીને ગુજરાત ઈકોલોજી કમિશન વન અને પર્યાવરણ વિભાગ, ગુજરાત સરકાર ભારત સરકાર અનુદાનિત સ્માર્ટ ઈકો વિલેજ પ્રોજેક્ટ દ્વારા વર્ષ ૨૦૧૯ ૨૦૨૦ ની ગ્રાન્ટ ફાળવી કરી અંદાજે રૂ. ૫૬ લાખ ફાળવવામાં આવેલ હતા. કોરોના વાયરસ ની મહામારી દરમિયાન આ કોઝવેનું ઉદઘાટન પણ કરવામાં આવ્યું નહોતું ત્યારબાદ ભારે વરસાદને કારણે આજી ડેમ ચાર માંથી લાખો ક્યુસેક પાણી છોડવામાં આવતા માત્ર ચાર માસમાં જ બાંધેલો કોઝવે પાણીમાં…

Read More

જોડિયા તાલુકા ભા.જ.પ. સંગઠન દ્વારા વડાપ્રધાનનાં જ્ન્મ દિવસની સાદગીપૂર્ણ ઉજવણી

હિન્દ ન્યુઝ, જોડિયા જોડિયા તાલુકા ભાજપ સંગઠન દ્વારા રેફરલ હોસ્પિટલમાં દર્દીઓને બધી જાતના ફ્રૂટ ની કીટ આપવા માં આવી હતી. અને ગરીબ ઘરના બાળકો ને ફ્રુટ આપવામાં આવેલ અને રેફરલ હોસ્પિટલ ના વિશાળ મેદાનમાં વૃક્ષા રોપણ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જોડિયા ભાજપ સંગઠન ના દરેક સભ્યો ઉપસ્થિત રહ્યાં હતા. રિપોર્ટર : શરદ રાવલ, હડિયાણા

Read More