રાજકોટ-શાપર વેરાવળમાં ૧૭ લાખનો દારૂ ભરેલા ટ્રક સાથે ૨ બુટલેગર ઝડપાયા. ૩૦૧૨ બોટલ દારૂ, ૩૭ બેરલ એક ટ્રક મળી ૨૭ લાખનો મુદ્દામાલ જપ્ત.

રાજકોટ, રાજકોટ શહેર જીલ્લામાં દારૂ જુગારની બદી નાબૂદ કરવા જીલ્લા પોલીસવડા બલરામ મીણાની સૂચનાથી L.C.B ઇન્ચાર્જ P.I એચ.એમ.રાણા અને તેમની ટીમના A.S.I પી.આર.બાલાસરા, રવીદેવભાઈ બારડ, અનિલભાઈ ગુજરાતી, રહીમભાઈ દલ, પ્રણયભાઈ સાંવરિયા, મેહુલભાઈ બારોટ, ભાવેશભાઈ મકવાણા અને નરેન્દ્રભાઈ દવે સહિતનાઓ પેટ્રોલીંગમાં હતા. ત્યારે ખાનગીરાહે હકીકત મળી હતી કે એક ટ્રકમાં ઓઇલ બેરલની આડમાં દારૂનો જથ્થો ભરેલો એક ટ્રક પસાર થવાનો છે. આ બાતમી આધારે શાપર વેરાવળમાં વોચ ગોઠવી હતી. દરમિયાન બાતમીવાળો H.R.૪૫.L-૮૪૩૯ નંબરનો ટ્રક પસાર થતા તેને C.N.G પંપ પાસે અટકાવી જડતી લેતા તેમાંથી ઓઈલના લોખંડના બેરલ મળી આવતા જેને નીચે…

Read More

રાજકોટ-પોરબંદરની બંધ રહેલી વિમાની સેવા આગામી તા.૧૦ સપ્ટેમ્બરથી પૂન શરૂ થનાર છે.

રાજકોટ, રાજકોટ-પોરબંદરની બંધ રહેલી વિમાની સેવા આગામી તા.૧૦ સપ્ટેમ્બરથી પૂન શરૂ થનાર છે. જે મુજબ રાજકોટને દૈનિક ૨ પોરબંદરને ૧ સ્પાઈસઝોટની ફલાઈટ ફાળવવામાં આવી છે. જાહેર થયેલા શેડયુલ મુજબ મુંબઈથી રોજ સવારે ૬-૪૦ વાગ્યે ઉપડી રાજકોટ ૮ વાગ્યે પહોંચશે. રાજકોટ થી સવારે ૮-૩૦ કલાકે ઉપડી ૯-૪૦ કલાકે મુંબઈ પહોંચશે. આ ઉપરાંત બપોરે ૪-૩૫ કલાકે મુંબઈથી ઉપડી સાંજે ૫-૪૫ વાગ્યે રાજકોટ પહોંચશે. રાજકોટ થી સાંજે ૬-૪૫ કલાકે ફરી મુંબઈ જવા રવાના થશે. રિપોર્ટર : દિલીપ પરમાર, રાજકોટ

Read More

મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીનો ગુજરાતમાં ગૂનેગારો સામે કડક હાથે કામ લેવાનો અડગ નિર્ધાર પાસાની જોગવાઇઓનો વ્યાપ વિસ્તારી-મહત્વપૂર્ણ સુધારા કરાશે.

રાજકોટ, ગુજરાતમાં જુગાર-સાયબર ક્રાઇમ-નાણાં ધિરધાર સામે ગેરકાયદે વ્યાજના હપ્તા વસૂલવા-સ્ત્રીઓની જાતિય સતામણી જેવા ગૂના આચરનારાઓ સામે પાસાના કડક કાયદાનો અમલ થશે. પોલીસ સદાય પ્રજાની પડખે-પ્રજાના હિતમાં કાર્યરત છે. તેવા પરસેપ્શન સાથે અસામાજિક પ્રવૃત્તિઓ-ગૂનેગારો સામે સખ્તાઇથી પેશ આવવા ‘પાસા’ કાયદામાં મહત્વપૂર્ણ સુધારાઓના વટ હુકમ લવાશે. મુખ્યમંત્રીએ ‘પાસા’ કાયદાનો વ્યાપ વધુ વિસ્તારીને હવે સાયબર ક્રાઇમ આચરનારા, નાણાં ધીરધાર સામે ગેરકાયદે વ્યાજના હપ્તા વસુલવા સહિત શારીરિક હિંસા તેમજ ધમકી આપવી, જાતિય ગુનાઓ જાતિય સતામણી જેવી અસાસાજીક પ્રવૃત્તિઓને પણ આવરી લઇ આવા ગૂનેગારોને કડક સજા માટે ‘પાસા’ એકટમાં સુધારાઓ કરવાનું શસ્ત્ર અપનાવવા નો અડગ…

Read More

રાજકોટ શહેર માર્કેટિંગ યાર્ડ પાસે વોચ ગોઠવી દારૂની ૧૬૮ બોટલ ભરેલી ઇનોવા કાર સાથે અમદાવાદના ફાર્માસિસ્ટ્ને ઝડપી લેતી, પેરોલ ફર્લો સ્ક્વોડની ટીમે.

રાજકોટ, રાજકોટ શહેરમાં દારૂની હેરાફેરી ઉપર બાજનજર રાખવા ઉચ્ચ અધિકારીઓની સૂચનાથી ઇન્ચાર્જ A.C.P વી.કે.ગઢવીના માર્ગર્શન હેઠળ પેરોલ ફર્લો સ્ક્વોડના P.S.I અસ્લમ અંસારી અને તેમની ટિમ પેટ્રોલીંગમાં હતી. દરમિયાન વિરેન્દ્રસિંહ ઝાલા, અઝહરુદીન બુખારી અને કૃષ્ણદેવસિંહ જાડેજાને મળેલી હકીકત આધારે ઝહીરભાઈ, પ્રદીપસિંહ, અનિલસિંહ, સોનાબેન મુળિયા અને ભુમિકાબેન ઠાકરને સાથે રાખીને જુના માર્કેટિંગ યાર્ડ પાસે વોચ ગોઠવી હતી. વોચ દરમિયાન બાતમીવાળી ઇનોવા કાર પસાર થતા તેને અટકાવી જડતી લેતા તેમાંથી દારૂની ૧૬૮ બોટલ ભરેલા પાર્સલ મળી આવતા કારચાલકના નામઠામ પૂછતાં પોતે અમદાવાદના ઘોડાસર પ્રેસ્ટીઝ બંગલો ખાતે રહેતો વિશાલ વિનુભાઈ કરકર હોવાની કબૂલાત આપતા…

Read More

R.T.E હેઠળ પ્રવેશ ફોર્મ ભરવાનો આજે છેલ્લો દિવસ સિંગલ ગર્લ ચાઈલ્ડ સર્ટિફિકેટ માટે કુલ.૨૪૩ અરજીઓ આવી, ૨૨૯ સર્ટીફીકેટ ઇસ્યુ. અન્ય અરજીઓ પ્રોસેસમાં.

રાજકોટ, ગુજરાત સરકાર દ્વારા ધ રાઈટ ઓફ ચિલ્ડ્રન ટુ ફ્રી એન્ડ કમ્પલસરી એજ્યુકેશન એક્ટ-૨૦૦૯ હેઠળ બિન અનુદાનિત ખાનગી પ્રાથમિક શાળાઓમાં ૨૫% મુજબ વિનામુલ્યે ધોરણ-૧ માં નબળા અને વંચિત જૂથના બાળકોને પ્રવેશ આપવાની યોજના અમલમાં છે. પ્રાથમિક શિક્ષણ નિયામકની કચેરી દ્વારા http://rte.orpgujarat.com/ વેબપોર્ટલથી ઓનલાઈન પ્રવેશ પ્રક્રિયા હાથ ધરવામાં આવેલ છે. રાજકોટ મહાનગરપાલિકાએ સિંગલ ગર્લ ચાઈલ્ડ ધરાવતા અને એ અંગેનું સર્ટિફિકેટ મેળવવા ઇચ્છુક અને તે માટેની પાત્રતા ધરાવતા વાલીઓ દ્વારા તા.૨૯-૮-૨૦૨૦ ના રોજ શનિવારે બપોરે ૧.૩૦ વાગ્યા સુધીમાં કુલ.૩૪૩ અરજીઓ રજુ કરવામાં આવી હતી. જેમાંથી ૨૨૯ સર્ટીફીકેટ ઇસ્યુ કરી દેવામાં આવેલ છે.…

Read More

રાજકોટ શહેર આજી G.I.D.C વિસ્તારની ઇન્ડસ્ટ્રીઝમાં રાજકોટ મહાનગરપાલિકા દ્વારા એન્ટીજન ટેસ્ટ કેમ્પ કરાયો, ૧૯૭ કર્મચારીઓના ટેસ્ટ કરાયા, મ્યુનિ.કમિશનર ઉદિત અગ્રવાલ.

રાજકોટ, રાજકોટ શહેર મહાનગરપાલિકા દ્વારા શહેરમાં કોરોના વાયરસના સંક્રમણનો પ્રસાર રોકવા શકય તમામ પ્રયાસો કરવામાં આવી રહયા છે. કોરોનાનો ચેપ ફેલાતો રોકવા સાવચેતીરૂપે આજે તા.૨૯-૮-૨૦૨૦ ના રોજ આજી G.I.D.C ખાતે ઇન્ડસ્ટ્રીઝના કર્મચારીઓના રાજકોટ મહાનગરપાલિકા દ્વારા એન્ટીજન ટેસ્ક કેમ્પ કરવામાં આવ્યો હતો. આ કેમ્પમાં ઇન્ડસ્ટ્રીઝમાં કામ કરતા કર્મચારીઓનું સ્ક્રિનિંગ કરવામાં આવ્યું હતું. અને ટેમ્પરેચર, S.P.O2 અને કોરોનાના અન્ય લક્ષણો જણાતા ૧૯૭ લોકોના ટેસ્ટ કરાયા જેમાંથી ૧૪ કેસ પોઝિટિવ મળતા વધુ સારવાર માટે રીફર કરવામાં આવેલ છે. મ્યુનિ.કમિશનર ઉદિત અગ્રવાલે જણાવ્યું હતું. રિપોર્ટર : દિલીપ પરમાર, રાજકોટ

Read More

રાજકોટ શહેરની નિલકંઠ હોસ્પિટલે માત્ર લેબ ટેસ્ટનું જ બિલ રૂપિયા ૧ લાખ સહિત ૪ લાખ રૂપિયા લીધા છે.

રાજકોટ, રાજકોટ શહેરની નિલકંઠ હોસ્પિટલે માત્ર લેબ ટેસ્ટનું જ બિલ રૂપિયા ૧ લાખ સહિત ૪ લાખ રૂપિયા લીધા છે. હાલ સમગ્ર મામલાની તપાસ કમીટીને સોંપવામાં આવી છે. રૂમ ચાર્જીસ ૨ લાખ ૬૬ હજાર કરતા વધુ આપવામાં આવ્યો છે. અધ્યક્ષ કમિટીના પ્રાંત અધિકારી સિદ્ધાર્થ ગઢવીએ કહ્યું કે પહેલા દર્દીને હિયરીંગ માટે બોલાવીશું અને પછી હોસ્પિટલવાળાને બોલાવીને ખુલાસો માંગીશું. હાલ સમગ્ર મામલે તપાસ કરવામાં આવશે તેવી વાત કરવામાં આવી છે. જો કે હજુ સુધી દર્દીના પરિવાર તરફથી કોઇપણ પ્રકારની ફરિયાદ કરવામાં આવી નથી. જીલ્લા કલેક્ટર રૈમ્યા મોહને ખાસ ટીમની રચના કરી હતી.…

Read More

રાજકોટ શહેર અમરનગરમાં પ્રેમલગ્નનો ખાર રાખી રજપૂત યુવાન પર યુવતીનાં પરિવારજનોએ લાકડી-ધોકા વડે હુમલો કર્યો હતો. હુમલામાં યુવકનું મોત.

રાજકોટ, રાજકોટ શહેર તા.૩૦.૮.૨૦૨૦ ના રોજ રાજકોટ શહેર ચંદ્રેશનગર મેઇન રોડ, અમરનગર-૧ માં રહેતા રાહુલભાઇ પ્રદીપભાઇ સોલંકી (ઉ.૩૦) નામનો રજપૂત યુવાન આજે સવારે તેના ઘરે સુતો હતો. ત્યારે સાળો રવિ કોળી, સાસુ ઇલાબેન, સાળી સંઘ્યાબેન, મામાજી જીતેષભાઇ જયેશભાઇએ લાકડી-ધોકા વડે આડેધડ ઘા મારતા રાહુલને માથામાં અને શરીરે ગંભીર ઇજા થઇ હતી. તેને છોડાવવા વચ્ચે પડેલા માતા અનુબેન પ્રદીપભાઇ સોલંકી (ઉ.૫૦) પણ માર મારતા હાથમાં ફ્રેકચર જેવી ઇજા પહોંચતા બંનેને સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા. મુત્યકના મિત્ર સાથેની વાતમાં જણાવ્યું પુત્ર રાહુલ રીક્ષા ચલાવે છે. તેને ગ્રીનલેન્ડ ચોકડી પાસેના શિવમનગરમાં માતાના ઘરે…

Read More

વેરાવળ ખાતે રચનાત્મક સમિતિ દ્વારા મ્યુનિસિપાલટી ને કરવામાં આવી અરજ

વેરાવળ, વેરાવળ મા રચનાત્મક સમિતી દ્વારા વેરાવળ ના 80 ફૂટ ના રોડ થી સોમનાથ ટોકીઝ સૂધીમા આવેલ સોસાયટી ના મુખ્ય પ્રાણ પ્રશ્રોની રજુઆતમાં તા.18/8/20 ના રોજ ગૂજરાત મ્યુનિસીપલ ફાઈનાન્સીયલ બોર્ડ ગાંધીનગર ને લેખીત રજુઆત કરવામાં આવેલ અને તેની નકલ ગીર સોમનાથ જિલ્લા ના કલેકટર મહોદય ગૂજરાત રાજયના મૂખ્ય મંત્રી જૂનાગઢ લોકસભા ના માનનીય સંસદ સભ્ય સોમનાથ વિધાનસભાના ના માનનીય ધારાસભ્ય ને નકલ રવાના કરવામા આવેલ. આજ દિવસ સૂધી આ રજૂઆત તો નો કોઈ જવાબ ન આવતા સ્થાનીક કક્ષા એ મ્યુનિસિપાલટી નામાનનીય ચીફ ઓફિસર મહેતા મ્યુનિસિપાલટી પ્રમુખ શ્રીમતી મંજુલાબેન સૂયાણી તેમજ…

Read More

રોટરી કલબ સેનોરાસ અને રોટરેક્ટ કલબ એમીગોસ દ્વારા ગણપતિનગર સ્લમ દિગજામ સર્કલ પાસે થ્રી ઇન વન પ્રોજેક્ટ…..

જામનગર, હિન્દ ન્યુઝ જામનગર ખાતે તા.૨૮/૮/૨૦૨૦ ને શુક્રવાર નાં દિને રોટરી કલબ સેનોરાસ અને રોટરેક્ટ કલબ એમીગોસ દ્વારા ગણપતિનગર સ્લમ દિગજામ સર્કલ પાસે થ્રી ઇન વન પ્રોજેક્ટ કરવામાં આવ્યો. જેમાં અન્નપૂર્ણા (પૂરી શાક), કોવીડ ૧૯ માસ્ક તથા પેટ માં થતાં કૃમિ અને વિટામિન એ આપવામાં આવેલ. આ પ્રોજેક્ટ નો લાભ ત્યાં રહેતા બાળકો ને આપવા માં આવેલ. રોટરી કલબ ના પ્રમુખ ડો. પ્રવિણા સંતવાણી અને રોટરેક્ટ કલબ એમિગોસ ના પ્રમુખ પંકજ પરમાર, સેક્રેટરી મનસુખ ચૌહાણ અને અન્ય મેમ્બરો હાજર રહેલા. લોકલ વ્યવસ્થા બાળકો ને ફ્રી માં ભણાવનાર યુવા સંજયભાઈએ કરી…

Read More