વડાપ્રધાન ના જન્મદિવસની ઉજવણી ના ભાગરૂપે ડભોઈ દર્ભાવતિ નગરીના સેવા સેતુ કાર્યક્રમોનું આયોજન

હિન્દ ન્યુઝ, ડભોઈ

વડાપ્રધાન નરેન્દ્ર મોદી ના જન્મદિવસની ઉજવણી ના ભાગરૂપે ડભોઈ દર્ભાવતિ નગરીના સેવા સેતુ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું. ભારતના વડાપ્રધાન નરેન્દ્ર ભાઈ મોદી નો ૧૭મી સપ્ટેમ્બરના રોજ જન્મદિવસ છે. જે અંતર્ગત ભારતીય જનતા પાર્ટી દ્વારા સમગ્ર દેશમાં 14 થી 20 સપ્ટેમ્બર સુધી સેવા સેતુ નો કાર્યક્રમ યોજનાર છે. તે અંતર્ગત દર્ભાવતિ નગરીના સરદાર ચોક ખાતે ડભોઇ નગર ભાજપા દ્વારા આત્મનિર્ભર ભારત અને સિંગલ યુઝ પ્લાસ્ટિક ના ઉપયોગ બાબતે નગરજનોમાં જાગૃતિ આવે અને દર્ભાવતિ નગર પ્લાસ્ટિક મુક્ત બને તે માટે સંકલ્પ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં હાજર ભાજપના અગ્રણીઓ અને નગરજનોએ સંકલ્પ લઇ આ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. ડભોઇ નગર ભાજપ દ્વારા આગામી દિવસોમાં સ્વચ્છતા અભિયાન અને રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવનાર છે. આ સંકલ્પ કાર્યક્રમ શહેર પ્રમુખ ડોક્ટર સંદીપ શાહ, મહામંત્રી બીરેન શાહ, યુવા મોરચાના અલ્પેશ શાહ, ભાજપ અગ્રણીઓ અશ્વિનભાઈ વકીલ, ડોક્ટર બી જે બ્રહ્મભટ્ટ, ડોક્ટર મહેન્દ્ર પટેલ, વિનોદભાઈ સોલંકી, અમિતભાઈ સોલંકી, વિશાલ શાહ અને અગ્રણી અન્ય કાર્યકરો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.

રિપોર્ટર : હુસૈન મનસુરી, ડભોઇ

Related posts

Leave a Comment