રાજકોટ-શાપર વેરાવળમાં ૧૭ લાખનો દારૂ ભરેલા ટ્રક સાથે ૨ બુટલેગર ઝડપાયા. ૩૦૧૨ બોટલ દારૂ, ૩૭ બેરલ એક ટ્રક મળી ૨૭ લાખનો મુદ્દામાલ જપ્ત.

રાજકોટ,

રાજકોટ શહેર જીલ્લામાં દારૂ જુગારની બદી નાબૂદ કરવા જીલ્લા પોલીસવડા બલરામ મીણાની સૂચનાથી L.C.B ઇન્ચાર્જ P.I એચ.એમ.રાણા અને તેમની ટીમના A.S.I પી.આર.બાલાસરા, રવીદેવભાઈ બારડ, અનિલભાઈ ગુજરાતી, રહીમભાઈ દલ, પ્રણયભાઈ સાંવરિયા, મેહુલભાઈ બારોટ, ભાવેશભાઈ મકવાણા અને નરેન્દ્રભાઈ દવે સહિતનાઓ પેટ્રોલીંગમાં હતા. ત્યારે ખાનગીરાહે હકીકત મળી હતી કે એક ટ્રકમાં ઓઇલ બેરલની આડમાં દારૂનો જથ્થો ભરેલો એક ટ્રક પસાર થવાનો છે. આ બાતમી આધારે શાપર વેરાવળમાં વોચ ગોઠવી હતી. દરમિયાન બાતમીવાળો H.R.૪૫.L-૮૪૩૯ નંબરનો ટ્રક પસાર થતા તેને C.N.G પંપ પાસે અટકાવી જડતી લેતા તેમાંથી ઓઈલના લોખંડના બેરલ મળી આવતા જેને નીચે ઉતારી તળિયા ચેક કરતા નીચે ચોરસ ખાનું બનાવી પ્લેટ બોલ્ટ વડે ફિટ કરાયેલું જોવા મળતા તે ખોલીને જોતા અંદરથી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે ૩૭ બેરલમાંથી ૧૬,૮૯,૪૨૦ રૂપિયાની કિંમતનો ૩૦૧૨ બોટલ દારૂ, ૭૪૦૦ રૂપિયાના ૩૭ બેરલ, ૧૦ લાખનો ટ્રક અને ૧ ફોન સહીત ૨૬,૯૭,૩૨૦ રૂપિયાના મુદામાલ સાથે હરિયાણાના ફતેપુરના ડ્રાયવર સુરેન્દર ભાલીરામ ગોરા અને ક્લીનર રાજકુમાર રાજમલજી બૈરાગીને ઝડપી લીધા હતા. બંનેની પૂછતાછમાં આ દારૂનો જથ્થો શાપર વેરાવળમાં એક ફોન નંબર આપ્યા હતા. તેને ફોન કરીને તે કહે ત્યાં ઉતારવાનો હતો. પરંતુ કટિંગ થાય તે પૂર્વે જ L.C.B નો સ્ટાફ પહોંચી ગયો હતો. અને બંનેને ઝડપી લીધા હતા. પોલીસે એ ફોન નંબર કોનો તે દિશામાં તપાસ હાથ ધરી છે.

રિપોર્ટર : દિલીપ પરમાર, રાજકોટ

Related posts

Leave a Comment