વિચરતી વિમુક્તિ જાતિના લોકોને 100 કીલો મીઠાઈ નું વિતરણ કરવામાં આવ્યું હતું

ભાભર,

માનવતા ગ્રુપ ભાભર તાલુકામાં લોક જાગૃતિ અને અનેક સેવાકીય કામ કરે છે. જેમાં જરૂરિયાત મંદ પરિવારોને શિયાળો, ઉનાળો કે ચોમાસામાં લોકોને ધાબળા, સ્વેટર, ચંપલ, પાણીની પરબ, દિવ્યાંગ લોકો ટ્રાય સાયકલ અને કોરોના મહામારી માં ભોજન રાસન કીટ અને લોકોમાં લોક જાગૃતિ ના અનેક કાર્યો કરવા માં આવે છે. જેમાં આવા કાર્યો ને જોઈને સમસ્ત ચૌધરી પરિવાર ભાભર તાલુકાના સણવા ગામ દ્વારા 100 કિલો મીઠાઈ આપવામાં આવી હતી.

જેમાં માનવતા ગ્રુપ ભાભર ના સહયોગ થી રૂની, ઊચોસન, જોરાવરગઢ ગામો માં રહેતા વિચરતી વિમુક્તિ જાતિના લોકોને તેમજ રેલવે સ્ટેશન ની આજુ બાજુ માં રહેતા મજુર અર્થે બહાર થી આવેલ પરિવારો માં વિતરણ કરવામાં આવ્યું આવા વરસતા વરસાદ દરમિયાન મીઠાઇ મળતાં નાના બાળકો થી લઈને તમામ લોકો માં ખુશી નો માહોલ જોવા મળ્યો હતો.

રિપોર્ટર : બાબુ ચૌધરી, ભાભર

Related posts

Leave a Comment