રાજકોટ શહેરમાં કામધંધો બંધ થઈ જતાં ચાંદીના ધંધાર્થીએ ડિપ્રેશનમાં આવી આપઘાત કરી લીધાનો બનાવ સામે આવતા ચકચાર મચી જવા પામી છે

રાજકોટ, તા.૧૬/૯/૨૦૨૦ ના રોજ રાજકોટ શહેરના સામા કાંઠે પેડક રોડ પર રણછોડનગર શેરીનં.૨૪ માં રહેતા દિપકભાઈ પરસોતમભાઈ તાળા (ઉ.૫૪) નામના પટેલ આધેડે આજે રણછોડનગર શેરીનં.૧૩ માં આવેલા તેમના બીજા મકાને ગ્રાઉન્ડ ફ્લોરમાં પંખાના હુક સાથે ચામડાનો બેલ્ટ બાંધી ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. બનાવની જાણ થતાં બી.ડીવીઝન પોલીસ મથકનો સ્ટાફ દોડી ગયો હતો. પ્રાથમિક કાગળો કરી જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી. અને મૃતદેહને પી.એમ અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડી વધુ તપાસ હાથ ધરી છે. પ્રાથમિક તપાસમાં મૃતક દિપકભાઈ ૩ ભાઈમાં મોટા અને ચાંદીકામ કરતા હતા. તેમને સંતાનમાં ૨ પૂત્ર હોવાનું…

Read More

રાજકોટ શહેર કોંગ્રેસ દ્વારા પત્રકાર પરિષદ. ગુજરાત પ્રદેશના ઉપાધ્યક્ષ ડો.હેમાંગ વસાવડાનું નિવેદન

હિન્દ ન્યુઝ, રાજકોટ, તા.૧૬/૯/૨૦૨૦ ના રોજ રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ચાઇનાની બનાવટવાળા મશીનો મુકવામાં આવ્યા. સમગ્ર ગુજરાતમાં ૧૭ જેટલા મશીન લેવાયા, હજુ ચીનથી મશીન આવી રહ્યા છે. મેક ઇન ઇન્ડિયા, સ્કિલ ઇન્ડિયાની વાતો બાજુમાં રહી, કારણ કે આ મશીન ભારતમાં પણ બને છે. છતાં સરકાર ચીનથી ખરીદી કરે છે. આવતા પ વર્ષ સુધી સરકાર કીટ અને મશીન ચીનથી મગાવશે, જેના કારણે ગુજરાત સરકારના કરોડો રૂપિયા ચાઇના જશે. આરોગ્ય વિભાગમાં આવતા મશીનો અંગે આરોગ્ય પ્રધાનને ખબર નથી તો રાજ્યને કોણ ચલાવે છે. ચાઇનાથી કરવામાં આવી ખરીદી રદ્દ કરવામાં આવે. તેવી માંગ શહેર…

Read More

રાજકોટ પેરોલ ફર્લો સ્ક્વોડની ટીમે ભરણપોષણના કેસમાં 3 મહિનાથી પેરોલ મળ્યા બાદ ભાગી છૂટેલા આરોપીને ગ્રીનલેન્ડ ચોકડી પાસેથી દબોચી લઇ જેલ ભેગો કર્યો

હિન્દ ન્યૂઝ, રાજકોટ, તા.૧૬/૯/૨૦૨૦ ના રોજ રાજકોટ શહેરમાં વિવિધ ગુનાઓમાં પેરોલ પર છૂટ્યા બાદ નાસતા ફરતા આરોપીઓને દબોચી લેવા ઉચ્ચ અધિકારીઓની સૂચનાથી પેરોલ ફર્લો સ્ક્વોડના P.S.I અસલમ અંસારી અને તેમની ટીમ પેટ્રોલીંગમાં હતી. દરમિયાન ભરણ પોષણના કેસમાં ૧૨,૬૮,૫૦૦ રૂપિયાની રકમ ચડત થઇ જતા મૂળ પંચનાથ પ્લોટના અને હાલ મુંબઈ રહેતા ધર્મેશ મહેશભાઈ અનડકટને સજા થઇ હતી. અને જેલ ભેગો કરવામાં આવ્યો હતો. જેને કોરોના અંતર્ગત જેલમાંથી પેરોલ રજા ઉપર મુક્ત કરવામાં આવ્યો હતો. પરંતુ ફરી જેલમાં હાજર થવાને બદલે નાશી છૂટ્યો હોય. જે ગ્રીનલેન્ડ ચોકડીએ બહારગામથી કોઈ વાહનમાં આવતો હોવાની…

Read More

રાજકોટ શહેરમાં સ્ટોન કિલરનો હત્યારો નેપાળ બોર્ડર ઓળંગે તે પૂર્વે પોલીસે દબોચી લીધો

હિન્દ ન્યૂઝ, રાજકોટ, રાજકોટ શહેર પોલીસ માલવીયાનગર P.I કે.એન.ભૂંકણના માર્ગદર્શન હેઠળ P.S.I વી.કે.ઝાલા ટટીમ પેટ્રોલીંગમાં હતી. દરમિયાન બાતમી મળી હતી કે આરોપી ફરમાન ઉર્ફે નેપાળી મૂળ નેપાળનો બાલાપુર ગામનો હોય. અને તેના લગ્ન સંગ્રામગંજ ખાતે થયા હોય. અને ઉત્તરપ્રદેશથી નેપાળ બોર્ડર ૫૦ કિલોમીટર જ દૂર થતી હોય. ત્યાંથી ભાગી જવાની ફિરાકમાં હોવાનું જાણવા મળતા તાકીદે ખાનગી વાહન લઈને માલવીયાનગર પોલીસ સ્ટેશનના ભાવિનભાઈ ગઢવી, મહેશભાઈ ચાવડા, રવિભાઈ નાથાણી દોડી ગયા હતા. અને ફરમાન નેપાળીને દબોચી લીધો હતો. તેની પૂછતાછમાં મહેશ ઉર્ફે હરેશ અવારનવાર ફરમાન સાથે ઝઘડા કરતો અને પોતાના કોઈ કુટુંબી…

Read More

જિલ્લા સેવા સદન ખાતે કોરોના ટેસ્ટ કેમ્પ, કલેક્ટર, અધિક કલેક્ટરના રિપોર્ટ પણ નેગેટિવ

હિન્દ ન્યૂઝ, દાહોદ, તા. ૧૬, સાચા લીડરનો એ ગુણ હોય છે કે એ શબ્દોથી નહીં પરંતુ પોતાના કર્મથી રાહ ચીંધે છે. ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ પોતાનો કોરોના ટેસ્ટ કરાવીને કોરોના મહામારી સામે ‘ટેસ્ટ ઇંઝ બેસ્ટ’નો સંદેશ આપ્યો છે. ત્યારે દાહોદ જિલ્લા કલેક્ટર વિજય ખરાડીએ પણ આજ રોજ કોરોના ટેસ્ટ કરાવીને જિલ્લાના નાગરિકોને વધુમાં વધુ કોરોના ટેસ્ટ કરાવવાનો સંદેશ આપ્યો છે. સાથે જિલ્લા વહીવટી તંત્રના અધિકારીઓ, કર્મચારીઓએ પણ જિલ્લા સેવા સદન ખાતે યોજાયેલા કોરોના ટેસ્ટ કેમ્પ ખાતે કોરોના ટેસ્ટ કરાવીને સાવચેતી માટેનું મહત્વનું પગલું ભર્યું હતું. કલેક્ટર વિજય ખરાડીએ જણાવ્યું કે,…

Read More

લવાણા ગામે સોની ની દુકાન માંથી સોના ના દાગીના ની ચોરી, પોલીસ મથકે રજુઆત

હિન્દ ન્યૂઝ, દિયોદર, દિયોદર ના વતની અને લવાણા ગામે સોની ની દુકાન ચલાવતા હિતેશભાઈ સોની પોતાની દુકાન માં સોની નું કામ કરી રહા હતા, ત્યારે સોના ની વસ્તુ લેવા આવેલ બે ઈસમો જે હિન્દી ભાષા બોલી વહેપારી ની નજર ચૂકવી સોના ના દાગીના ની ઉઠાંતરી કરી ગણતરી મિનિટ માં ફરાર થઈ ગયા હતા. જેમાં દુકાન માંથી ચોરી થઈ હોવાનું જાણવા મળતા વેપારી એ દુકાન માં લગાવવામાં આવેલ સી.સી.ટી.વી કેમેરા માં તપાસ કરતા સોના ની વસ્તુ લેવા આવેલ બે હિન્દી ભાષા ના ઈસમો એ ચોરી કરી હોવાનું દેખાતા હિતેશ સોની એ…

Read More

ભાભર ખાતે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી ના જન્મ દિવસ નિમિત્તે આજે સફાઇ કરવામાં આવી

હિન્દ ન્યુઝ, ભાભર સમગ્ર દેશમાં આપણા દેશ ના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી ના જન્મ દિવસ ને લઈને ઠેર ઠેર કાર્યક્રમો યોજાઇ રહ્યા છે. જેમાં આજે ભાભર માં પણ મોદીના જન્મ દિવસ નિમિત્તે ભાજપના હોદ્દેદારો અને કાર્યકરો દ્વારા ભાભર તિરુપતિ માર્કેટ થી જુના ગંજ બજાર સુધી સફાઈ ઝુંબેશ કાર્યક્રમ કરવામાં આવ્યો હતો. જેમાં કાર્યક્રમ ના મુખ્ય ઇન્ચાર્જ અને જિલ્લા આગેવાન ભાજપાના સિનિયર કાર્યકર્તા ભગવાનભાઇ પીઠડીયા અને ઇશ્વરભાઇ સુથાર દ્વારા કાર્યક્રમ ને સફળ બનાવવામાં આવ્યો હતો. જેમાં વૈકુંઠભાઇ ઠક્કર, કાંતીભાઇ જોશી, ચિનુભા રાઠોડ, કનુભાઈ ઠક્કર અને ભાજપ ના ભાભર શહેર પ્રમુખ અમરતભાઇ માળીએ…

Read More

પાટણ રાધનપુર માં રેહતી બે બેહનો ને ઉપર મિત્ર બનાવી બળાત્કાર કરનાર આરોપી ને ગણતરી ના કલાકો માં ઝડપી પાડતી રાધનપુર પોલીસ

હિન્દ ન્યૂઝ, પાટણ, રાધનપુરમાં રહેતી યુવતીએ રાધનપુર પોલીસ મથકે દુષ્કર્મની ફરિયાદ નોંધાવી જેમાં નાની બહેનનો વીડિયો બતાવી યુવકનું મોટીબહેન સાથે દુષ્કર્મ કર્યાની ફરિયાદ નોંધાવી . રાધનપુરમાં રહેતી 28 વર્ષીય યુવતીને તેની નાની બહેનનો બોયફ્રેન્ડ હિતેષ દેવશીભાઈ રાવળે (રહે . રાધનપુર) લગ્ન કરવા બાબતે અગાઉ દવા પીધી હતી. દરમ્યાન તેનો વિડીયો વાયરલ કરવાની ધમકી આપતો હતો. આ બાબતે સમાધાન થયું હતું. એકાદ માસ પહેલા યુવતીને ફોન કરી વીડિયો વાયરલ કરવાની ધમકી આપી અને તેની બહેનને દ્વારકાધીશ ગેસ્ટ હાઉસમાં બોલાવી તેની સાથે દુષ્કર્મ આચરી અંગતના વિડીયો ઉતારી વાયરલ કરવાની ધમકી આપી હતી.…

Read More

વેરાવળમાં ધનવંતરી આરોગ્ય રથ, કોવિડ-૧૯ ટેસ્ટ સેન્ટરની મુલાકાત લેતા પ્રભારી સચિવ દિનેશ પટેલ

હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ ગીર સોમનાથ જિલ્લા કોવિડ-૧૯ના પ્રભારી સચિવ દિનેશ પટેલ કોરોના વાયરસના સંક્રમણને કારણે ગીર સોમનાથ જિલ્લાની મુલાકાતે આવ્યા હતા. આજે ઈણાજ જિલ્લા સેવાસદન ખાતે કોવિડ૧૯ની કામગીરી સમીક્ષા બેઠક પુર્ણ થયા બાદ ધનવંતરી આરોગ્ય રથ અને કોવિડ-૧૯ ટેસ્ટ સેન્ટરની મુલાકાત લીધી હતી. તેઓએ પણ કોરોના વાયરસનો ટેસ્ટ કરાવ્યો હતો. આરોગ્ય વિભાગના ધનવંતરી આરોગ્ય રથ દ્રારા જુદા-જુદા વિસ્તારમાં લોકોની આરોગ્યની તપાસણી કરવામાં આવી હતી. તે દરમ્યાન તેઓએ મુલાકાત લઈ આરોગ્યને લગતી વિગતો મેળવી હતી. આરોગ્ય રથ દ્રારા આપવામાં આવતી સારવાર અંગે લોકોને પુચ્છા કરી હતી. નગરપાલીકા કચેરી, બસ ડેપોમા…

Read More

ગઢડા તાલુકામાં આવેલ ઢસા ગામ ચોકડી ઉપર એસ ટી. વિભાગ બિલકુલ નિષ્ફળ જોવા મળી રહી છે

હિન્દ ન્યુઝ, ઢસા, ઢસા ગામ ચોકડી થી ભાવનગર, અહમદાબાદ રાજકોટ, અમરેલી, ગારિયાધાર, બોટાદ થી ધન્ધુકા, ગુજરાત મા જ્યાં જવુ હોય ત્યાં ઢસા બધી એસ.ટી. બસ મળે. આવું સારૂ સેન્ટર હોવા છતાં એસ.ટી. વિભાગ પોતાની કામગીરી મા નિષ્ફળ બતાય એવુ જોવા મળી રહ્યું છે. કેમ કે ઢસા ગામ ચોકડી ઉપર એકેય પણ સમય પત્રક નથી ત્યાર બાદ સમય પત્રક એસ.ટી. ના કર્મચારી પૂછતાછ માટે બેસાડવા મા નથી આવતા એસ.ટી.વિભાગ ને જગ્યા સમય પત્રક તેમજ એસ.ટી. કર્મચારી પૂછતાછ માટે ક્યા બેસાડવા એ જગ્યા ઢસા મા ઢસા જં. રોડ કોર્નર ઉપર આવેલ જૂનું…

Read More