ભાભર ખાતે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી ના જન્મ દિવસ નિમિત્તે આજે સફાઇ કરવામાં આવી

હિન્દ ન્યુઝ, ભાભર

સમગ્ર દેશમાં આપણા દેશ ના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી ના જન્મ દિવસ ને લઈને ઠેર ઠેર કાર્યક્રમો યોજાઇ રહ્યા છે. જેમાં આજે ભાભર માં પણ મોદીના જન્મ દિવસ નિમિત્તે ભાજપના હોદ્દેદારો અને કાર્યકરો દ્વારા ભાભર તિરુપતિ માર્કેટ થી જુના ગંજ બજાર સુધી સફાઈ ઝુંબેશ કાર્યક્રમ કરવામાં આવ્યો હતો. જેમાં કાર્યક્રમ ના મુખ્ય ઇન્ચાર્જ અને જિલ્લા આગેવાન ભાજપાના સિનિયર કાર્યકર્તા ભગવાનભાઇ પીઠડીયા અને ઇશ્વરભાઇ સુથાર દ્વારા કાર્યક્રમ ને સફળ બનાવવામાં આવ્યો હતો. જેમાં વૈકુંઠભાઇ ઠક્કર, કાંતીભાઇ જોશી, ચિનુભા રાઠોડ, કનુભાઈ ઠક્કર અને ભાજપ ના ભાભર શહેર પ્રમુખ અમરતભાઇ માળીએ મીડિયા ના માધ્યમથી જણાવ્યું હતું કે આ સેવાકાર્ય માં વધુ માં વધુ લોકો ને જોડાય તેવી વિનંતી કરી હતી જેમાં આ સમગ્ર કાર્યક્રમ માં ભાજપ ના તમામ કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.

અહેવાલ : બાબુ ચૌધરી, ભાભર

Related posts

Leave a Comment