મોરવાડા ચાર રસ્તા નજીક ઈંગ્લીશ દારૂ ભરેલ સ્વીફ્ટ ગાડી પલટી

હિન્દ ન્યૂઝ, બનાસકાંઠા, પ્રાપ્ત માહિતી મુજબ મંગળવારે રાત્રીના સમયે સુઇગામ થી રાધનપુર તરફ દારૂ ભરી જતી સ્વીફ્ટ ગાડી નં.GJ 24 AF 6445 મોરવાડા ચાર રસ્તા નજીક રોડની સાઈડમાં પલટી ખાઈ ગયેલ,રોડની સાઈડની ઊંડી ચોકડીઓમાં પુરપાટ ગતિથી જતી સ્વીફ્ટ પલટી મારતા કારના ફુરચેફુરચા ઉડી ગયેલ, જેમાં ખીચોખીચ ભરેલ દારૂની પેટીઓમાંથી કાચની બોટલો તૂટી જતાં દારૂની રેલમછેલ થઈ ગઈ હતી, જોકે ગાડીનો ચાલક ભાગી છૂટવામાં સફળ રહ્યો હતો, માહિતી મળતાં સુઇગામ પી.એસ.આઈ એચ.બી.પરમાર, અનાર્મ હે.કો.નિયાઝખાન, હે.કો.તગજીભાઈ, પો.કો.ઈશ્વરભાઈ, બબાભાઈ, રાજેશભાઇ, ત્રિકમભાઈ સહિતના સ્ટાફ સાથે પલટી ખાધેલ કાર નો કબજો લઈ સ્વીફ્ટ કારમાં તપાસ…

Read More

ગીર સોમનાથ જિલ્લાના બગાયતદારો જોગ….

હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ તા.૧૬, ગીર સોમનાથ જિલ્લાના બાગાયતી ખેતી કરતા ખેડૂતોને જણાવવાનું છે કે, બાગાયત ખાતું ગુજરાત રાજ્ય, ગાંધીનગર દ્રારા બાગાયત ખાતાની વિવિધ સહાયલક્ષી યોજનાઓ માટે વર્ષ ૨૦૨૦-૨૧ માટે આઈ-ખેડૂત પોર્ટલ તા.૧૫-૦૯-૨૦૨૦ થી તા.૩૦-૦૯-૨૦૨૦ સુધી ખુલ્લું મુકવામાં આવેલ છે. જેથી લાભ લેવા માંગતા બાગાયતદારોએ www.ikhedut.gujarat.gov.in પર ઓનલાઈન અરજી કરવાની રહેશે. સમય મર્યાદામાં ઓનલાઈન અરજીની નકલ તથા જરૂરી સાધનિક પુરાવાઓ નાયબ બાગાયત નિયામકની કચેરી, નગરપાલિકા સામે, વિનાયક પ્લાઝા, ત્રીજો માળ, વેરાવળ ખાતે જમા કરાવવા નાયબ બાગાયત નિયામક વેરાવળની યાદીમાં જણાવાયું છે. રિપોર્ટર : તુલસી ચાવડા, ગીર સોમનાથ

Read More

વડાપ્રધાન ના જન્મદિવસની ઉજવણી ના ભાગરૂપે ડભોઈ દર્ભાવતિ નગરીના સેવા સેતુ કાર્યક્રમોનું આયોજન

હિન્દ ન્યુઝ, ડભોઈ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ના જન્મદિવસની ઉજવણી ના ભાગરૂપે ડભોઈ દર્ભાવતિ નગરીના સેવા સેતુ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું. ભારતના વડાપ્રધાન નરેન્દ્ર ભાઈ મોદી નો ૧૭મી સપ્ટેમ્બરના રોજ જન્મદિવસ છે. જે અંતર્ગત ભારતીય જનતા પાર્ટી દ્વારા સમગ્ર દેશમાં 14 થી 20 સપ્ટેમ્બર સુધી સેવા સેતુ નો કાર્યક્રમ યોજનાર છે. તે અંતર્ગત દર્ભાવતિ નગરીના સરદાર ચોક ખાતે ડભોઇ નગર ભાજપા દ્વારા આત્મનિર્ભર ભારત અને સિંગલ યુઝ પ્લાસ્ટિક ના ઉપયોગ બાબતે નગરજનોમાં જાગૃતિ આવે અને દર્ભાવતિ નગર પ્લાસ્ટિક મુક્ત બને તે માટે સંકલ્પ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં હાજર ભાજપના અગ્રણીઓ…

Read More

નર્મદા જિલ્લાના લોકોને રાષ્ટ્રીય કુટુંબ સહાય (સંકટમોચન) યોજનાનો લાભ લેવા અનુરોધ

હિન્દ ન્યુઝ, રાજપીપલા નર્મદા જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીની એક અખબારી યાદીમાં જણાવ્યા પ્રમાણે સામાજિક ન્યાય અધિકારીતા વિભાગના સમાજ સુરક્ષા ખાતા દ્વારા કેન્દ્ર પુરસ્કૃત સંકટ મોચન (રાષ્ટ્રીય કુટુંબ સહાય) યોજનાનું અમલીકરણ કરવામાં આવી રહ્યું છે. સંકટ મોચન (રાષ્ટ્રીય કુટુંબ સહાય) યોજના હેઠળ જે તે પરિવારની મુખ્ય કમાનાર વ્યકિતનું કુદરતી સંજોગોમાં અથવા અકુદરતી કે અકસ્માતમાં મૃત્યુ થાય અને મરણ થનારની ઉંમર ૧૮ થી વધુ અને ૬૦ વર્ષથી ઓછી હોય તથા આ પરિવાર ગરીબી રેખા હેઠળ (૦ થી ૨૦ ના ગુણાંક) માં હોય તેવા સંજોગોમાં પરિવારને ઉચ્ચક કેન્દ્રીય સહાય રૂા. ૨૦ હજારની મર્યાદામાં…

Read More

રાજપીપલામાં ડો. બાબા સાહેબ આંબેડકર ભવન ખાતે “સાત પગલા ખેડૂત કલ્યાણના” અંતર્ગત ખેડૂત લાભાર્થીઓને મંજૂરી હુકમોના વિતરણનો કાર્યક્રમ યોજાશે

હિન્દ ન્યુઝ, રાજપીપલા, ગુજરાતના કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ દ્રારા “આત્મનિર્ભર પેકેજ” અંતર્ગત ચાલુ વર્ષ ૨૦૨૦-૨૦૨૧ માટે ખાસ “સાત પગલા ખેડૂત કલ્યાણના” હેઠળ સંપૂર્ણ દેશી ગાય આધારિત પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂત કુટુંબને એક ગાય માટે નિભાવ ખર્ચ માટે સહાય આપવાની યોજના અને પ્રાકૃતિક કૃષિ પધ્ધતિ દ્રારા જીવામૃત બનાવવા સારૂં લાભાર્થીઓને નિદર્શન કીટમાં ૭૫ ટકા સહાયની યોજના હેઠળ ખેડૂત લાભાર્થીઓને મંજુરી હુકમોના વિતરણનો કાર્યક્રમ તા.૧૭ મી સપ્ટેમ્બર, ૨૦૨૦ ને ગુરૂવારના રોજ સવારે ૯-૦૦ કલાકે મહાનુભાવોની ઉપસ્થિતિમાં રાજપીપલામાં ગાંધીચોક પાસેના ડૅા. બાબા સાહેબ આંબેડકર ભવન ખાતે યોજાશે. રિપોર્ટર : હિતેન્દ્ર વાસંદિયા,…

Read More

રાજપીપલામાં સરદાર ટાઉન હોલ ખાતે મુખ્યમંત્રી મહિલા કલ્યાણ ઉત્કર્ષ યોજનાનું મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીના હસ્તે થનારૂ ઇ-લોકાર્પણ

હિન્દ ન્યુઝ, રાજપીપલા તા. ૧૭ મી સપ્ટેમ્બર, ૨૦૨૦ ને ગુરૂવારના રોજ બપોરે ૩-૦૦ કલાકે રાજપીપલામાં સરદાર ટાઉન હોલ ખાતે મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજનાનો ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીના હસ્તે ઇ-લોકાર્પણનો કાર્યક્રમ યોજાશે. આ કાર્યક્રમમાં રાજપીપલા નગરપાલિકાના પ્રમુખ શ્રીમતિ જીગીશાબેન ભટૃ, સુરતના કતારગામ વિસ્તારના ધારાસભ્ય વિનુભાઇ મોરડીયા અને મહિલા અગ્રણી શ્રીમતિ દર્શીનીબેન કોઠીયા સહિત અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહેશે. આ કાર્યક્રમમાં બેન્ક દ્રારા JLESG જુથને લોન મંજુરીપત્રોનું વિતરણ કરાશે. રિપોર્ટર : હિતેન્દ્ર વાસંદિયા, નર્મદા

Read More