ઢસા,
ઢસા જં. તેમજ આજુબાજુ ગ્રામ્ય વિસ્તાર મા સતત હમણાં થી જ મેંઘ રાજા મહેરબાન છે. આજુબાજુ ના ગ્રામ્ય વિસ્તાર મા આવેલ નદી, નાળા પણ છલકાઈ ગયેલ છે. એવામાં ઢસા થી ગઢડા જતા ગુંદાળા નો પૂલ આવે છે. ગુંદાળા પૂલ ઉપરથી પાણી સતત વહે છે. ઢસા આવવા જવા માટે પૂલ પણ થોડોક સમય માટે બન્ધ રહ્યો હતો. એવામાં ખેડૂત મિત્રોએ જેમણે તલ નુ વાવેતર કરેલ છે તે પાક ને નુકસાન થવાની સંભાવના છે અને મગફળી ના પાક ને પણ જો વરસાદ બંધ નહિ રહે તો મગફળીને પણ નુકસાન થવાની સંભાવના છે. કપાસ માટે હાલ કહી નો શકાય એવુ ખેડૂત મિત્રો નુ જણાવવાનું છે.
રિપોર્ટર : યુસુફભાઇ આકબાણી, ઢસા