પાટણ રાધનપુર માં રેહતી બે બેહનો ને ઉપર મિત્ર બનાવી બળાત્કાર કરનાર આરોપી ને ગણતરી ના કલાકો માં ઝડપી પાડતી રાધનપુર પોલીસ

હિન્દ ન્યૂઝ, પાટણ,

રાધનપુરમાં રહેતી યુવતીએ રાધનપુર પોલીસ મથકે દુષ્કર્મની ફરિયાદ નોંધાવી જેમાં નાની બહેનનો વીડિયો બતાવી યુવકનું મોટીબહેન સાથે દુષ્કર્મ
કર્યાની ફરિયાદ નોંધાવી . રાધનપુરમાં રહેતી 28 વર્ષીય યુવતીને તેની નાની બહેનનો બોયફ્રેન્ડ હિતેષ દેવશીભાઈ રાવળે (રહે . રાધનપુર) લગ્ન કરવા બાબતે અગાઉ દવા પીધી હતી. દરમ્યાન તેનો વિડીયો વાયરલ કરવાની ધમકી આપતો હતો. આ બાબતે સમાધાન થયું હતું. એકાદ માસ પહેલા યુવતીને ફોન કરી વીડિયો વાયરલ કરવાની ધમકી આપી અને તેની બહેનને દ્વારકાધીશ ગેસ્ટ હાઉસમાં બોલાવી તેની સાથે દુષ્કર્મ આચરી અંગતના વિડીયો ઉતારી વાયરલ કરવાની ધમકી આપી હતી. લગ્નની કેમ ના પાડે છે.

તેમ કહી યુવતીના અંગતપળોના વિડિયો તારીખ 10-9-2020 ના રોજ મોબાઇલ ફોન પર વાયરલ કરી યુવતી સાથે દુષ્કર્મ આચર્યું હોવાની રાધનપુર પોલીસ મથકે હિતેશ દેવશી ભાઈ રાવળ સામે દુષ્કર્મની ફરિયાદ નોંધાવી હતી. તેની તપાસ અધિકારી પી.આઈ. સી.વી.ગોસાઈ જણાવ્યું હતુ કે હાલમાં યુવતીનું મેડિકલ ચેકઅપ કરાવી આરોપીની શોધખોળ દરમિયાન આરોપી ગાંધીનગર થી પકડી રાધનપુર પોલીસ લઈ આવી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

રિપોર્ટર : બાબુભાઈ પરમાર, પાટણ

Related posts

Leave a Comment