શિવભક્તો માટે ટુકા રસ્તા સહિતની વ્યવસ્થા સોમનાથમાં આજે દિવાળી પર્વ સાથે ઉમટશે ભાવિકો

હિન્દ ન્યૂઝ, પ્રભાસ પાટણ

                           સોમનાથ બહારથી આવતા યાત્રિકોને ટ્રસ્ટ સંચાલિત ટુરિસ્ટ અને જનરલ ડોરમેટરી અને આવાસ વિભાગમાં જવામાટે લાંબુ અંતર ન કાપવું પડે તે માટે અતિથિગૃહ બુકિંગ ઓફિસ પાસેથી જે.સી.બી લગાવી ખાસ રસ્તો બનાવવામાં આવ્યો. આ ઉપરાંત ટ્રસ્ટના પાર્કિંગ વિભાગમાં ઉતરતા વાહનધારાકો અને વાહનોમાં આવનાર યાત્રિકો સોમનાથ મંદિર સુધી નજીદીક થી જઇ શકે તે માટે ગૌરીકુંડ ચેકપોસ્ટ રસ્તા ઉપરાંત નવો રસ્તો હમીરજી સર્કલ નવો બનાવી યાત્રિકોને ટુકો અને અધતન અને મંદિર સુધી ઓછું ચાલવું પડે તે રસ્તો ચાલુ કરી આપેલ છે. ઉપરાંત પાર્કિંગ વિભાગમાં સોમનાથ ટ્રસ્ટે એક ખાસ બસ મુકી છે. જે નિયત પોઇન્ટથી મંદિર એન્ટ્રી પોઇન્ટ સુધી વીના મુલ્યે લઇ જશે. સોમનાથ મંદિર પ્રતિ માસ ઉજવતી માસિક શિવરાત્રિની રાત્રીએ દર્શનાર્થીઓને પ્રવેશ માત્ર રાત્રી નાં દસ વાગ્યા સુધી જ મળશે પરંતુ મંદિરમાં રાત્રીના એક વાગ્યા સુધી ચાલનારી શિવરાત્રી પુજાનું લાઇવ પ્રસારણ યુટ્યુબ અને ટ્રસ્ટની વેબસાઇટ ઉપર નિહાળી ધન્ય બની શકાશે.

રિપોર્ટર : હારૂન કાલવાત, પ્રભાસ પાટણ

Related posts

Leave a Comment