જલ ઝિલની એકાદશી પર્વ ની ઉજવણી

લાખણી,

લાખણી તાલુકાના અછવાડીયા ગામ માં જલ ઝીલની એકાદશી પર્વ ની ઉજવણી ભાવિ ભક્તો દ્વારા કરવામાં આવી હતી. જગન્નાથ ભગવાન ની મૂર્તિ ને સ્નાન કરવા માં આવેયું હતું અને ત્યાર બાદ માં ભગવાન ની આરતી અને પ્રસાદ ધરવા માં આવ્યુ. આ પર્વની વરસોવરસ ભવ્ય ઉજવણી કરવામાં આવે છે. પરંતુ આ વર્ષે કોરોના ની મહામારી ના લીધે અને લોક ડાઉન ને ધ્યાન માં રાખી ગામ ના 10 થી 15 વ્યક્તિ દ્વારા ભગવાન ની મૂર્તિ ને સ્નાન કરાવવામાં આવ્યું હતું અને ગામ લોકો ઉપર ભગવાન ની સદાય કૃપા બની રહે અને આવી ભયંકર વાયરસથી વિશ્વને બચાવે એવી ભગવાનને ગ્રામજનો દ્વારા પ્રાર્થના કરવામાં આવી હતી.

રિપોર્ટર : ભરત રાજપૂત, લાખણી

Related posts

Leave a Comment