રોટરી કલબ સેનોરાસ અને રોટરેક્ટ કલબ એમીગોસ દ્વારા ગણપતિનગર સ્લમ દિગજામ સર્કલ પાસે થ્રી ઇન વન પ્રોજેક્ટ…..

જામનગર, હિન્દ ન્યુઝ

જામનગર ખાતે તા.૨૮/૮/૨૦૨૦ ને શુક્રવાર નાં દિને રોટરી કલબ સેનોરાસ અને રોટરેક્ટ કલબ એમીગોસ દ્વારા ગણપતિનગર સ્લમ દિગજામ સર્કલ પાસે થ્રી ઇન વન પ્રોજેક્ટ કરવામાં આવ્યો. જેમાં અન્નપૂર્ણા (પૂરી શાક), કોવીડ ૧૯ માસ્ક તથા પેટ માં થતાં કૃમિ અને વિટામિન એ આપવામાં આવેલ. આ પ્રોજેક્ટ નો લાભ ત્યાં રહેતા બાળકો ને આપવા માં આવેલ.
રોટરી કલબ ના પ્રમુખ ડો. પ્રવિણા સંતવાણી અને રોટરેક્ટ કલબ
એમિગોસ ના પ્રમુખ પંકજ પરમાર, સેક્રેટરી મનસુખ ચૌહાણ અને અન્ય મેમ્બરો હાજર રહેલા. લોકલ વ્યવસ્થા બાળકો ને ફ્રી માં ભણાવનાર યુવા સંજયભાઈએ કરી આપેલ. સાથે આ કાર્યક્રમ ને સફળ બનાવવા સમગ્ર ટીમે ભારે જેહમત ઉઠાવી હતી.

Related posts

Leave a Comment