પ્રભાસ પાટણ માં આવેલ સીવ ચોકી ના ટ્રાફિક પી. પ્રવિણભાઇ ને સારી કામગીરી કરવા બદલ આવકાર્યા

હિન્દ ન્યૂઝ, પ્રભાસ પાટણ

                                                   પ્રભાસ પાટણ માં ટ્રાફિક પોલીસ સારી કામગીરી બજાવે છે, તેમાં કોઈ શંકા નથી. કેન્દ્ર સરકાર ની ગાઇડ લાઇન પ્રમાણે પોલીસ તેનું કામ કરે છે. માસ્ક ફરજિયાત બાંધવું અને ગાડીનું પી.યુ.સી. અને લાઇસન્સ સાથે રાખવુ અને ચાલું ગાડીએ મોબાઇલ નો ઉપયોગ ના કરવો, આ બધું જનતા ની સેફ્ટી માટે ટ્રાફિક પોલીસ કામ કરે છે અને પ્રભાસ પાટણ ના પી.એસ.આઇ.રાઠવા એ પી.એસ.આઈ નો ચાર્જ સંભાળેલ ત્યાંર થી આજ દિવસ સુધી બહુ સારા કામ કરેલ છે. રાઠવા તેમની ટીમ ને લયને તમાંમ પાટણ ના એરિયાઓમા પેટ્રોલીંગ કરે છે. કારણ કે કોઇ અઇચ્છનીય બનાવ ના બને તે માટે ચોક્કસ પણે નજર રાખે છે. તેમનાં કામ બદલ પર્યાવરણ બચાવ સમિતિ ના ગીર જિલ્લા પ્રમુખ હારૂન એ માનવતા અને પર્યાવરણ બચાવ સમિતિ ના મંત્રી ઇશા ભાઈ ગઢીયા પ્રભાસ પાટણ ના તમામ પોલીસ અધિકારીઓ ને અને પોલીસ સ્ટાફ ને અભિનંદન પાઠવેલ છે.

રિપોર્ટર : હારૂન કાલવાત, પ્રભાસ પાટણ

Related posts

Leave a Comment