આગામી ૨૭ મે એ આવતા ‘બકરી ઈદ’ના તહેવાર નિમિત્તે પોલીસ કમિશનરનું જાહેરનામુ

હિન્દ ન્યુઝ, સુરત

     આગામી તા.૨૭/૦૫/૨૦૨૬ના રોજ મુસ્લિમ ધર્મનો ‘બકરી ઇદ’નો તહેવાર આવતો હોવાથી અન્ય ધર્મ/સમુદાયના લોકોની લાગણી ન દુભાય અને શહેરમાં શાંતિનું વાતાવરણ જળવાય રહે એ હેતુથી પોલીસ કમિશનર અનુપમસિંહ ગહલૌતે એક જાહેરનામાં દ્વારા કેટલાક પ્રતિબંધો જાહેર કર્યા છે. જે અનુસાર સુરત શહેરમાં કોઇપણ વ્યકિતએ કોઇપણ પશુની જાહેર કે ખાનગી જગ્યામાં, શેરીઓમાં કે મહોલ્લામાં જાહેર જનતાને દેખાય તે રીતે કતલ કરવા, કોઇપણ પ્રાણીને શણગારીને એકલા અગર સરઘસ આકારે જાહેરમાં લઇ જવા કે ફેરવવા પર તેમજ ‘બકરી ઇદ’ તહેવાર નિમિતે કુરબાની પછી જાનવરના માંસ, હાડકા અને અવશેષો જાહેરમાં ફેંકવા પર પ્રતિબંધ ફરમાવ્યો છે. આ જાહેરનામાનો અમલ તા.૨૫/૫/૨૦૨૬ થી ૨૯/૫/૨૦૨૬ સુધી કરવામાં આવશે. તેનો ભંગ કરનાર શિક્ષાને પાત્ર ગણાશે.

Related posts

Leave a Comment