વિચરતી વિમુક્તિ જાતિના લોકોને 100 કીલો મીઠાઈ નું વિતરણ કરવામાં આવ્યું હતું

ભાભર, માનવતા ગ્રુપ ભાભર તાલુકામાં લોક જાગૃતિ અને અનેક સેવાકીય કામ કરે છે. જેમાં જરૂરિયાત મંદ પરિવારોને શિયાળો, ઉનાળો કે ચોમાસામાં લોકોને ધાબળા, સ્વેટર, ચંપલ, પાણીની પરબ, દિવ્યાંગ લોકો ટ્રાય સાયકલ અને કોરોના મહામારી માં ભોજન રાસન કીટ અને લોકોમાં લોક જાગૃતિ ના અનેક કાર્યો કરવા માં આવે છે. જેમાં આવા કાર્યો ને જોઈને સમસ્ત ચૌધરી પરિવાર ભાભર તાલુકાના સણવા ગામ દ્વારા 100 કિલો મીઠાઈ આપવામાં આવી હતી. જેમાં માનવતા ગ્રુપ ભાભર ના સહયોગ થી રૂની, ઊચોસન, જોરાવરગઢ ગામો માં રહેતા વિચરતી વિમુક્તિ જાતિના લોકોને તેમજ રેલવે સ્ટેશન ની આજુ…

Read More

ભરૂચ ની APMC શાકભાજી માર્કેટ ની દુકાનો માં અચાનક આગ લાગી

ભરૂચ, ભરૂચ ની APMC શાકભાજી માર્કેટ ની દુકાનો માં અચાનક આગ લાગી લાગી. ભરૂચની ખેતીવાડી ઉતપન્ન બઝાર સમિતિ મહમદ પુરા (APMC) ની માર્કેટની દુકાનોમાં આજે સાંજના સમયે એકાએક સોટસરકીટ ના કારણે આગ લાગતાં આ વિસ્તારમાં દસ વધુ દુકાનો આગ ની જપટ માં રાખ થઈ જવા પામી હતી અને આજુ બાજુ વિસ્તાર માં પણ દોડધામ મચી જવા પામી હતી. આ આગનાં ધુમાડા ગોટા દુરદુર સુધી દેખાતા હતા. આ આગની જાણ ફાયર વિભાગને કરવામાં આવતાં ભરૂચ નગરપાલિકાના ફાયર ફાઈટરો ઘટનાં સ્થળે આવી પોહચી આગને કાબુમાં લેવાની કામગીરી શરૂ કરી હતી. રિપોર્ટર :…

Read More

દિયોદર શ્રાવણ મહિના ના છેલ્લા સોમવારે ભક્તો ની ભીડ ઉમટી પડી

દિયોદર, બનાસકાંઠા જિલ્લા માં શ્રાવણ મહિના ની શરૂઆત થતા ની સાથે જિલ્લા માં દરેક મહાદેવ મંદિરો માં ભક્તો એ સોસીયલ ડિસ્ટન સાથે હર હર મહાદેવ ના નારા લગાવ્યા હતા અને મહાદેવજી ની પૂજા અર્ચના કરી હતી ત્યારે જિલ્લા ના દિયોદર ખાતે આવેલ નીલકંઠ મહાદેવ મંદિર માં પણ ભક્તો ની ભીડ જોવા મળી આવી હતી. આજે શ્રાવણ મહિના ના છેલ્લા સોમવાર ના દિવસે વહેલી સવારે ભક્તો માં અનેરો આનંદ જોવા મળી આવ્યો હતો જેમાં નીલકંઠ મહાદેવ મંદિર ખાતે આજે છેલ્લા સોમવાર ના રોજ ભક્તો એ સોસીયલ ડિસ્ટન રાખી મહાદેવજી ની પૂજા…

Read More

ભારે વરસાદ ની આગાહી ના પગલે દિયોદર પથક માં વરસાદ

દિયોદર, રાજ્ય માં બનાસકાંઠા જિલ્લા માં હવામાન વિભાગ દ્વારા અતિ ભારે વરસાદ ની આગાહી આપવામાં આવી છે. જેના પગલે જિલ્લા ના દિયોદર પથક માં વરસાદ ની હેલી જોવા મળી આવી હતી. બે દિવસ ના વિરામ બાદ ફરી રવિવાર ના રોજ બપોર ના સમય વાદળ છાયા વાતાવરણ વચ્ચે ધીમીધારે વરસાદ નું આગમન થયું હતું. જેમાં દિયોદર પથક માં મેઘો મન મૂકી ને વરસ્યો હતો જેમાં કોઈ પણ આપત્તિ સમય દિયોદર વહીવટી તંત્ર દ્વારા અધિકારીઓ ને જરૂરિયાત પ્રમાણે યોગ્ય પગલાં ભરવા સૂચના આપવામાં આવી હતી રવિવાર ના દિવસે વરસાદ ના કારણે નીચાણવાળા…

Read More

દિયોદર ના ચમનપુરા દૂધ મંડળી ના તાળા તૂટ્યા 45 હજાર ની ચોરી કરી તસ્કરો ફરાર

દિયોદર, દિયોદર તાલુકા ના ચમનપુરા ગામે સ્વતંત્રતા દિવસ ની રાત્રી ના સમય અજાણીયા ઈસમો એ દૂધ મંડળી ના તાળા તોડી 45 હજાર રૂપિયા રોકડ રકમ ની ચોરી કરી ફરાર થઈ જતા પોલીસે સી સી ટીવી ફૂટેજ મેળવી તપાસ શરૂ કરી છે. જાણવા મળતી માહિતી મુજબ દિયોદર તાલુકાના ચમનપુરા ગામે આવેલ દૂધ મંડળી માં સ્વતંત્ર દિવસની રાત્રિના સમયે કોઈ અજાણ્યા ઈસમોએ દૂધ મંડળી નું તાળુ તોડી અંદર પ્રવેશ કરી દૂધ મંડળીમાં ટેબલમાં પડેલ ૪૪ હજાર રૂપિયા રોકડા તેમજ એક પંખો કુલ કિંમત ૪૫ હજારની ચોરી કરી તસ્કરો ફરાર થઈ જતા દિયોદર…

Read More

વડોદરાની વ્રજલીલા સોસાયટીમાં છેલ્લા 5 વર્ષથી પાણી ભરાવવાની સમસ્યા, લોકોએ પાલિકા વિરુદ્ધ ઉગ્ર સૂત્રોચ્ચારો કર્યા

  વડોદરા, વડોદરા ચાર રસ્તા નજીક આવેલી વ્રજલીલા સોસાયટીના રહીશ મિતુલભાઇ પટેલે જણાવ્યું કે, વ્રજલીલા સોસાયટીમાં છેલ્લા 5 વર્ષથી પાણી ભરાવાની સમસ્યા છે. માત્ર 1 કલાક વરસાદ પડે તો સોસાયટી સ્વિમિંગ પુલ બની જાય છે. આ ઉપરાંત વરસાદી માહોલમાં ગટરોના પાણી પણ ઉભરાય છે અને બંને પાણી સોસાયટીમાં ફરી વળે છે. લોકોને ઘરમાંથી બહાર નીકળવા સહિત પોતાના વાહનો પાર્ક કરવામાં પણ મુશ્કેલીઓ પડી રહી છે. સોસાયટીના અન્ય રહીશ નિકિતાબેન જોષીએ જણાવ્યું કે, આ સમસ્યાના નિરાકરણ માટે 4થી 5 વખત સ્થાનિક વોર્ડ કચેરી તેમજ કોર્પોરેટરોને રજૂઆત કરવામાં આવી છે, તેમ છતાં…

Read More

વરસાદે વિરામ લેતાં વિશ્વામિત્રી નદીનું જળસ્તર ધીમે-ધીમે ઘટી રહ્યું છે

વડોદરા, વડોદરાવાસીઓ માટે સૌથી મોટા રાહતના સમાચાર, હવે શહેર પરથી પૂરનું સંકટ ટળ્યું. વડોદરાની વિશ્વામિત્રી નદીના જળસ્તરમાં ઘટાડો નોંધાતા શહેરીજનોએ હાશકારો અનુભવ્યો છે. છેલ્લા બે દિવસથી વડોદરા અને તેના ઉપરવાસમાં પડેલાં વરસાદના કારણે વિશ્વામિત્રી નદીના જળસ્તરમાં વધારો થઈ રહ્યો હતો. વિશ્વામિત્રી નદીનું 23 ફૂટ કરતાં ઉપર પહોંચેલુ જળસ્તર આજે 22.5 ફૂટ કરતાં પણ નીચે આવી ગયું છે. જેને પરિણામે વડોદરા શહેર પરથી હાલ પુરતું પુરનું સંકટ ટળ્યું છે રિપોર્ટર : કમલેશ ત્રિવેદી, વડોદરા

Read More