હિન્દ ન્યૂઝ, દિયોદર,
દિયોદર ના વતની અને લવાણા ગામે સોની ની દુકાન ચલાવતા હિતેશભાઈ સોની પોતાની દુકાન માં સોની નું કામ કરી રહા હતા, ત્યારે સોના ની વસ્તુ લેવા આવેલ બે ઈસમો જે હિન્દી ભાષા બોલી વહેપારી ની નજર ચૂકવી સોના ના દાગીના ની ઉઠાંતરી કરી ગણતરી મિનિટ માં ફરાર થઈ ગયા હતા. જેમાં દુકાન માંથી ચોરી થઈ હોવાનું જાણવા મળતા વેપારી એ દુકાન માં લગાવવામાં આવેલ સી.સી.ટી.વી કેમેરા માં તપાસ કરતા સોના ની વસ્તુ લેવા આવેલ બે હિન્દી ભાષા ના ઈસમો એ ચોરી કરી હોવાનું દેખાતા હિતેશ સોની એ દિયોદર પોલીસ મથક ખાતે લેખિત માં રજુઆત કરી હતી.
જો કે અંદાજીત 50 થી 60 હજાર ના દાગીના ની ચોરી થઈ હોવાનું જાણવા મળેલ છે.
રિપોર્ટર : પ્રદિપસિંહ વાઘેલા, દિયોદર