હિન્દ ન્યુઝ, સુરત
શહેરના મજુરા(તા.ઉમરા)માં સિટી સર્વે દાખલ કરવા માટે મળેલી મંજૂરી અનુસાર સિટી સર્વે સુપ્રિટેન્ડન્ટ-૨ની કચેરીના શીટ નં.૪૫ના ચા.નં. ૯૭ નું રેકર્ડ તૈયાર કરીને તા.૦૯/૦૬/૨૦૨૬ના રોજ ગુજરાત જમીન મહેસુલ નિયમો મુજબ પ્રમાણિત કરવામાં આવનાર છે. તૈયાર થયેલા મજુરાના રેકર્ડને સિટી સર્વે સુપ્રિટેન્ડન્ટ-૨ની કચેરીમાં ખુલ્લું મૂકવામાં આવ્યું છે. જેથી આ પ્રોપર્ટી કાર્ડ, રેકર્ડ, નકશા સામે જો કોઈને વાંધો હોય તો તા. ૦૯/૦૬/૨૦૨૬ સુધીમાં સુપ્રિટેન્ડન્ટ-૨ની કચેરી, એ-બ્લોક, સાતમો માળ, બહુમાળી મકાન, નાનપુરા ખાતે લેખિતમાં રજૂ કરવા નાયબ નિયામક, જમીન દફતર-સુરતની યાદીમાં જણાવાયું છે.
